ગુજરાત

gujarat

ETV Bharat / state

EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ડિસેમ્બર માસ દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યના ૧૦ હજારથી વધુ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, આ વખતે EVM મશીનથી નહીં પરંતુ બેલેટ પેપરથી મતદાન થશે.

EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે
EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

By

Published : Oct 15, 2021, 12:20 PM IST

  • વધુ પ્રમાણમાં ચૂંટણી હોવાથી EVM મશીનથી નહિ યોજાઈ ચૂંટણી
  • રાજ્યમાં ડિસેમ્બર માસમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી
  • 10 હજારથી વધુ ગામમાં યોજાશે ચૂંટણી
  • બેલેટ પેપરથી યોજાશે ચૂંટણી

ગાંધીનગર : ગુજરાતમાં ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાયા બાદ હવે આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર માસ દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યના ૧૦ હજારથી વધુ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વખતે ૧૦ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી હોવાથી ગ્રામ પંચાયતની ચૂંટણી EVM મશીનથી નહિ, પરંતુ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે.

બેલેટ પેપરથી મતદાન કરાશે

આ વખતે ૧૦ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે તમામ જગ્યાએ EVM મશીન મૂકી શકાય તેવી વ્યવસ્થા ન હોવાથી. તેને ધ્યાનમાં લઇને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી EVM મશીનથી નહીં, પરંતુ બેલેટ પેપરથી મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

1.25 લાખ બેઠક પર ચૂંટણી યોજાશે

૧૦ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર માસમાં આવી યોજાવાની છે, ત્યારે કુલ 1.25 લાખ બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવશે. દસ હજારથી વધુ ગ્રામપંચાયત સાથે અનેક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ગામ સમરસ બને તે રીતનું આયોજન

રાજ્ય સરકાર તરફથી રાજ્યના છ હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારોને સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે બાબતે પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જો ગ્રામ પંચાયત સમરસ બને તો સમાંતર વિકાસ શક્ય બને તેવું પણ રાજ્ય સરકાર દ્વારા માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Dussera Muhurt: દશેરા એટલે દેવી દુર્ગા દ્વારા અશુભતાના નાશનો દિવસ, શસ્ત્રપૂજા સહિતના શુભ મુહૂર્તો જાણો

આ પણ વાંચો : CM Bhupendra Patelએ કરી શસ્ત્રપૂજા, તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં દશેરાએ શસ્ત્રપૂજાની શરૂઆત કરાવી હતી

ABOUT THE AUTHOR

...view details