ગુજરાત

gujarat

By

Published : Oct 2, 2019, 7:21 PM IST

ETV Bharat / state

ગાંધીનગર ખાદી ભંડારમાંથી 3 લાખની ખરીદી થઇ, શિક્ષણ પ્રધાને P1 કાપડ ખરીદ્યું

ગાંધીનગરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાદી પહેરવાનું સંદેશ આપનાર બાપુની જન્મ જયંતીએ પ્રધાનો દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સ્થિત ખાદી ગ્રામ ઉદ્યોગ દુકાનમાંથી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાદીમા શ્રેષ્ઠ ગણવામાં આવતાં P1 કાપડની ખરીદી કરી હતી. જ્યારે એક દિવસમા 3 લાખ રૂપિયાની ખરીદી થઈ હતી.

ગાંધીનગર ખાદી ભંડારમાંથી 3 લાખની ખરીદી થઇ, શિક્ષણ પ્રધાને P1 કાપડ ખરીદ્યું

સમગ્ર રાજ્યમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, સાથોસાથ તેમના વિચારોની પણ આપ-લે કરવામાં આવી રહી છે. સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીનો સંદેશ સમગ્ર દેશમાં ગુંજતો રહે તે માટે આજે ખાદીની ખરીદી કરવાનો પણ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રાજ્યના પ્રધાનો અને રાજકીય પાર્ટીના આગેવાનો ખાદીની ખરીદી કરી રહ્યા છે. આજે બપોરે ગાંધીનગર સેક્ટર 16 સ્થિત ખાદી ભંડારમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન સહિત જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

ગાંધીનગર ખાદી ભંડારમાંથી 3 લાખની ખરીદી થઇ, શિક્ષણ પ્રધાને P1 કાપડ ખરીદ્યું

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ગાંધી જયંતીથી એક સપ્તાહ સુધી શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાદીની ખરીદી કરશે. ખાદી આપણા દેશનું વસ્ત્ર છે. ત્યારે આજના દિવસે ગાંધીનગર ખાદી ભંડારમાંથી ખાદીની ખરીદી કરવામાં આવી છે. ખરીદી સમય ગાંધીનગર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી ભરત વઢેર સહિત મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગના કર્મચારીઓ શિક્ષણ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ખાદીની ખરીદી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details