સેક્ટર-26 જીઆઈડીસી પ્લોટ નં-E-180માં આવેલી ગ્રાન્ડસ્ટેપ એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં અંડર આર્મર, નાઈક, પુમા, એસીક્સ, એડીડાસ કંપનીના લોગો સાથે ટ્રેક, શોર્ટ,ટીશર્ટ તૈયાર થતા હતા. જેની જાણ થતા બ્રાન્ડેડ કંપનીઓના કોપીરાઈટ-ટ્રેડમાર્ક માટે કામ કરતી કંપનીના રીજનલ મેનેજર ભગવાનભાઈ સોનવણેએ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં અરજી કરી હતી.શનિવારે રાત્રે અઢીવાગ્યે રેડ કરી હતી. જેમાં જુદી-જુદી બ્રાન્ડના લોગો સાથેના કુલ 81,75,830ની કિંમતનો ટ્રેક, શોર્ટ અન ટી શર્ટનો જથ્થો મળી આવ્યો હતો.
ગાંધીનગર GIDCમાં ડુપ્લિકેટ કપડાને બ્રાન્ડેડ બનાવવાનું કારસ્તાન, 81 લાખનો માલ જપ્ત - brand
ગાંધીનગરઃ સેક્ટર-26 GIDC ખાતે આવેલી ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના લોગો મારેલા 81 લાખથી વધુ કિંમતના ડુપ્લિકેટ કપડાં ઝડપાયા છે. બ્રાન્ડેડ કંપનીઓના કોપીરાઈટ અને ટ્રેડમાર્ક માટે કામ કરતી કંપનીના કર્મચારીઓએ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને સાથે રાખીને દરોડા પાડીને કુલ 91,76,830ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે અંગે ફેક્ટરી ચલાવતા યુવક સામે આઈપીસીની કલમ 420 અને કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો
![ગાંધીનગર GIDCમાં ડુપ્લિકેટ કપડાને બ્રાન્ડેડ બનાવવાનું કારસ્તાન, 81 લાખનો માલ જપ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5088762-719-5088762-1573930906872.jpg)
ગાંધીનગર GIDCમાં ડુપ્લિકેટ કપડાને બ્રાન્ડેડ બનાવવાનું કારસ્તાન, 81 લાખનો માલ જપ્ત
આ સાથે 9.30 લાખની કિંમતના 62 સિલાઈ મશીનો, 40 હજારની કિંમતના 4 કટર મશીન, બે ઈસ્ત્રી, તથા માલિક પાસેથી 5 હજારનો મોબાઈલ મળી કુલ 91,76,830ની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો હતો. જે અંગે ભગવાનભાઈ સોનવણેએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી માલિક રમણમલીક રણબીરસિંગ જાટ રહે-કિર્તીધામ સોસાયટી,વાવોલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવક સામે આઈપીસીની કલમ 420 અને કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.