ગાંધીનગરઃ દહેગામ તાલુકાના કડોદરા ગામમાં ક્રિષ્ના ક્લિનિકમા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ એલોપેથી દવાઓ રાખીને નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાને લઈને અધિકારીઓએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
ગાંધીનગરના કડજોદરા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો - duplicate doctor
દહેગામ તાલુકાના કડોદરા ગામમાં ક્રિષ્ના ક્લિનિકમા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ એલોપેથી દવાઓ રાખીને લોકોની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો હતો.
મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના પાટનાકુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર નિશાબેન પટેલ સહિતના અધિકારીઓ આજે ગુરુવારે બપોરના ચાર વાગ્યાના અરસામાં ગામ તાલુકામાં આવેલા કડજોદરા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં ક્રિષ્ના ક્લિનિકના નામે ચાલતા દવાખાના માં રેડ કરવામાં આવી હતી. જ્યાં સંજય બાબુજી ઠાકોર (રહે, આલમપુર. તાલુકો, ગાંધીનગર) પાસે પ્રમાણપત્ર માગતા ડિપ્લોમા ઇન યોગા નેચરોપથી બે વર્ષનો કોર્સ વર્ષનો કોર્સ કરેલો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે દવાખાનામાં એલોપેથી દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી હતી. જેમાં સ્પિરીટ, હાઈડ્રોજન પેરોક્સાઈડ, ઓરલ આઈ ટેબલેટ પેરાસીટામોલ સાહિત્યની દવાઓનો જથ્થો મળી આવ્યો હતો, કુલ 19 પ્રકારની દવાઓ પકડી હતી. ઉપરાંત બાયોમેડિકલ વેસ્ટના નિકાલની નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી ન હતી. ત્યારે બોગસ તબીબ સામે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ ક 30 અને 269 મુજબ કાર્યવાહી કરીને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.