ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી શાળા પર તવાઈ: હવે તમામ શાળામાં મેદાન ફરજીયાત, વિધાર્થીઓની સંખ્યા પ્રમાણે મેદાનનું ક્ષેત્રફળ જરૂરી

ગુજરાત વિધાનસભાના ગૃહમાં મેદાન મુદ્દે અનેક વખત વિપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગે ખાનગી સ્કૂલોને મેદાન બાબતે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં હવે રાજ્યની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં બાળકોનું રમત ગમત મેદાન ફરજિયાત કરવામાં આવ્યું છે.

ો
ખાનગી શાળા પર તવાઈ : હવે તમામ શાળામાં મેદાન ફરજીયાત, વિધાર્થીઓની સંખ્યા પ્રમાણે મેદાનનું ક્ષેત્રફળ જરૂરી

By

Published : Jul 24, 2020, 5:48 PM IST

Updated : Jul 24, 2020, 8:39 PM IST

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી સ્કૂલો બાબતે ઓનલાઇન શિક્ષણ બાદ બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની સાથે જ શિક્ષણ વિભાગે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે ફરીથી ખાનગી શાળા ઉપર ગાળિયો નાખ્યો છે અને તમામ ખાનગી શાળાઓને રમત ગમત મેદાન ફરજિયાત રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

ખાનગી શાળા પર તવાઈ : હવે તમામ શાળામાં મેદાન ફરજીયાત, વિધાર્થીઓની સંખ્યા પ્રમાણે મેદાનનું ક્ષેત્રફળ જરૂરી
રાજ્ય સરકારે શાળામાં રમત ગમત મેદાન બાબતે હુકમ કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે, ખાનગી શાળામાં રમત ગમતનું મેદાન રાખવું ફરજીયાત છે. સાથે જે શાળામાં જેટલા વિદ્યાર્થીઓ હશે એટલા વિદ્યાર્થીઓના ક્ષેત્રફળ મુજબ શાળામાં મેદાન રાખવું ફરજિયાત બનશે. જ્યારે સરકારી શાળામાં તાલુકા વિકાસ અધિકારીને જમીન સંપાદન કરવાની સૂચના પણ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આમ આજે શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ વિભાગને પત્ર લખીને તમામ ખાનગી અને સરકારી શાળામાં રમત ગમતના મેદાનના અમલીકરણ માટેનું પરિપત્ર બહાર પાડ્યું છે. ઉપરાંત જો કોઈ શાળા રમતગમતનું મેદાન નહીં રાખે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખાનગી શાળા પર તવાઈ : હવે તમામ શાળામાં મેદાન ફરજીયાત, વિધાર્થીઓની સંખ્યા પ્રમાણે મેદાનનું ક્ષેત્રફળ જરૂરી
ઉલ્લેખનીય છે કે, રાજ્યની ખાનગી શાળા ની દાદાગીરી ઉપર રાજ્ય સરકારે 24 કલાકની અંદર બીજી વખત મોટો પ્રહાર કર્યો છે. આમ હવે રાજ્યની તમામ ખાનગી શાળાઓ અને રમતગમતના મેદાન ફરજિયાત પણે રાખવા પડશે અને જો કોઈ શાળા મેદાન નહીં રાખે તો તેમના વિરુદ્ધ સરકાર કાયદેસરની કાર્યવાહી કરશે. ઉપરાંત રાજ્ય સરકારની ખાતરી સમિતિ પણ શાળાના મેદાન બાબતે ખાનગી અને સરકારી શાળાઓ ઉપર બાજ નજર રાખશે.ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ એહવાલ
Last Updated : Jul 24, 2020, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details