ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પર ડ્રોનથી નજર રખાશે : ડીજીપી - શિવાનંદ ઝા

સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. લોકોને ઘરે જ રહેવાની સૂચના વારંવાર આપવામાં આવી રહી છે. તેમ છતાં પણ લોકો સોસાયટીમાં, ફ્લેટમાં અથવા તો મહોલ્લામાં ભારે ભીડ ભેગી કરીને બેસે છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યની તમામ પોલીસ વડાને સૂચના આપીને આવી ભીડ ભેગી નહીં કરવાનો ઓર્ડર આપ્યો છે. આ બાબતે ખાસ ડ્રોનથી સર્વેલન્સ આજથી શરૂ કરવામાં આવ્યું છે.

લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પર ડ્રોનથી નજર રખાશે
લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પર ડ્રોનથી રખાશે નજર: ડીજીપી

By

Published : Mar 29, 2020, 9:46 AM IST

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આપેલી માહિતી પ્રમાણે, લોકડાઉન સમય દરમિયાન લોકો માહોલ જોવા નીકળે છે. જ્યારે સૌથી વધુ યુવાનો પોતાના વાહનો લઈને રોડ પર નીકળી રહ્યા છે. જેથી રાજ્યમાં એપિડેમીક એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે બહાર નીકળશે તો કયાદકીય કાર્યવાહી કરવામાં આવશે. આ રેકોર્ડથી યુવાનોને પાસપોર્ટ, સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી ઉભી થશે.

લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પર ડ્રોનથી નજર રખાશે

શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ લોકોને કાયદાનું પાલન કરવાનું રહેશે. કોઈપણ વ્યક્તિ બહાર નીકળશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે યુવાનો વધુમાં બહાર નીકળી રહ્યા છે તેઓને પણ ખાસ ટકોર કરીને સુચના આપી હતી. જ્યારે જે લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે તે લોકોને પણ આ નિયમ લાગુ પડશે. તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં જાહેરનામા ભંગના 608 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં કુલ 1595 લોકોની અટકાયત કરવામાં આવી છે..

ABOUT THE AUTHOR

...view details