ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યની સરકાર સૌરાષ્ટ્રમાં પીવાનું શુદ્ધ પાણી આપી શકતી નથી, 5 કિમી ચાલવું પડે છે : વિરજી ઠુમ્મર - virji thummar

રાજયમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. તેમ છતાં રાજયમાં સરકાર પીવાના પાણીનું પાણી આપવામાં નિષ્‍ફળ ગઇ છે. વીજીવીસન યોજના હેઠળ રકમની ફાળવણી થાય છે તે વપરાતી નથી. નળમાંથી પ્રટ્રોલ-ડિઝલ નીકળશે તેવા બણગા ફૂંકી રહી છે. છેલ્લા દશ વર્ષમાં વઘુ વરસાદ થયો છે. તેમ છતાં સૌરાષ્‍ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં પાણીની તંગ વર્તાઇ રહી છે. આજે અખબારમાં છપાયેલા સૌરાષ્‍ટ્ર વિસ્‍તારની મહિલાઓ પાંચ કિલોમીટર ચાલીને પાણી લાવે છે. પીવાના પાણી માટે પાઇપ લાઇન અને સૌની યોજનામાં ભષ્‍ટ્રાચાર બહાર આવ્યો છે. આ સરકાર કોન્ટ્રાકટરોની સરકાર બની છે.

સૌરાષ્ટ્રમાં પીવાનું શુદ્ધ પાણી આપી શકતી નથી, 5 કિમી ચાલવું પડે છે : વિરજી ઠુમ્મર
સૌરાષ્ટ્રમાં પીવાનું શુદ્ધ પાણી આપી શકતી નથી, 5 કિમી ચાલવું પડે છે : વિરજી ઠુમ્મર

By

Published : Feb 28, 2020, 1:02 PM IST

ગાંધીનગર : વિધાનસભા સત્રના બીજા દિવસ દરમિયાન પ્રજાના અનેક પ્રશ્નોને લઇ પ્રશ્નોતરી થઇ હતી. તે દરમિયાન કોંગી નેતાએ શાસક પક્ષ પર અનેક આક્ષેપો સાથે કહ્યું કે કોન્ટ્રોકટરો પાસેથી ફાળો ઉઘરવામાં પ્રથમ છે. તેવો અહેવાલ આવ્યો છે. ગાંધી અને સરદારના ગુજરાતની પ્રજા આગળ આવે. પીવાનું પાણી ન આપી શકાય તેમ હોય તો જનતાની માફી માગી લેવી જોઇએ તેવું મને લાગી રહ્યું છે. અમદાવાદ વિસ્‍તારમાં મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી આવતાં નવા વિસ્‍તારમાં ભૂતળમાંથી પાણી સરળતાથી મળી રહ્યું છે. જેથી આ પરસ્‍થિતિ સર્જાઇ નથી. સરકાર પાણી પુરૂ પાડી શક્તી નથી. જેથી પીવાનું પાણી અને ખેડૂતોને પાક માટે પાણી આપે તેની રજૂઆત કરી છે. ઉનાળાની શરૂઆત થઇ નથી. તે પહેલા આ પરિસ્‍થિતિ છે. તો મહિલાઓ વચ્ચે બેડા યુઘ્ઘ થશે. કે મારા મારી પણ થઇ શકે છે.

પાણીના સેમ્પલ પાસ ન થયા હોવા અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેેઓએ જણાવ્યું હતું કે, આજે વિઘાનસભામાં મે વાત કરી કે પીવાનું પાણી પૂરતૂ ન હોય તો બોરનું પાણી કે જેના સેમ્પલ નાપાસ થયા છે. તેને ઘરવપરાશ માટે આપે શુઘ્ઘ કરીને પીવા માટે આપવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ આવ્યો છે. તેવુ; સરકાર કહે છે. કેવો દેશ આગળ આવ્યો છે. તે આપણે જોઇ રહ્યાં છીએ. દિલ્હીમાં હિંસક તાફોનો ફાટી નીકળ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાનનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં આર.એસ.એસ. અને ભાજપના લોકો પોલીસના ડ્રેસ પહેરીને તોફાનો કરવા આવ્યા છે. અમે સૂચનો કરી છીએ તેને રેકાર્ડ પર રાખવામાં આવે છે. પીવાનું પાણી અલગ આપવામાં આવે અને વપરાશનું પાણી પણ અલગ આપવામાં આવે.

બેરોજગારની વાત કરતાં તેેઓએ જણાવ્યું હતું કે, સરકારે બે કરોડ લોકોને દેશમાં નોકરી આપવાની વાત કરી હતી. સાડા છ કરોડ મારી જનતાની વાતો કરતી સરકારે બે હજારને નોકરી આપીને યુવાનોની મશ્કરી કરી છે. રાજય અને કેન્દ્ર સરકારમાં જી.એસ.ટીની આવક ઘટી છે. એમ.બી.એ. અને ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને પકોડા તળવાની વાત કરીને યુવાનોની મશ્કરી કરી રહ્યાં છે.

જગ્યા ભરવાના પ્રશ્નો પર વાત કરતાં તેેઓએ કહ્યું હતું કે, ભાજપ પાસે ભરવા પાસેની જગ્યાઓ નથી. ગઇકાલે નિતીનભાઇ પટેલે સ્‍પષ્‍ટ કહ્યું છે કે, ભાગેડું સરકાર–ઘારાસભ્યો પ્રધાનો બનીને મલાઇ ખાઇ રહ્યાં છે. પશુઓના ડૉક્ટર્સ નહિં પણ સમગ્ર સરકારમાં પચાસ ટકા અઘિકારીઓની જગ્યાઓ ખાલી છે. સરકાર જગ્યાઓ ભરવામાં પણ નિષ્‍ફળ નીવડી છે. તેવો પણ આક્ષેપ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details