કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે જવાબ આપતા લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગરોની સંખ્યા 4 લાખ 2 હજાર 391 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગરો 22 હજાર 599 નોંધાયા છે. જયારે છેલ્લા બે વર્ષેમાં આ બેરોજગરો માંથી 5 હજાર 497ને સરકારી નોકરી અપાઈ છે.
ગુજરાતમાં 4 લાખથી પણ વધુ શિક્ષિત બેરોજગાર, અર્ધ શિક્ષિત 22 હજારથી પણ વધુ - gujarat news
ગાંધીનગર: રાજ્યમાં બેરોજગારીનો આંક વધી રહ્યો છે. સરકાર દ્વારા આ મુદ્દે લેખિતમાં વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન જાહેર કર્યું હતું કે, રાજ્યમાં કુલ બેરોજગારોની સંખ્યા ચાર લાખથી પણ વધારે નોંધવામાં આવી છે.
ફાઇલ ફોટો
અહીં ઉલ્લેખનીય છે કે, વડોદરા,સુરત,ખેડા,નવસારી,દાહોદ,નર્મદા,અને મોરબી જિલ્લા માં એકપણ બેરોજગારને સરકારી નોકરી પુરી પડવામાં આવી નથી. જ્યારે ડાંગ જિલ્લામાં એક તાપી અને જામનગરમાં બે-બે લોકોને સરકારી નોકરી આપાઈ છે. આમ આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં બેરોજગારીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.