ગુજરાત

gujarat

ETV Bharat / state

સરહદ પર સુરક્ષા કરતા જવાનોને જિલ્લા આયુર્વેદ વિભાગ કોરોના સામે સુરક્ષા આપશે - Gandhinagar News

કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં બી.એસ.એફ.ના જવાનો શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે.

etv bharat
ગાંધીનગર : સરહદ પર સુરક્ષા કરતા જવાનોને જિલ્લા આયુર્વેદ વિભાગ કોરોના સામે સુરક્ષા આપશે

By

Published : Jul 31, 2020, 2:54 PM IST

ગાંધીનગર: કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં બી.એસ.એફ.ના જવાનો શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહેએ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે. બીએસએફ કેમ્પમાં જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા આયુષ ડોકટરની સેવા આપવામાં આવી છે. સપ્તાહમાં એક દિવસ આયુર્વેદિક ડોક્ટર બીએસએફ કેમ્પસમાં જઈને ત્રણ કલાક જવાનોની સારવાર કરશે.

ગાંધીનગર : સરહદ પર સુરક્ષા કરતા જવાનોને જિલ્લા આયુર્વેદ વિભાગ કોરોના સામે સુરક્ષા આપશે

બી.એસ.એફ કેમ્પસ, ગાંધીનગર તથા રાજ્યભરની અન્ય સંસ્થાઓ જેવી કે CRAS (અમદાવાદ), IIM, IT તથા સંરક્ષણની અને હોસ્પિટલોમાં જે સંસ્થા ઇચ્છુક હોય ત્યાં આયુર્વેદ સેવા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. બી.એસ.એફ. દ્વારા દેશની સુરક્ષા પુરી પાડવી તથા દેશભરમાં જ્યાં જરૂર પડે ત્યાં સુરક્ષા, કુદરતી આફત તેમજ સમાજ સેવાના કાર્યોમાં શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે.

ગાંધીનગર : સરહદ પર સુરક્ષા કરતા જવાનોને જિલ્લા આયુર્વેદ વિભાગ કોરોના સામે સુરક્ષા આપશે
બી.એસ.એફ.ના જવાનો શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે અને જો કોઈ રોગ થાય તો તેને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી સારવાર તથા સ્વસ્થ જીવન શૈલી માર્ગદર્શન વિના મુલ્યે મળી રહે તે માટે બી.એસ.એફ. કેમ્પસ ચિલોડા, ગાંધીનગરના આઇ.જી. જ્ઞાનેદ્ર મલેક દ્વારા આયુષ નિયામકને આયુર્વેદિક ઓપીડી લેવલની સેવા આપવા રજૂઆત કરતા આયુષ નિયામક ભાવનાબેન પટેલે જણાવ્યું હતું કે, દર મંગળવારે સવારે 9:30થી 12:30 સુધી જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું દો.વાસણાના મેડિકલ ઓફિસરની સેવા આપશે. જેમના દ્વારા આયુર્વેદ પધ્ધતિની સારવાર અને સ્વાથ્ય રક્ષણનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
ગાંધીનગર : સરહદ પર સુરક્ષા કરતા જવાનોને જિલ્લા આયુર્વેદ વિભાગ કોરોના સામે સુરક્ષા આપશે

ABOUT THE AUTHOR

...view details