ગાંધીનગર વિશ્વના સમગ્ર દેશની આદમી પાસે બોમ્બ ડિફયુઝલ કરવાના મશીન ( Bomb Diffusion Unit ) હોય છે, પરંતુ ભારત સરકારના ડીઆરડીઓ ( DRDO ) દ્વારા એક ખાસ મશીન વાન તૈયાર કરવામાં આવી છે, જે કોઈ વ્યક્તિથી નહીં પરંતુ રીમોટ કંટ્રોલની મદદથી કાર્યરત છે. અને આ બોમ્બ ડિફ્યુઝલ યુનિટ સમગ્ર વિશ્વમાં ફક્ત ભારત પાસે જ છે કે જે રિમોટ કંટ્રોલની મદદથી અને રોબોટિક સાયન્સના માધ્યમથી કાર્યરત રહે છે, જેથી યુદ્ધ અભ્યાસ દરમિયાન અને યુદ્ધ દરમિયાન જે બોમ્બ એમનેમ જ ગયા હોય ત્યારે તેવા બોમ્બને ડિફયુઝ કરવાનું કામ ( Diffusing Bomb )આ મશીન દ્વારા હવે કરવામાં આવશે. ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 ( Defexpo 2022 in Gandhinagar ) માં દેખાયેલા આ મશીન વિશે વધુ જાણકારી આપીએ.
રોબોટિક બૉમ્બ ડિસ્ફ્યુઝલ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશેડીઆરડીઓ ( DRDO )દ્વારા તૈયાર કરવામાં આવેલ રોબોટિક સિસ્ટમ ( Bomb Diffusion Unit )ની વાત કરવામાં આવે તો ડીઆરડીઓના અધિકારી દેવીપ્રસાદે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમમાં સમગ્ર સિસ્ટમ રિમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ ( Diffusing Bomb )કરવામાં આવશે. એરફોર્સ દ્વારા અથવા તો આર્મી દ્વારા જે જગ્યા ઉપર યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હોય અને તે જગ્યાએ બોમ્બ મારો કરવામાં આવ્યો હોય પરંતુ બોમ્બ ફૂટે નહીં તેવા સમયમાં આવા બોમ્બ ખૂબ જ ખતરનાક હોય છે અને ગમે તે સમયે બ્લાસ્ટ થવાની શક્યતા હોય છે. જો આવા બોમ્બ બ્લાસ્ટ થાય તો અમુક કિલોમીટરના વિસ્તારમાં મોટું નુકસાન થઈ શકે છે. ત્યારે આવા બોમ્બને શોધીને આ રોબોટિક બોમ્બ ડિસ્પોઝલ મશીન પોતાની રીતે જ ડિસ્પોઝલનો કાર્ય કરે છે જેથી કોઈપણ કર્મચારીને નુકસાન થવાની શક્યતા શૂન્ય થઈ જાય છે.