ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનેતૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે હતી, બે દિવસમાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને બીજી વખત જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટર સાથે બેઠક યોજીને સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુનેગાર ઉમેદવારોમાટે ચૂંટણી પંચ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમામ ગુનેગાર ઉમેદવારો પોતાના ગુનાઓની જાહેરાત કરવી પડશે.રાજકીય પક્ષ દ્વારા ગુનેગાર આરોપીને કેમ મેન્ડેટ આપવામાં આવ્યું તે પણ જાહેરાત કરવું પડશે.
ટર્મ પૂરીઃઇલેક્શન કમિશ્નર અનુપચંદ્ર પાંડેએ જણાવ્યુ હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સરકારની ટર્મ 12 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂર્ણ થઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના રાજકીય પક્ષો સાથે બેઠક કરીને સૂચનો લેવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના જિલ્લા વડા અને જિલ્લા પોલીસ વડાને કડક આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વર્તમાન પરિસ્થિતિને આધારે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા અને પરિસ્થિતિ મુજબ સંવેદનશીલ મતદાન મથકો બાબતે સૂચના આપવામાં આવી છે.
નવા મતદારો માટેઃઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2023માં જે લોકો 18 વર્ષ કરતાં વધુની ઉંમરના થશે તેઓ પણ પોતાની અરજી કરી શકશે. અમે તેમની અરજી એડવાન્સમાં સ્વીકારીશું, આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ યુવાનો મતદાન કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી 10 ઓક્ટોબર, 2022ના રોજ જાહેર થશે. જે લોકો રહી ગયા છે તેઓ ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી ફોર્મ 6 ભરીને પોતાના નામ રજિસ્ટર કરાવી શકશે.
દિવ્યાંગ માટે વ્યવસ્થાઃ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગો મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 1:10ના પ્રમાણમાં રેમ્પ હશે. ઉપરાંત જે દિવ્યાંગ મતદારો 40% થી વધુ દિવ્યાંગતા અધ ધરાવે છે. તેવા મતદારો માટે ફોર્મ 12 D ભરીને વિરુદ્ધ મતદારો કરે બેસીને મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે ઘરે વોટ કરશે ત્યારે વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે. આ સાથે જે તેમાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિને પણ હાજર રાખવામાં આવશે. દિવ્યાંગ મતદારોની વાત કરવામાં આવે તો કુલ 4,13,866 મતદારો નોંધાયેલ છે. જ્યારે PWD એપ્લીકેશન મારફતે ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા મેળવી શકશે.
ફરિયાદ માટે ખાસ વ્યવસ્થાઃઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે સી વિજીલ એપ્લીકેશન મારફતે દારૂ કે રોકડ કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ફરિયાદ કરાશે તો 100 મિનિટમાં ફરિયાદને આધારે પગલાં ભરાશે.જ્યારે ગઈ કાલે રાજકીય પાર્ટી સાથે મુલાકાત થઈ જેમાં બસપા , ભાજપ, કોંગ્રેસ, એનસીપી સહિત પ પાર્ટીએ મુલાકાત કરી જેમાં અનેક સુચનો આવ્યા.
મતદાન માટેની કામગીરીઃઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં પોલિંગ સ્ટેશન વેબ કાસ્ટ કરવામાં આવશે જેમાં 50 ટકા જેટલા બુથ પર વેબ કાસ્ટ કરવામાં આવશે. જ્યારે 2 મતદાનના દિવસે કોઈ રાજકીય પાર્ટીના માણસો બુથ પાસે ના આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત સામાન્ય માણસોને કોઈ પણ રીતે રાજકીય પાર્ટીને કારણે હેરાનગતિ ના થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવશે.