ગુજરાત

gujarat

ETV Bharat / state

‘‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન" માત્ર રાજકીય લાભ ખાટવા માટે જ છે : પ્રદીપસિંહ જાડેજા - ગાંધીનગરના સમાચાર

કોંગ્રેસ દ્વારા પ્રજાજનોને કોરોના મહામારીમાં સહાયરૂપ થવા ‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતા જેના જવાબમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની 'ઇ-જનમિત્ર હેલ્પલાઇન' ફક્ત તકવાદી રાજકારણનું એક ઉદાહરણ છે.

‘‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન" માત્ર રાજકીય લાભ ખાટવા માટે જ છે : પ્રદીપસિંહ જાડેજા
‘‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન" માત્ર રાજકીય લાભ ખાટવા માટે જ છે : પ્રદીપસિંહ જાડેજા

By

Published : May 14, 2020, 6:38 PM IST

ગાંધીનગર : રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રજાના માનસમાંથી ફેંકાઇ ગયેલી કોંગ્રેસ હવે છાશવારે નિવેદનો અને પ્રચારમાં રહેવા માટેના ગતકડાં ઉભા કરી પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવાના હવાતિયાં મારી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જે બફાટ કર્યો છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતમાં તંત્ર વ્યસ્ત રહ્યું અને કોરોના ફેલાયો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે એ દિવસોમાં કોરોના અંગે એક પણ નિવેદન કોંગ્રેસના કોઇ નેતાએ આપ્યું જ નથી. એટલું જ નહિ, એ દિવસોમાં કોરોનાની બીમારી ભારતમાં કે ગુજરાતમાં હતી જ નહિ તેનું સામાન્ય જ્ઞાન પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને નથી તે જ કોંગ્રેસની અજ્ઞાનતા છતી કરે છે.

‘‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન" માત્ર રાજકીય લાભ ખાટવા માટે જ છે : પ્રદીપસિંહ જાડેજા
જાડેજાએ આ સંદર્ભમાં કહ્યું કે, લોકડાઉનને કારણે જ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક બનતું અટકયું છે. અમિત ચાવડાએ જે નિવેદન મિડીયામાં કર્યુ કે સરકારના મુખ્યપ્રધાન રૂપાણી સહિત બધા ઘરે બેઠા છે તેનો કડક પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટી વિજયભાઇ રૂપાણીની સરકાર આ મહામારીમાં પ્રજાની સતત પડખે રહી છે. હોસ્પિટલોની મુલાકાતો, વીડિયો કોન્ફરન્સથી નિયમિત સ્થિતિની સમીક્ષા, દવાઓ-સાધનોનો જથ્થો ઉપલબ્ધ કરાવવાથી લઇને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજથી અનેક સહાય પણ આપવામાં આવી છે.


ગુજરાતમાં ૧૯મી માર્ચ એ કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી છેલ્લા અઢી મહિનાથી મુખ્યપ્રધાન વિજયભાઇ સહિત સમગ્ર સરકાર અને તંત્ર, ભાજપના ધારાસભ્યો, સાંસદો દિવસ-રાત એક કરીને પ્રજાને આ સંક્રમણથી બચાવવાના ઉપાયોમાં અને સારવાર સેવામાં લાગેલા છે. હવે છેક રહિ રહિને કોંગ્રેસને આવી હેલ્પલાઇન શરૂ કરવાનું કોના માટે સુઝયું તેનો જવાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આપે તેવા પ્રશ્નો ગૃહ પ્રધાન જાડેજા કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details