ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી 2022ઃ રાજ્યના 4.93 લાખ દિવ્યાંગ મતદારોના મત ઘરે જઈને લેવાશે - ગુજરાતમાં આદર્શ આચારસંહિતા

રાજ્યમાં ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે (Election Commission of Gujarat) તમામ પ્રકારની તૈયારી અને વ્યવસ્થા કરી છે. ત્યારે આ અંગે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (P Bharti Chief Electoral Officer Gujarat) વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 4.93 લાખ મતદારો એવા છે જે ચૂંટણી બૂથ (Disabled Voters of Gujarat ) પર જઈ શકે તેવા નથી. ત્યારે આવા મતદારો ફોર્મ 12 D ભરશે એટલે મતદાન બૂથ તેમના ઘરે આવશે.

રાજ્યના 4.93 લાખ દિવ્યાંગ મતદારોના મત ઘરે જઈને લેવાશે, ચૂંટણી પંચે કરી વિશેષ વ્યવસ્થા
રાજ્યના 4.93 લાખ દિવ્યાંગ મતદારોના મત ઘરે જઈને લેવાશે, ચૂંટણી પંચે કરી વિશેષ વ્યવસ્થા

By

Published : Nov 12, 2022, 3:30 PM IST

Updated : Nov 12, 2022, 3:49 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022) 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે રાજ્યના ચૂંટણી પંચે (Election Commission of Gujarat) શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વિશેષ પ્રકારની તૈયારી કરી છે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (P Bharti Chief Electoral Officer Gujarat) વિસ્તૃત માહિતી આપી હતી.

દિવ્યાંગ મતદારો ફોર્મ 12 D ભરશે એટલે મતદાન બૂથ તેમના ઘરે આવશે

કેટલા મતદારોઃ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ (P Bharti Chief Electoral Officer Gujarat) જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કુલ ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો મળીને 12,26,911 મતદારો નોંધાયા છે. દરેક જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સંભાળી રહેલાં કર્મચારીઓ આવા મતદારોની રૂબરૂ મુલાકાત લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 7,77,604 મતદારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જે મતદારો મતદાન મથક સુધી જઈ શકે તેમ નથી તેવા મતદારો ફોર્મ 12ડી ભરી રહ્યાં છે. અત્યાર સુધીમાં આવા 4,93,310 મતદારોને ફોર્મ-12 ડી આપવામાં આવ્યું છે.

અત્યાર સુધી આચારસંહિતાની ફરિયાદ નથીમુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ વધુમાં (P Bharti Chief Electoral Officer Gujarat) જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગની એક પણ ગંભીર ફરિયાદ આવી નથી. એટલું જ નહીં, c-VIGIL મોબાઇલ એપ જેવા સરળ અને હાથવગા માધ્યમો હોવાથી સામાન્ય નાગરિકોમાં પણ આદર્શ આચારસંહિતાના પાલન પ્રત્યે સારી સજાગતા જોવા મળી છે. આદર્શ આચારસંહિતા (Code of Conduct in Gujarat) અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી ઈમારતો અને સરકારી સંકુલો પરથી 2,28,981 અને ખાનગી મિલકતો કે સંકુલો પરથી 44,233 પોસ્ટર્સ, બેનર્સ કે જાહેરાતો દૂર કરવામાં આવ્યા છે. આટલા દિવસો દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગની કોઈ ગંભીર ફરિયાદ મળી નથી.

EVM વવપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પૂર્ણતેમણે ઉમેર્યું હતું કે, તમામ જિલ્લાઓમાં ઈ.વી.એમ. અને વી.વી.પેટના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં આ કામગીરી પૂર્ણ કર્યા પછી ઈ.વી.એમ અને વી.વી.પેટ મશીનો જે –તે મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તમામ મશીનોની યાદી પણ રાજકીય પક્ષોને આપવામાં આવી રહી છે. હરિફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈ.વી.એમ અને વી.વી.પેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઓબ્ઝર્વર્સની નિમણુકતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય એટલુ જ નહીં, ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે. તે વિસ્તારો માટે 58 જનરલ ઓબ્ઝર્વર્સ, 21 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 36 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે. તે વિસ્તારો માટે 56 જનરલ ઓબ્ઝર્વર્સ, 15 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 33 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ ફરજ બજાવી રહ્યા છે.

દારૂ, રોકડ અને ડ્રગ ઝડપાયાચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 611 ફ્લાઈંગ સ્ક્વોડ અને 802 સ્ટેટિક સર્વેલન્સ ટીમો કાર્યરત્ છે. અત્યાર સુધીમાં 7,188 લાખ રૂપિયાની કુલ જપ્તી કરવામાં આવી છે. આમાં 66 લાખ રૂપિયાની રોકડ, 385 લાખ રૂપિયાની કિંમતનો દારૂ, રૂ.94 લાખનું ડ્રગ્સ અને રૂ.187 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે રૂ.6,456 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ડ્રગ ચાઇનીઝ કંપની મારફતે આવ્યું હોવાની ચર્ચા છે ઉપરાંત આ ડ્રગ્સનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી સીઝ કરવામાં આવ્યું છે.

c-VIGIL મોબાઈલ એપ્લિકેશનથી અનેક ફરિયાદમુખ્ય ચૂંટણી અધિકારીએ (P Bharti Chief Electoral Officer Gujarat) ઉમેર્યું હતું કે, સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની (Code of Conduct in Gujarat) ફરિયાદ કરી શકે તે માટે c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા 583 ફરિયાદો મળી છે, તે પૈકી 362 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 221 ફરિયાદો સાચી જણાઈ ન હોવાથી તેને ડ્રોપ કરવામાં આવી છે. જ્યારે ભારતના ચૂંટણી પંચ (Election Commission of Gujarat) દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

1172 ફરિયાદોનો નિકાલ કરાયો આ પોર્ટલ દ્વારા છેલ્લા સપ્તાહમાં 1,323 ફરિયાદો મળી છે. તે પૈકી 1,172 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યારસુધીમાં 154 ફરિયાદો મળી છે. તે પૈકી 66 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની કુલ 4,349 ફરિયાદો મળી છે, જેમાં EPICની 3,654 ફરિયાદો તથા મતદારયાદી અને આચારસંહિતા ભંગની (Code of Conduct in Gujarat) 5 ફરિયાદો મળી છે. જેમાંથી 4,101 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

Know Your Candidate (KYC) મોબાઈલ એપ અને PwD એપમુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ (P Bharti Chief Electoral Officer Gujarat) ઉમેર્યું હતું કે, Know Your Candidate (KYC) એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ મોબાઈલ એપ પર તમામ ઉમેદવારોની તમામ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઉમેદવારોની એફિડેવિટ્સ અને ગુનાઈત માહિતી હશે તો તે પણ ઉપલબ્ધ કરાવાશે. જ્યારે PwD Personal with Disablility મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને (Disabled Voters of Gujarat) આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે. Voter Helpline Application (VHA) પણ લોન્ચ કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન દ્વારા મતદારો પોતાનું નામ સર્ચ કરી શકે છે, ઉમેદવારો વિશે માહિતી મેળવી શકે છે, ફરિયાદ કરી શકે છે અને મતદાર યાદી સંબંધિત મદદ મેળવી શકે છે

Last Updated : Nov 12, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details