ગુજરાત

gujarat

By

Published : Nov 25, 2019, 11:11 PM IST

ETV Bharat / state

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પરંતુ સારા સ્વાસ્થ્યથી મળે છે: નીતિન પટેલ

ગાંધીનગર: જીવનનો સાચો આનંદ રૂપિયા કે, સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થ્યથી મળે છે. તંદુરસ્ત સ્વાસ્થ માટે હમેંશા જાગૃતિ રહેવું ખૂબ જરૂરી છે. તેવું સોમવારના રોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતા નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. શીતળા અને પોલિયો મુક્ત આપણો દેશ બન્યો છે. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી વર્ષ 2025 સુઘીમાં જન અભિયાન કરીને ટી.બીને દેશમાંથી જાકારો આપવાની નેમ કરી છે. તેને સાર્થક કરવા માટે રાજય સરકારે સુચારું આયોજન કર્યું છે. ટી.બીની અતિ ગંભીર બિમારી ઘરાવતા વ્યક્તિની સારંવાર માટે સરકાર રૂપિયા 15 લાખ સુઘીનો ખર્ચે કરવા કટિબઘ છે.

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે: નિતીન પટેલ

ગુજરાતમાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં અતિ ગંભીર બીમારીવાળા બાળકોને તેમના રોગોની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અઘિકારી આર.આર. રાવલે જણાવ્યું હતું કે, આ વર્ષ જિલ્લામાં 1163 આંગણવાડીઓના 88122 બાળકો, 812 પ્રાથમિક શાળાના 1,75,249 વિદ્યાર્થીઓ, 250 માઘ્યમિક શાળાના 58,571 વિદ્યાર્થીઓ, 34 અન્ય સંસ્થાઓના 4840 બાળકો મળી કુલ 3,27,358 વિદ્યાર્થીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવનાર છે.

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે: નિતીન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલના હસ્તે કલોલ તાલુકાના ઇસંડ ગામ અને ગાંઘીનગર તાલુકાના પોર ગામના રૂપિયા 34 લાખથી વઘુના ખર્ચે નવનિર્મિત આઘુનિક સુવિઘાથી સજ્જ કરવામાં આવેલા સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઇસંડ ગામની શાળાની મુલાકાત લઇ શાળા આરોગ્ય કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે: નિતીન પટેલ

ગત વર્ષે ચશ્મા મેળવનાર બાળકોની સાથે વાતચીત કરી અભિપ્રાય મેળવ્યો હતો. તેમજ શાળાના ઘોરણ 2ના કલાસની ઓંચિતી મુલાકાત લઇને બાળકોના જ્ઞાનની ચકાસણી કરવા માટે તેમને સમજ પડે તેવા સરળ પ્રશ્નો પુછ્યા હતા. શાળા આરોગ્ય તપાસણી થકી પોતાના બાળકોની સારવાર કરાવનાર વાલીઓએ પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા.

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે: નિતીન પટેલ

ABOUT THE AUTHOR

...view details