ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2022, 6:39 PM IST

ETV Bharat / state

સરકારના પૂર્વ પ્રધાનોને મસ મોટા બંગલા સરકારે આપ્યા, પરેશ ધાનાણીને ક્વાટર્સ કે બંગલો આપ્યા નથી

વિજય રૂપાણીની સરકારના રાજીનામાં બાદ પૂર્વ નેતાઓને સરકારે સરકારી બંગલાની ફાળવણી (Government Quarters in Gandhinagar)કરી હોવાના આક્ષેપ મનીષ દોશીએ કર્યા હતા. છેલ્લા સાત મહિનાથી ગુજરાતમાં પટેલની સરકાર કાર્યરત છે, પરંતુ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યા બાદ તેઓને રાજ્ય સરકાર દ્વારા હજી સુધી ક્વાટર્સ કે બંગલોની ફાળવણી કરાઈ નથી.

સરકારના પૂર્વ પ્રધાનોને મસ મોટા બંગલા સરકારે આપ્યા, પરેશ ધાનાણીને ક્વાટર્સ કે બંગલો આપ્યા નથી
સરકારના પૂર્વ પ્રધાનોને મસ મોટા બંગલા સરકારે આપ્યા, પરેશ ધાનાણીને ક્વાટર્સ કે બંગલો આપ્યા નથી

ગાંધીનગર:વિજય રૂપાણીની સરકારના રાજીનામા બાદ વિજય રૂપાણી સહિત નીતિન પટેલ, પ્રદીપ જાડેજા, કૌશિક પટેલ કે પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ તમામ પ્રધાનો અને સરકારે સરકારી બંગલાની ફાળવણી કરી હોવાના આક્ષેપ મનીષ દોશીએ (Gujarat Congress)કર્યા હતા. પરંતુ વાત કરવામાં આવે તો હવે છેલ્લા સાત મહિનાથી ગુજરાતમાં પટેલની સરકાર (Government Bungalow in Gandhinagar)કાર્યરત છે, પરંતુ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પછી રાજીનામું આપ્યા બાદ તેઓને રાજ્ય સરકાર દ્વારા હજી સુધી ક્વાટર્સ કે બંગલોની ફાળવણી કરાઈ નથી.

પરેશ ધાનાણીએ બોલવાનું ટાળ્યું -ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને નિયમ પ્રમાણે બંગલો અથવા ક્વાર્ટર આપવામાં આવતુ હોય છે. પરંતુ હજી સુધી તેમને કોઈ બંગલો કે ધારાસભ્ય નિવાસ્થાન ખાતે કોઈ પણ (Former Ministers in Gujarat Govt)ફાળવાયું નથી. આ વખતે પરેશ ધાનાણી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હજી સુધી સરકાર દ્વારા ક્વાટર્સ કે બંગલો ફાળવ્યું નથી. તેઓએ ભૂતકાળમાં એક વખત સરકારમાં લેખિત અરજી પણ કરી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી.

આપ

સરકારી લાભો ભાજપના નેતા મફતમાં -આપ નેતા ઈશુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના નેતા સરકારી લાભો મફતમાં લે છે. જ્યારે આ લાભ જનતાને આપવાની વાત કરવામાં આવે ત્યારે તે લોકોને પેટમાં દુખે છે. ભાજપે રૂપાણી સરકારને બદલી નાખવામાં આવી ત્યારે તમામ પ્રધાનો ત્રણ દિવસમાં બંગલો ખાલી કરીને MLA કવાટર્સમાં જવાનો નિયમ છે. તેમ છતાં પોતાના દીકરા અભ્યાસ કરતા ન હોવા છતાં બહાના બતાવી સરકારની મિલકતો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સરકારના પૂર્વ પ્રધાનોને મસ મોટા બંગલા સરકારે આપ્યા

પૂર્વ પ્રધાનોને સરકારી બંગલામાં જલસા -કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રૂપાણી સરકારના પ્રધાનો પર પ્રહાર કર્યા હતા કે ભાજપ સરકારમાં સગાવહાલની રાજનીતિ કરવામાં આવે છે. બજારમાં 48000 રૂપિયાના બંગલા તેમના પૂર્વ પ્રધાનોને માત્ર 4800 રૂપિયાના ભાડે આપી દેવામા આવે છે. એક બાજુ પોલીસ કર્મચારી કે અન્ય કર્મચારી સરકારી કવાટર્સ મળતા નથી. ભાજપ પૂર્વ પ્રધાનોને સરકારી બંગલામાં જલસા કરી રહ્યા છે. કોંગ્રેસ આ મુદ્દે મુખ્યપ્રધાન અને સચિવને પણ પત્ર લખીને જાણ કરી છે.

પાર્ટીનો વિષય નથી સરકારનો છે -ભાજપના પ્રવકતા યમલ વ્યાસ સાથે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બંગલા રહેવું કે ખાલી કરવાએ ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી. તે સરકારનો વિષય છે. પરંતુ તે પહેલા ધારાસભ્ય છે. પછી પાર્ટીના કાર્યકર છે. જેથી આ બંગલા રહે છે. તેમાં પાર્ટીના કોઈ કાર્યકર્તાનો રોલ નથી.

આ પણ વાંચોઃદ્વારકામાં ઝડપાયું સરકારી અનાજનું મોટું કૌભાંડ, લાખોનો મુદ્દા માલ જપ્ત

સર્કિટ હાઉસની સામે જ પૂર્વ પ્રધાન વિજય રૂપાણીને બંગલો -રાજ્ય સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ગાંધીનગર સર્કિટ હાઉસની સામે જ હારી બંગાલાની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ત્યાંથી થોડે દુર રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને પણ નજીકમાં જ બંગલાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના બંગલાની ફાળવણી વિજય રૂપાણીના ભગવાન કેબિનેટ પ્રધાન સૌરભ પટેલને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોતાનો બંગલો હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા તેમણે બંગલો ફાળવણી કરવામાં આવી છે.

રાજ્ય કક્ષાના પ્રધાનોને કવટર્સ આપ્યા - વિજય રૂપાણીની સરકારમાં જે રાજ્યકક્ષાના પ્રધાન હતા તેમને કોલેજની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પરસોત્તમ સોલંકીને પણ ધારાસભ્ય નિવાસ્થાન ખાતે જ ફ્લેટની ફાળવણી થઈ છે. આ ઉપરાંત અન્ય રાજ્ય કક્ષાના પ્રધાનોને પણ કવાટર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃરૂપાણી સરકારના પ્રધાનો સરકારી બંગલા ખાલી કરતા નથી : કોંગ્રેસ

હજારો કર્મચારીઓ રાહ જોઇને રહ્યા છે સરકારી કવાટર્સની -ગુજરાત રાજ્યના કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશી રાજ્ય સરકાર વિરુદ્ધ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં હજારો કર્મચારીઓ સરકારી આવાસ મેળવવા માટે વર્ષોથી રાહ જુએ છે જ્યારે ફિક્સ પગાર કર્મચારી પગાર જેટલું મકાન ભાડું કરવા માટે મજબૂર છે. વિજય રૂપાણીની સરકારના પ્રધાનો ગાંધીનગરમાં સરકારી આવાસોની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે 31 મે 2015 ના ઠરાવ મુજબ કા બંગલાનું બજાર ભાડું 42,000 નક્કી થયેલ હોવા છતાં પણ જુદા જુદા હુકમથી ફક્ત 48 લાખ રૂપિયાના ભાડાથી આ મકાન ફાળવવામાં આવ્યા છે જ્યારે રૂપાણી સરકારની વિદાય બાદ પૂર્વ પ્રધાન અને શૈક્ષણિક સત્રના બહાને સરકારી બંગલા ફાળવી દેવાયા છે. જેમાં પૂર્વ પોતાના સંતાનોના અભ્યાસ બગડે નહિ અધવચ્ચે શાળા, કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરીને નજીવા ભાડાથી બંગલા આપી દેવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવમાં એ કે પૂર્વ પ્રધાનના સંતાનો ગાંધીનગરની એક પણ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા નથી.

ABOUT THE AUTHOR

...view details