ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજસ્થાનથી ઘ્યાન હટાવવા કોંગ્રેસે ગુજરાતના બાળમૃત્યુના આંકડા બહાર પાડ્યા: નીતિન પટેલ - political news

ગાંધીનગર: રાજ્યમાં બાળકોના મૃત્યુ દરના અંક સામે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ સરકાર પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના આક્ષેપનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાનના કોટામાં જે બાળકોના મૃત્યુ થયા છે દેશની નજર રાજસ્થાન તરફ હતી. ત્યારે લોકોનું ધ્યાન રાજસ્થાનથી હટાવવા માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. પણ આ તમામ આંકડા ખોટા છે. જ્યારે ગુજરાતમાં વર્ષ 2017માં પ્રતિ હજારે 33 બાળકો અને 2018માં પ્રતિ હજારે 29 જેટલા બાળકો મૃત્યુ પામ્યા છે.

gandhinagar
gandhinagar

By

Published : Jan 7, 2020, 6:38 PM IST

Updated : Jan 7, 2020, 7:38 PM IST

આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા તમામ લોકોએ રાજકોટમાં હોસ્પિટલની મુલાકાત કરી હતી પણ તેઓ ફક્ત રાજકારણ જ કરવા ગયા હતા. હસતા મોઢે ફોટા પડાવ્યા છે તે તમામ ફોટો મે જોયા છે.

જ્યારે ગુજરાતમાં બાળ મૃત્યુ દરની વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં કુલ 98,000 બાળકોના મોત થયા છે. વર્ષ 2017માં 36000, વર્ષ 2018માં 33000 અને વર્ષ 2019માં 29000 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. જ્યારે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ ખાસ વાતચીત કરી હતી.

રાજસ્થાનથી ઘ્યાન હટાવવા કોંગ્રેસ દ્વારા ગુજરાતના આઁકડા બહાર પાડવામાં આવ્યા છે: નીતિન પટેલ

રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યની સરકારી હોસ્પિટલ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બાળકોની સારવાર કરવા વોર્ડમાં કુલ 92, 1 એક્સરે મશીન, 13 વેન્ટિલેટર અને 7 વોર્માર મશીન ચાલુ પરિસ્થિતિમાં છે. બરોડામાં તમામ મશીનો ચાલુ છે, રાજકોટમાં 60 પથારી 2 એક્સરે મશીન 9 વેન્ટીલેટર માં 8 ચાલુ પરિસ્થિતિ છે. જ્યારે 57માંથી 47 વોર્માર મશીન ચાલુ છે. તમામ મોટાભાગના મશીન ચાલુ છે.

Last Updated : Jan 7, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details