ગાંધીનગરકેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission of India) ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત (Gujarat Assembly Election 2022) કરી દીધી છે. ત્યારે હવે રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. બીજા તબક્કા હેઠળ ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો માટે મતદાન થશે. ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી. કે.એ (District Collector Gandhinagar) માહિતી આપી હતી. તો આ 5 બેઠક પૈકી એક બેઠક ગાંધીનગર શહેરમાં આવે છે. જ્યારે કલોલ વિધાનસભા બેઠકને સંવેદનશીલ બેઠક તરીકે હોવાનું નિવેદન પણ જિલ્લા કલેક્ટરે આપ્યું હતું.
ગાંધીનગર જિલ્લાની પરિસ્થિતિગાંધીનગર જિલ્લામાં (District Collector Gandhinagar) 5 પૈકી 1 શહેરી વિસ્તારની બેઠક છે. દહેગામ 34, ગાંધીનગર દક્ષિણ 35, ગાંધીનગર ઉત્તર 36, માણસા 37, કલોલ 38. તો ગાંધીનગરમાં 1,350 કુલ મતદાન મથકો છે. આમાંથી શહેરી વિસ્તારમાં 421 મતદાન મથક અને ગ્રામ્ય વિસ્તારમાં 929 મતદાન મથકો છે.
સિનિયર સીટીઝન માટે વ્યવસ્થા ક્યાં કેટલા મતદાન મથક35 સખી મતદાન મથક, 5 આદર્શ મતદાન મથક, 5 દિવ્યાંગ મતદાન મથક, 5 ઈકો ફ્રેન્ડલી મથક, 1 યુવા મતદાન મથક છે.
કુલ મતદારોગાંધીનગરમાં કુલ 13,25,604 મતદારો છે. તેમાંથી 6,79,212 પુરૂષ મતદારો છે. જ્યારે 6,46,343 મહિલા મતદારો અને અન્ય મતદારો 49 છે. આમાંથી 18થી 19 વર્ષના 27,599 મતદારો, 20થી 29 વર્ષના 2,66,668 મતદારો, 80 વર્ષથી વધુના મતદારો 24,270 મદતારો, 1092 સેવા મતદારો છે. જ્યારે PWD મતદારોની સંખ્યા 14,057 છે.
આદર્શ આચાર સંહિતા અને ખર્ચ નિયંત્રણ માટે વિવિધ ટીમની રચનાFST 20, SST 28, VST 24, VVT 12. જ્યારે એકાઉન્ટટિંગ ટીમ 9 હશે.
ચૂંટણી સ્ટાફની વિગતોપોલિંગ પાર્ટીના 6,000 અને પોલીસના 6,000 જવાનો તહેનાત રહેશે. જ્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારોને વિવિધ પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ હશે.
પૈસાની દેવડ દેવડ પર નજરજિલ્લા કલેક્ટર પ્રવિણા ડી. કે.એ મીડિયા (District Collector Gandhinagar) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) અંતર્ગત ગુજરાતમાં આચારસંહિતા (Code of Conduct in Gujarat) લાગુ છે અને ગાંધીનગર જે બીજા ફેઝમાં તેનું મતદાન થવાનું છે. ત્યારે આચારસંહિતા દરમિયાન પૈસાની લેવડદેવડ પર પણ સ્થાનિક તંત્રની નજર રાખવામાં આવશે. કેટલીક મર્યાદાની બહાર પૈસાની અવરજવર થતી હશે. તો તેના ઉપર ધ્યાન રાખવામાં આવશે અને તપાસ પણ કરવામાં આવશે કે, જ્યારે જો પૈસાની રકમ વધુ હોય તો જેતે વ્યક્તિ પૈસાને હકદાર હોય તેણે પુરાવો સાથે રાખવો પડશે જેથી લોકોને અને પૈસા લઈ જનારને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં.
સિનિયર સીટીઝન માટે વ્યવસ્થાગાંધીનગર કલેક્ટર પ્રવિણા ડી.કે.એ વધુમાં (District Collector Gandhinagar) જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) સિનિયર સિટીઝન વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે પણ શું ચાલુ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મતદાન મથક ઉપર સિનિયર સિટીઝનને લગતી તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેર અને જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠકમાં 80થી વધુ વર્ષના કુલ 24,270 મતદારો નોંધાયા છે. જ્યારે બીએલઓ દ્વારા જે સિનિયર સિટીઝનો મતદાન મથકે આવી શકે તેમ નથી તેવા લોકોનો સરવે કરીને ફોર્મ 12 D આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
6000 જેટલા પોલીસકર્મીઓગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) શાંતિ રીતે પૂર્ણ થાય તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર જિલ્લામાં 5 વિધાનસભા બેઠક અંતર્ગત 6,000 જેટલા પોલીસ કર્મચારીઓને ઈલેક્શનની ડ્યુટી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આદર્શ આચારસંહિતા (Code of Conduct in Gujarat) અને ખર્ચ નિયંત્રણ માટે પણ અલગ અલગ ટીમોની રચના ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે.