ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેરાત થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં (Political Parties Assembly Election Preparations) જોતરાઈ ગઈ છે, જ્યારે ચૂંટણી સમયે એક પક્ષ અન્ય પક્ષ વિરુદ્ધ આક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડ ખાતે જાહેર કાર્યક્રમમાં "અમે બનાવ્યું છે ગુજરાત"નું નવું સૂત્ર આપ્યું છે. ત્યારે આજે કમલમ ખાતે અમે બનાવ્યું છે. ન્યું કેમ્પયેયન લોન્ચ(New campaign launched) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ આ ચૂંટણીમાં રેકોર્ડ બનાવશે, જ્યારે વિપક્ષોની ડીપોઝિટ ડૂલ થઈ જશે.
ભાજપે લોંચ કર્યું "અમે બનાવ્યું છે ગુજરાત" કેમ્પિયનભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું છે કે અમેં બનાવ્યું છે ગુજરાત. ગુજરાતના સૌ ભાઈ બહેનોને વધાવીને પોતે પણ તેમાં સોભાગી થયા છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિશ્રમ અને લોકોના સંયોગીને જ ગુજરાતનો વિકાસ થયો છે. આજે વિકાસ થયો છે અને તેને વધુ વિકસિત કરવા માટે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છીએ. દરેક એક એક વ્યક્તિ સોશિયલ મીડિયામાં પણ મેં બનાવ્યું છે. ગુજરાત નારો લગાવી રહ્યા છે મને લાગે છે કે આ લોકો સંકલ્પ બંધ થઈ ગયા છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાઈ ગયા છે. જ્યારે કમલમ ખાતે પીએમ મોદી સાથેનો સેલ્ફી પોઇન્ટ પણ ઊભો કરવામાં આવ્યો છે.
ઇલેક્શનના નવા નિયમો ક્યાં?આઠ મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં ભાજપ પક્ષે નવા નિયમો લાગુ કર્યા હતા. ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ નવા નિયમો બાબતે સીઆર પાર્ટીને નિવેદન આપ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ (National President) જગત પ્રકાશ નડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન (Union Home Minister) અમિત શાહ પાર્લામેન્ટ્રીમાં છે. તેઓને નવા નિયમો લાવવાની અને જૂના નિયમો બદલવાની સત્તા છે પણ કેટલાક નિયમો પહેલાથી તૈયાર થયા છે. જેવું કે જે વ્યક્તિને 75 વર્ષ છે. પૂરા થયા હોય તેવા ઉમેદવારોને ટિકીટ ના આપવી. જ્યારે આ ચૂંટણીમાં ભાજપે નવો નિયમ લાવ્યા છે. જેમાં ભાજપના કોઈપણ નેતાના સગા અને સંબધીને ટિકીટ ન આપવી તે નિર્ણય હમણાં જ કરવામાં આવ્યો છે.