ગુજરાત

gujarat

ETV Bharat / state

Diwali 2023 : ફાયર વિભાગના કર્મચારીઓની રજા રદ, ગાંધીનગરમાં 3 સ્પોટ પર ટીમ તહેનાત, ફટાકડા દુકાનો માટે નિયમો ફરજિયાત - ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર

દિવાળી 2023ના દિવસો ગાંધીનગર ફાયર વિભાગના કર્મચારીઓ પરિવાર સાથે નથી ગુજારવાના. કારણ કે તેમની રજાઓ રદ થઇ છે. આ ઉપરાંત ફટાકડાની દુકાન માટે ફરજિયાત નિયમો પાળવાના રહેશે. વધુ વાંચો.

Diwali 2023 : ફાયર વિભાગના કર્મચારીઓની રજા રદ, ગાંધીનગરમાં 3 સ્પોટ પર ટીમ તહેનાત, ફટાકડા દુકાનો માટે નિયમો ફરજિયાત
Diwali 2023 : ફાયર વિભાગના કર્મચારીઓની રજા રદ, ગાંધીનગરમાં 3 સ્પોટ પર ટીમ તહેનાત, ફટાકડા દુકાનો માટે નિયમો ફરજિયાત

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 4:12 PM IST

દિવાળીમાં આગની ઘટનાઓ ખાળવા પ્લાનિંગ

ગાંધીનગર : દિવાળીને હવે ગણતરીના ચાર દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દિવાળીને લઈને ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને ફટાકડાના કારણે કોઈ જાનહાનિ અથવા તો મોટી આગની ઘટના ન બને તે માટેનો એક્શન પ્લાન તૈયાર કરીને ગાંધીનગર ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ગાંધીનગરના અલગ અલગ ત્રણ સ્પોટ પર ફાયર બ્રિગેડની ટીમને તહેનાત કરવામાં આવશે.

ફટાકડા દુકાનો માટે નિયમો ફરજિયાત : ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર કે એમ દસ્તૂરે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં ફટાકડાની દુકાન અથવા તો સ્ટોલ કરવા માટે પણ નિયમો રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા 205 જેટલા અભિપ્રાયો આપવામાં આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો ફટાકડાના સ્ટોલ કરવા માટે પતરાના સ્ટોલ રાખવા જરૂરી છે. આ ઉપરાંત ફટાકડાના સ્ટોલમાં કોઈપણ વ્યક્તિ અગરબત્તી અથવા તો જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી શકશે નહીં.

સાથે જ ફટાકડાના સ્ટોલની બહાર માટી અને ફાયર એક્સ્ટિંગ્વિશ યુઝર સિસ્ટમ પણ રાખવી ફરજિયાત છે. આ દરમિયાન ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવશે. જો કોઈ પણ સુરક્ષાની ખામી હશે તો તાત્કાલિક ધોરણે તેમનો સ્ટોલ બંધ કરવાના પગલાં લેવામાં આવશે...કે. એમ. દસ્તૂર (ગાંધીનગર ફાયર બ્રિગેડ ચીફ ઓફિસર)

3 સ્પોટ પર 24 કલાક ટીમ તહેનાત :ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર કે.એમ.દસ્તૂરે ફટાકડા અને દિવાળીની તૈયારીઓ બાબતે જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં દિવાળીના તહેવારને લઈને ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરના મહત્વના 3 સેન્ટર વિસ્તાર જેવા કે સેકટર 21 સેકટર 6 અને રિલાયન્સ ચોકડી પાસે 24 કલાક માટે ટીમ રાખવામાં આવી છે. જેથી કોઈ ફાયરની ઘટના હોય તો શહેરના કોઈ પણ ખૂણે ફાયરની ટીમ ગણતરીના સેકન્ડ અને મિનિટમાં પહોંચી શકે, જ્યારે પ્રતિ ટીમમાં 5 સભ્યો રાખવામાં આવ્યા છે.

તમામ કર્મચારીઓની રજા રદ : દસ્તૂરે વધુમાં જણાવ્યું હતું કે તમામ ટીમ 24 કલાક સુધી 8 નવેમ્બર થી 13 નવેમ્બર સુધી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે ઉપરાંત ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવે છે. આમ દિવાળીના તહેવાર દરમિયાન કુલ 55 ફાયરમેન 18 ડ્રાઇવરો, 3 સબ ફાયર ઓફિસરની ખડેપગે ફરજ બજાવશે.

ફટાકડાં ફોડતાં સમયે મકાનોની બારી બંધ રાખવાની સૂચના : દિવાળીના તહેવારોની રાત્રે લોકો મોટી સંખ્યામાં ફટાકડાં ફોડે છે અને આતશબાજી કરતા હોય છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે ગાંધીનગરના રહેવાસીઓને સૂચના આપી હતી કે રાત્રિના સમયે દરમિયાન ઘરના બારી અને બારણા બંધ રાખવા જેથી આતશબાજીમાં વાપરવામાં આવેલ રોકેટ ઘરમાં ઘૂસી ન જાય અને આગની ઘટનાને રોકી શકાય. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આવી ઘટના બની હતી. તેથી આ વર્ષે પણ આવી ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને ચીફ ફાયર ઓફિસરે લોકોને ઘરના ફ્લેટના બારણા અને બારી બંધ રાખવાની સલાહ સૂચના પણ આપી છે.

  1. Dhrangadhra Fire: ધ્રાંગધ્રામાં 10 થી વધુ દુકાનોમાં આગમાં બળીને ખાખ, ધ્રાંગધ્રા સહિત સાણંદ, વિરમગામ અને ધંધુકાની ફાયર ટીમો ઘટના સ્થળે
  2. Rajkot News: પતંગ દોરીની દુકાનમાં અચાનક આગ લાગી, લાખોનું નુકશાન થતાં વેપારી ચિંતિત
  3. Cabinet Meeting : તહેવારોમાં જ નહીં 365 દિવસ ખાદ્યપદાર્થમાં ભેળસેળ વિરુદ્ધ કાર્યવાહી કરવા સીએમની ટકોર, કડક કાર્યવાહીના આદેશ

ABOUT THE AUTHOR

...view details