રાજ્યમાં ધોરણ 10, 12ની પરીક્ષા પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતો એક જ સવાલ હોય છે. ધોરણ 10 પછી શું ? સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને મહત્વકાંક્ષા પણ વધી ગઈ છે. વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે રસ્તો ભટકી જાય છે ત્યારે ગાંધીનગરમાં આજે કિશોર ઇન્સ્ટિટયૂટ દ્વારા ધોરણ 10 પછી શું ? અને નબળા પરિણામને કારણે હસ્ત હતાશ થઈ જતાં વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી સેમિનારનું આયોજન કરાયું હતું.
વિદ્યાર્થીની કારકિર્દીના મુંજવતા પ્રશ્નો અંગે ગાંધીનગરમાં સેમિનારનું આયોજન - gujarat
ગાંધીનગર: કેટલાક વિદ્યાર્થીઓ નબળું પરિણામ આવવાના કારણે આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ગાંધીનગર ટાઉનહોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના આયોજક કિશોરસિંહ રાજપૂતે કહ્યું કે, પરિણામ નબળું આવવાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વાલીઓએ પોતાના દીકરા દીકરીઓને કયા વિષયમાં રુચિ છે, તે દિશામાં તપાસ કરીને આગળ વધારવા જોઈએ. જીવનમાં આગળ વધવા માટે અનેક રસ્તાઓ ખુલ્લા છે.
કિશોરસિંહ રાજપૂતે કહ્યું કે, વિદ્યાર્થીના માતા-પિતાએ વિદ્યાર્થીની ક્ષમતા મુજબ જે વિષયમાં રૂચિ હોય તેમાં અભ્યાસ કરાવવો જોઈએ. જે વિદ્યાર્થીઓ નબળું પરિણામ આવવાના કારણે આત્મહત્યા કરતા હોય છે, તેવા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવાની પણ માહિતી આપી હતી. ધોરણ 10 અને 12 પછી અનેક વિકલ્પો અને રસ્તાઓ ખુલ્લા છે. જેમાં વિદ્યાર્થી પોતાની યોગ્ય કારકિર્દી બનાવી શકે છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓના માતા-પિતા પાસે માહિતીનો અભાવ હોય છે. તેવા સમયે આજે વિનામૂલ્યે માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના વિષયોની માહિતી આપવામાં આવી હતી. જ્યારે મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે છે તેની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.