ગાંધીનગર ભારત દેશના જવાનો દેશની રક્ષા કરવા માટે અનેક મહિનાઓ સુધી બરફમાં રહેવાની મુશ્કેલી સહે છે. મહત્વની બોર્ડરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ અને ગ્લેશિયર ચીન જેવી બોર્ડર પર ભારતના જવાનોને સરહદી સુરક્ષા માટેની મહત્વની જવાબદારી સોંપાય છે. હવામાનની વિષમતા ઉપરાંત ત્યાં ખોરાકની અગવડતા પણ રહે છે. ઉપરાંત અને જવાનો અમુક બીમારીઓથી પણ પીડાય છે. ત્યારે આર્મીના જવાનોની માંગ પ્રમાણે ડીઆરડીઓ દ્વારા એક ખાસ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીઆરડીઓની સાઇન્ટીસ્ટ ટીમે એક એવું ફૂડ ( DRDO Special Food for Soldiers in Snowy areas ) ટોનિક બનાવ્યું છે કે જેનાથી જવાન ફક્ત એક અથવા તો બે ટોનીક લેવાથી ત્રણથી ચાર દિવસ ભૂખ લાગે નહીં. આ ઉપરાંત ગંભીર બીમારી પણ થઈ શકે નહીં. આ ફૂડ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022( Defexpo 2022 in Gandhinagar ) માં જોવા મળ્યું હતું.
ફક્ત એક અથવા તો બે ટોનીક લેવાથી ત્રણથી ચાર દિવસ ભૂખ લાગે નહીં DRDOનું સ્પેશિયલ ફૂડDRDOના સાયન્ટિસ્ટ મનોજ પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગ્લેશિયર ચીન, લેહ, લદાખ અને કાશ્મીરમાં જે જવાનો પોતાની ફરજ બનાવી રહ્યા છે. ત્યારે બરફ અને ઠંડુ વાતાવરણ હોવાને કારણે બીપીની સમસ્યાઓ અથવા તો મેમરી લોસ જેવી ગંભીર બીમારી થવાની શક્યતાઓ સેવવામાં આવતી હતી. જ્યારે આ બાબતે આર્મી દ્વારા DRDO ને રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત DRDO દ્વારા ખાસ રિસર્ચ કરીને એક ટોનિક( DRDO Special Food for Soldiers in Snowy areas ) તૈયાર કરવામાં આવ્યું છે. એ ઉપરાંત હર્બલ ટી, જ્યુસ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
એક વખત લેવાથી દિવસો સુધી ભૂખ નહીં લાગે DRDO સાયન્ટિસ્ટ મનોજ પટેલે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે જે ટોનિક તૈયાર કરવામાં આવ્યું છે તે જે જવાનો બરફીલા વિસ્તારમાં ફરજ બજાવતા હશે તે તમામ લોકોને શરીરનું તાપમાન મેન્ટેન કરવાની મહત્વની કામગીરી આ ટોનિક કરશે. આ ઉપરાંત જવાનોમાં જે મેમરી લોસ અને બીપીની સમસ્યાઓ સર્જાતી હતી તે પણ હવે સર્જાશે નહીં. જ્યારે જો કોઈ પણ સંજોગોમાં જવાનોને ફૂડ સપ્લાય ન થઈ શકે ત્યારે આવા સંજોગોમાં આ ટોનિક ( DRDO Special Food for Soldiers in Snowy areas )લેવાથી ત્રણ દિવસ, સાત દિવસ અથવા તો 15 દિવસ સુધી પણ ભૂખ લાગતી નથી. શરીરને જે વિટામિન્સ અને મિનરલ રેગ્યુલર પ્રમાણમાં મળવા જોઈએ તે આ ટોનિકથી મળતા રહેશે.
રશિયન આર્મી કરે છે ઉપયોગગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022માં ( Defexpo 2022 in Gandhinagar ) મનોજ પટેલના જણાવ્યા પ્રમાણે રેડ કલરનું ટોનિક અત્યારના સમયમાં રશિયન આર્મી અને ચીન આર્મી દ્વારા પણ ઉપયોગ થઈ રહ્યું છે. જ્યારે ટૂંક સમયમાં ભારતના જવાનો પણ આનો ઉપયોગ કરશે. મહત્વની વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં આર્મીના જવાનો જે ટોનિકનો અથવા તો મેડિસિનનો ઉપયોગ કરતા હતાં તે કેમિકલથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ હતી. જે શરીરને નુકસાન પણ પહોંચાડી શકતી હોવાની સંભાવના હતી. ત્યારે ડીઆરડીઓ દ્વારા ખાસ પદ્ધતિથી આયુર્વેદિક રીતે ( DRDO Special Food for Soldiers in Snowy areas ) આ ટોનીક તૈયાર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ લાગુ કરવામાં આવશે.