ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય પબુભા માણેકે સરકારના પગાર ભથ્થાને સ્વીકારવાની કહી દીધી ના

દ્વારકા જિલ્લાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે એક જ પત્રથી તમામને (Dwarka MLA Pabubha Manek letter) ચોંકાવી દીધા છે. તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક પત્ર લખ્યો (Pabubha Manek letter to Gujarat Assembly Speaker) હતો. આમાં તેમણે ગુજરાત સરકાર તરફથી તેમને મળતા પગાર અને ભથ્થાનો ત્યાગ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

નેતાએ રચ્યો ઈતિહાસઃ કરોડપતિ ધારાસભ્ય પબુભા માણેકે સરકારના પગાર ભથ્થાને સ્વીકારવાની કહી દીધી ના
નેતાએ રચ્યો ઈતિહાસઃ કરોડપતિ ધારાસભ્ય પબુભા માણેકે સરકારના પગાર ભથ્થાને સ્વીકારવાની કહી દીધી ના

By

Published : Dec 21, 2022, 8:46 AM IST

Updated : Dec 21, 2022, 9:29 AM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભામાં 15મી વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર યોજાયું હતું. ત્યારે આ સત્રમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા હોય તો તે છે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક. તેમણે ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત (Gujarat Assembly Speaker shankar chaudhary) અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર (Pabubha Manek letter to Gujarat Assembly Speaker)લખ્યો હતો. આ પત્રમાં તેમણે આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય તરીકે મળતા પગાર ભથ્થા ઉપરાંત અન્ય ભથ્થાઓનો ત્યાગ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

વિધાનસભા અધ્યક્ષને લખ્યો પત્ર

રાષ્ટ્ર અને સેવાની ભાવનાદ્વારકા કલ્યાણપુર વિધાનસભા બેઠક ભાજપના (Dwarka MLA Pabubha Manek letter) ધારાસભ્ય પબુભા માણેકે અનોખી પહેલ કરી છે. આમાં તેમણે સરકાર તરફથી મળતા પગાર સહિત અન્ય ભથ્થાઓ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાના એક દિવસીય સત્ર દરમિયાન તેમણે આ નિર્ણય અંગે વિધાનસભાના અધ્યક્ષને (Gujarat Assembly Speaker shankar chaudhary) જાણકારી આપી હતી. તેમનો (Dwarka MLA Pabubha Manek letter) નિર્ણય ગુજરાત વિધાનસભાના ઈતિહાસની પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવે છે.

સતત ચૂંટાઈને આવે છે પબુભા માણેકદ્વારકા વિધાનસભા બેઠકની (pabubha manek) વાત કરીએ તો, પબુભા માણેક (Dwarka MLA Pabubha Manek letter) વર્ષ 1990 બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી નથી. શરૂઆતના સમયમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે 1990, 1995 અને 1998માં તેઓ જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ કૉંગ્રેસમાં સામેલ થઈને 2002માં જીત મેળવી હતી. જોકે, પછીથી પબુભા માણેક ભાજપમાં જોડાઈ ગયા અને વર્ષ 2007, 2012, 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે.

5327 મતોથી જીત મેળવીઆ ચૂંટણીમાં (Gujarat Election 2022) પણ ધારાસભ્ય પબુભા માણેકે (Dwarka MLA Pabubha Manek letter) કૉંગ્રસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયાને 5327 મતે પરાજય આપ્યો હતો. ભાજપ ઉમેદવાર પબુભા માણેકને 74,018 મત મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના ઉમેદવારને 68,691 મત તેમ જ આમ આદમી પાર્ટીના લક્ષ્મણભાઈ નકુમને 28,381 મત પ્રાપ્ત થયા હતા. આમ આ બેઠક પર પબુભા માણેકનો સતત 8મી વખત વિજય થયો છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન કરી હતી જાહેરાતદ્વારકા કલ્યાણ કલ્યાણપુર વિધાનસભાના (Dwarka MLA Pabubha Manek letter) ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા પબુભા માણેકે (Dwarka MLA Pabubha Manek letter) વિધાનસભાની ચૂંટણીના પ્રચારપ્રસાર દરમિયાન જ પગાર નહીં લેવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે તેમનો પગાર રાષ્ટ્ર માટે અને લોકોની સેવામાં સરકાર ઉપયોગમાં લેશે.

Last Updated : Dec 21, 2022, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details