ગાંધીનગર રાજ્યમાં દીપોત્સવી 2022ના પર્વના દિવસોની શરૂઆત થઈ છે, જ્યારે રાજ્ય સરકારમાં આજે તમામ સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે મહત્વની ભેટ ( Diwali Vacation in Gandhinagar Secretariat ) આપી છે. જેમાં આજે રાજયના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર અને રાજ્યપાલની સહી સાથે જાહેરાત કરવામાં આવી છે. જેમાં 25 ઓક્ટોબરના દિવસે જે પડતર દિવસ છે તેને પણ સત્તાવાર રીતે રજાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરી છે. આમ દિવાળીની પાંચ દિવસની રજાઓ (Holiday from October 22 to 26 ) મળશે.
સચિવાલયમાં 5 દિવસનું મીની વેકેશન, 22થી 26 ઓકટોબર સુધી રજા જાહેર
દીપોત્સવી 2022ના પર્વના દિવસો આજે રમા એકાદશીથી શરુ થઇ ચૂક્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વચ્ચેના પડતર દિવસને પણ રજા જાહેર ( Diwali Vacation in Gandhinagar Secretariat )કરી સરકારે દીપોત્સવી પર્વને લઇ પાંચ દિવસનું મીની વેકેશન (Holiday from October 22 to 26 ) આપી દીધું છે.
સચિવાલયમાં 5 દિવસનું મીની વેકેશનસરકારી કર્મચારીઓની રજાની વાત કરવામાં આવે તો 22 ઓક્ટોબર કે જે ચોથો શનિવાર આવે છે અને ચોથા શનિવારે રાજ્ય સરકારમાં રજા હોય છે. ત્યારે 22 ઓક્ટોબર શનિવાર 23 ઓક્ટોબર રવિવાર 24 ઓક્ટોબર દિવાળી 25 ઓક્ટોબર જે પડતર દિવસ છે તેની રજા જાહેરાત કરી છે. તે અને 26 ઓક્ટોબર નવા વર્ષની રજા સત્તાવાર રાજ્ય સરકાર દ્વારા જાહેરાત(Holiday from October 22 to 26 ) કરવામાં આવી છે. આમ રાજ્યના સરકારી કર્મચારીઓને સળંગ પાંચ દિવસ મીની વેકેશનની જાહેરાત ( Diwali Vacation in Gandhinagar Secretariat )રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરાઈ છે.
રજા બાદ ચૂંટણીની જાહેરાતદિવાળીની રજા બાદ રાજ્ય સરકાર 27 ઓક્ટોબરના દિવસે અમુક પ્રધાનો સચિવાલયમાં હાજર રહેશે. જ્યારે તમામ સરકારી કર્મચારીઓ પણ સચિવાલયમાં હાજર રહેશે. પરંતુ અને ઓક્ટોબરના અંત સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની સત્તાવાર જાહેરાત કરશે. આમ હવે સચિવાલયમાં ( Diwali Vacation in Gandhinagar Secretariat ) સામાન્ય જનતા ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળશે.