ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠક પર 26 માર્ચે ચૂંટણી, ભાજપ-કોંગ્રેસે કવાયત હાથ ધરી - Rajya Sabha
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠક ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ૨૬ માર્ચના રોજ ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક ઉપર ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે ચાર બેઠકોની સમયમર્યાદા પૂર્ણ થતાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.
![ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠક પર 26 માર્ચે ચૂંટણી, ભાજપ-કોંગ્રેસે કવાયત હાથ ધરી ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠક પર 26 માર્ચે ચૂંટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6111666-thumbnail-3x2-gdr.jpg)
ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠક પર 26 માર્ચે ચૂંટણી
ગાંધીનગર : રાજ્ય સભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી છે. જેમાં આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવાસસ્થાન ખાતે રાજ્યસભાની ચાર બેઠકોની લઈને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં તમામ પડતર પ્રશ્નો ઉકેલવાની કાર્યવાહી પણ હાથ પર લેવામાં આવી છે. બીજી અન્ય વાત કરવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણીમાં કોઇ પ્રકારની અસર ન પડે તે માટે પણ cm નિવાસસ્થાન ખાતે બેઠક પણ યોજાઈ હતી.
ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠક પર 26 માર્ચે ચૂંટણી