- ETV BHARATના એહવાલની સરકારે લીધી નોંધ
- કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય - CM Rupani
- વિદેશ જતા વિદ્યાર્થીઓ હસે વેક્સિન માટે નહીં અટવાય
- વિદ્યાર્થીઓ માટે વેક્સિનની અલગ વ્યવસ્થા કરશે રાજ્ય સરકાર
ગાંધીનગર : કોરોના સામે વેક્સિનને મહત્વનું પાસુ ગણવામાં આવે છે, ત્યારે ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતા હજારો વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં છે. સરકાર દ્વારા બીજા ડોઝના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા વિદેશ અભ્યાસ કરવા જતાં હજારો વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા. જે અંગે ETV BHARAT દ્વારા 30 મે ના રોજ ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોમવારના રોજ પત્રકાર પરિષદ દરમિયાન મુખ્ય પ્રધાન રૂપાણી( CM Rupani ) એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ બાબતને લઈને કોર કમિટીમાં અલગથી ચર્ચા કરીને નિર્ણય કરશે.
કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય
બીજા દિવસની સમયમર્યાદાને લઈને અનેક વિદ્યાર્થીઓ કે જેમને વિદેશ ભણવા માટે જવાની તૈયારીઓ કરી રહ્યા છે, તેમને મૂંઝાયા છે, ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી અંગેનો પ્રશ્ન પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન રૂપાણી( CM Rupani ) એ જણાવ્યું હતું કે, આ બાબત સરકારના ધ્યાનમાં આવી છે અને કોર કમિટીમાં આ બાબત અંગે અલગથી ચર્ચા કરવામાં આવશે.
વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનના નિયમમાં થઈ શકે છે ફેરફાર
ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન રૂપાણી( CM Rupani ) એ કોર કમિટીમાં અલગથી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે અલગ બૂથની વ્યવસ્થા કરવાનું નિવેદન આપ્યું છે. જેના પરથી લાગી રહ્યું છે કે, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનના નિયમમાં થોડોક સુધારો વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ક્યારે આ નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું.