ઋષિકેશ પટેલ (ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન) ગાંધીનગર :ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ, 1950 ની કલમ-36 હેઠળ ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદીલ કરવાની કાર્યવાહી હવે ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના દિવસથી પેન્ડિંગ અરજીઓની પણ નવેસરથી e-Auction Portal Application મારફતે જ કાર્યવાહી કરવા ચેરિટી કમિશનરને સૂચના આપવામાં આવી છે.
ઈ-ઓક્શન પોર્ટલ :ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 હેઠળ નોંધાયેલા ટ્રસ્ટોના વહીવટના નિયમન કરવા અંગેની કામગીરી ચેરિટી તંત્ર કરે છે. અત્યાર સુધી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 ની કલમ 36 હેઠળ ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદીલ કરવા અંગેની કાર્યવાહી મેન્યુઅલ કરવામાં આવતી હતી. આ કાર્યવાહીને લીધે તંદુરસ્ત સ્પર્ધાને અભાવે સિન્ડિકેટ થવાની, ઇજારાશાહી વધવાની તથા સ્પર્ધાત્મક ભાવ ન મળવાની શક્યતાઓ રહેતી હતી.
ગુજરાતમાં પારદર્શક વહીવટ માટે ટેકનોલોજીની મદદથી ડીજીટલાઈઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદીલ કરવા અંગેની કાર્યવાહી જે મેન્યુઅલ કરવામાં આવતી હતી. તેને હવે ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.-- ઋષિકેશ પટેલ (ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન)
ઓનલાઈન કામગીરી : આ કાર્યવાહી વધુ પારદર્શક પધ્ધતિથી અને પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન થાય તે જરુરી છે. કલમ 36 હેઠળની કાર્યવાહી જે હાલ મેન્યુઅલી ક૨વામાં આવતી હતી. તેના બદલે આ કાર્યવાહી e-Auction Portal Application મારફતે ફરજિયાત હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ચેરિટી કમિશનરને સૂચના :આ અંગે કાયદા વિભાગ દ્વારા ઠરાવ કરી e-Auction Portal Application મારફતે કાર્યવાહી હાથ ધરવા ઠરાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, આ ઠરાવ અગાઉ કલમ 36 હેઠળની આપેલી જાહેરાત કે જે અન્વયેની પ્રક્રિયા પૂર્ણ થયેલી નથી, તેવી જુદી-જુદી કચેરીઓમાં કુલ 257 અરજી પેન્ડિંગ સ્થગિત કરી નવેસરથી e-Auction Portal Application મારફતે જ કાર્યવાહી હાથ ધરવા ચેરિટી કમિશનરને સૂચના આપવામાં આવી છે.
- Semiconductor Exhibition: આત્મનિર્ભરતા તરફ વધુ એક ડગલું, ભારતમાં તૈયાર થયેલ મોડ્યુલ ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર એક્ઝિબિશનમાં મુકાયા
- PM Modi Gujarat Visit Live Update: ભારત સેમિ કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. - PM મોદી