- કમોસમી વરસાદની મગફળી ખરીદી પર અસર
- 91 એપીએમસી કેન્દ્ર પર મગફળી ખરીદી ચાલુ
- મગફળી ખરીદી પ્રક્રિયા બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય
ગાંધીનગર : હાલ પૂરતા 91 APMC કેન્દ્ર પર મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે. જોકે કમોસમી વરસાદથી (Unseasonal rains ) વિવિધ જિલ્લાઓમાં પડતાં મગફળીના પાકને નુકસાન(Damage to groundnut crop) થયું છે. જેથી મગફળી ખરીદી પ્રક્રિયા 9Peanut purchase process)બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના વિવિધ ભાગો સૌરાષ્ટ્ર(Saurashtra), ઉત્તર ગુજરાત (North Gujarat)અને દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) કમોસમી વરસાદ થઈ શકે છે. તેમાં પણ ભાવનગર, અમરેલી, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગત સહિતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. તે હેતુથી મગફળી ખરીદી શરૂ કરવા અંગે જિલ્લા સ્તરે પરિસ્થિતિ આધિન નિર્ણય લેવાશે તેવો અન્ન નાગરિક પુરવઠા નિગમ(Department of Food and Civil Supplies ) એ નિર્ણય લીધો છે.
નુકસાન ના થાય તે હેતુથી બે દિવસ બંધ રાખવાનો નિર્ણય