દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો બહાર ફરવા જતા હોય છે. જેમાં લુખ્ખા તત્વો ચોરી કરવા આવી પહોંચે છે. આ લુખ્ખા તત્વોના આતંકથી બચવા DGP શિવાનંદ ઝા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના પોલીસવડાએ જાહેર કરી સૂચનાઓ - Gandhinagar latest news
ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના સમયે લોકો ફરવા જતા હોય છે. જેને લઇને અનેક તસ્કર ટોળકીઓ ચોરી કરવા આવી જાય છે. આમ, દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં અનેક શહેરોમાં ચોરીના અને લૂંટની ફરિયાદ થતી હોય છે. જેને ધ્યાનમાં લઇને રાજ્યના પોલીસ વડાએ દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લા પોલીસને ખાસ સુચના સાથેની એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં પોલીસે તહેવારના દિવસો દરમિયાન કઇ રીતના કામકાજ કરવા તે અંગેની પણ કડક સુચના આપીને પરિપત્ર બહાર પાડ્યો છે.
• ભીડ ભાડવાળી જગ્યાએ સતત પેટ્રોલિંગ કરવું
• શોપિંગ મોલ કોમર્શિયલ સેન્ટર અથવા તો જ્યાં ખરીદીની પ્રવૃતિઓ વધારે થતી હોય ત્યાં CCTV સર્વેલન્સ હોય
• બેંક અને ATM પાસે લૂંટના બનાવ ન થાય તે માટે પોલીસોએ ખાનગી કપડામાં રહીને મોટરબાઈક સજ્જ રહેવા તથા પીસીઆર વાનનું સતત એ વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવું
• રેલવે-સ્ટેશન, બસ સ્ટેન્ડ પર વિશેષ તકેદારી સાથે સર્વેલન્સ ગોઠવવું
• રાજ્યની બહારથી આવતા પ્રવાસીઓ અને મહેમાનોની રહેવાની જગ્યાએ ગેસ્ટ હાઉસ સર્કિટ હાઉસ જેવી જગ્યા ઉપર પોલીસને સતત એક્ટિવ રહેવું તથા રાજ્યની તમામ સરહદ પર ખાસ ધ્યાન રાખીને તકેદારી રૂપે તમામ વાહનોનું ચેકિંગ કરવું અને સંવેદનશીલ વ્યક્તિઓનો ધ્યાન રાખવું
• દિવાળીના તહેવારો દરમિયાન લોકો બહાર ફરવા જતા હોય અને ઘરમાં તાળું મારી જતા હોય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરે તે માટેની જાગૃતિ ફેલાવવી
• ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ કરતા લોકોને રોકવા તથા જે જગ્યાએ ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં બોલીશ અને ફાયર બ્રિગેડને તેનાત રાખવા
• વોન્ટેડ આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવા
• દિવાળીના તહેવારમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન હોવાથી વેકેશન પહેલા તમામ આચાર્ય અને ટ્રસ્ટીઓ સાથે બેઠક કરવી અને ત્યારબાદ જરૂરી સૂચનાઓ આપવી
આમ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ તમામ પ્રકારની સુચના રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને આપી દીધી છે, ત્યારે હવે દિવાળીના તહેવાર દરમિયાન કોઇ મોટી ચોરીની ઘટના ન બને તે માટે પહેલેથી જ પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે, ત્યારે હવે દિવાળીના તહેવારમાં પોલીસની કામગીરી કઈ રીતની જોવા મળશે તે હવે કોઈ ઘટનાને અંજામ મળ્યા બાદ જ ખબર પડી શકે.