ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News: કન્જેક્ટિવાઇટિસ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર- આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ - આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જેક્ટિવાઇટિસ રોગથી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. હાલ રાજ્યમાં 100થી વધુ કન્જક્ટિવાઇટીસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય પાંચ જિલ્લા અમરેલી, ખેડા(નડિયાદ),નવસારી, આણંદ અને સુરત છે.

dont-panic-about-conjunctivitis-disease-but-need-to-be-careful-health-minister-rishikesh-patel
dont-panic-about-conjunctivitis-disease-but-need-to-be-careful-health-minister-rishikesh-patel

By

Published : Jul 20, 2023, 2:04 PM IST

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અનેક બીમારીઓ ઘર કરી જતી હોય છે ત્યારે હાલમાં અનેક જિલ્લાઓમાં આંખની બીમારી એવી કંજંક્ટિવાઇટિસની બીમારીઓ સામે આવી છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષમાં વરસાદ સીઝન વચ્ચે રોગચાળાની પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વરસાદની સિઝનમાં થતા રોગચાળાના અટકાવવા માટે જરૂરીયાત દવાઓનો જથ્થો રાજ્યના તમામ સીએચસીપીએસસી સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 1174 કેસ:રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જક્ટિ વાઇટીસ રોગથી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવાની વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ સિવિલ હોસ્પિટલમાં કન્જક્ટિવાઇટીસ રોગની સંપૂર્ણ સારવાર અને દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. હાલ રાજ્યમાં 100થી વધુ કન્જક્ટિવાઇટીસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય પાંચ જિલ્લા અમરેલી, ખેડા(નડિયાદ),નવસારી, આણંદ અને સુરત છે. આ પાંચ જિલ્લામાં કુલ 1174 જેટલા કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં 312, ખેડા જિલ્લામાં 280, નવસારી જિલ્લામાં 261, આણંદ જિલ્લામાં 196 અને સુરત જિલ્લામાં 125 જેટલા કેસ તારીખ 18 જુલાઇની સ્થિતીએ જોવા મળ્યા છે.

ડેન્ગ્યુ-મેલેરિયાનું ટેસ્ટિંગ ચાલુ:વરસાદની સિઝનમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા કેસો પણ સામે આવે છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા વધુ ફેલાઈને તેને પણ ધ્યાનમાં લઈને ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના પ્રવક્તા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વરસાદી ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયત માટે પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરી છે. 18 જુલાઇ 2023ની સ્થિતિએ રાજ્યમાં 85 લાખ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 953 મેલેરિયા કેસ નોંધાયા છે જ્યારે 39 હજાર સીરમ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 650 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. રાજયમાં વાહક જન્ય રોગ અટકાયત માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરાઇ છે.

જન આંદોલન:ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો ફેલાય નહીં અને સ્વચ્છતા રહે તે માટે રાજ્યના પૂર્વ પ્રધાન ઋષિકેશ પટેલ એ લોકોને જન આંદોલન કરવા માટેની પણ આહવાન કર્યું હતું ઉલ્લેખ છે કે વરસાદમાં પાણી જે જગ્યા પર આવ્યું હોય તે જગ્યાએ થાય છે અને ત્યાંથી જ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીનો ઉદ્ભવ થાય છે. આવી જગ્યાએ સાફ-સફાઈ રાખવી અને સ્થાનિક તંત્રને પણ જાણ કરીને ત્યાં સાફ સફાઈ રાખવાની વાત ઋષિકેશ પટેલે કરી હતી.

  1. Vadodara News: આંખને પણ 'આંખ' આવી, અભિયાન રૂપે સરકાર 'લાલ આંખ' કરશે?
  2. Ahmedabad News : અમદાવાદમાં વાઈરલ કન્જક્ટિવાઇટિસ કેસમાં 300 ટકા વધારો, શું રાખશો સાવધાની જાણો ડોક્ટર પાસેથી

ABOUT THE AUTHOR

...view details