ગાંધીનગર: 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નમસ્તે ટ્રંપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બે દિવસ પહેલા જ આ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ સમિતિમાં ચેરમેન પદ ઉપર અમદાવાદના મેયર બીજલ પટેલને રાખવામાં આવ્યા છે. પરંતુ સમિતિમાં સભ્ય તરીકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ સ્થાન આપવામાં આવ્યું નથી.
નમસ્તે ટ્રમ્પ: સીએમ રૂપાણી બસમાં આવશે અને પ્રેક્ષક બનશે
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વિશ્વની બે મહાસત્તાના નેતા નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે. પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે ગુજરાત રાજ્યમાં આવેલું છે. તેજ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેડિયમમાં પ્રેક્ષક તરીકે હાજર રહેશે, ઉપરાંત તેઓ પોતાના કાફલા સાથે નહીં પરંતુ બસમાં સ્ટેડિયમ સુધી પહોંચવું પડશે તેવું પણ સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ પણ નહીં જાય કારણ કે સ્વાગત સમિતિમાં તેમનું પણ નામ નહિ રાખતા તેઓ એરપોર્ટ નહી જાય. આમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પટેલનું નમસ્તે કાર્યક્રમમાં વધુ મહત્વ હોય તેઓ દેખાઇ રહ્યું છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સ્વાગત માટેની વાતો તથા સ્ટેડિયમમાં પ્રવેશને લઈને થઈ રહેલી ચર્ચાઓ તો થઈ રહી છે પણ હવે જ્યારે કાર્યક્રમ યોજાશે અને દ્રશ્યો સામે આવશે ત્યારે જ દૂધ અને પાણીનું પાણી સાફ થશે.