ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV Bharat ના અહેવાલ બાદ સરકારનો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો - corona vaccine precosan dose

ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આજે (Gujarat Cabinet Meeting)મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પડેલા વરસાદ બાદ જિલ્લાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. તેમજ કેબિનેટ બેઠકમાં ડ્રોન કોર્સને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં પ્રીકોસન ડોઝ મફતમાં આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

11 જૂને ETV ભારતે રજૂ કરેલ એહવાલ પર ગુજરાત કેબીનેટની ડ્રોન કોર્સ મંજૂરી
11 જૂને ETV ભારતે રજૂ કરેલ એહવાલ પર ગુજરાત કેબીનેટની ડ્રોન કોર્સ મંજૂરી

By

Published : Jul 14, 2022, 8:07 PM IST

Updated : Jul 16, 2022, 2:21 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ (Chief Minister of the State)સમય યોજાયેલી કેબિનેટ બેઠકમાં આજે મહત્વના (Gujarat Cabinet Meeting)નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે ત્યારે આવા જિલ્લાઓમાં રોગચાળો ફાટી ના નીકળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 17.10 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ થયા પછી દવાના છંટકાવ કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારે આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત કેબીનેટ બેઠક

11 જૂનના એહવાલને કેબીનેટની મંજૂરી -ETV Bharat દ્વારા 11 જૂનના દિવસે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જુલાઈ મહિનાથી વિદ્યાર્થીઓ માટે ડ્રોન કોર્સ શરૂ (Drone course approved)કરવામાં આવશે તેવા અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ મળેલી કેબિનેટ બેઠકમાં ડ્રોન કોર્સને મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ કોર્સમાં ખાનગી સંસ્થામાં અભ્યાસ માટે 50 થી 70 હજાર જેટલી ફી લેવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ફક્ત 15000ના સામાન્ય ખર્ચે વિદ્યાર્થીઓને ડ્રોનની ટ્રેનિંગ આપવામાં આવશે, જ્યારે ટ્રેનિંગ બાદ વિદ્યાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસીસ ડ્રોન ડેટા પ્રોસેસિંગ એન્ડ એનાલિટિક્સ જેવા અભ્યાસક્રમ પણ કરાવવામાં આવશે. જેમાં યુવાઓને આવનારા દિવસોમાં ખેતી ગૃહ વિભાગ જેવા વિભાગોમાં રોજગારી પ્રાપ્ત થશે.

આ પણ વાંચોઃઆજે યોજાશે કેબિનેટ બેઠક, આ કાર્યો પર મૂકાશે ભાર

975 બ્લોક ની હરાજી પૂર્ણ -વધુમાં જણાવ્યું હતું કે ખાણ ખનિજ વિભાગે રાજ્ય સરકારે સિદ્ધી પ્રાપ્ત કરી 3 કરોડનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ક્રમે ગુજરાત રાજ્ય છે.આ ઉપરાંત રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ખાણ ખનીજને કોઈ 1533 બ્લોકની હરાજી ફાળવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં 975 બ્લોકમાં સફળતાપૂર્વક રાજી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે રાજ્ય સરકારના રોયલ્ટી અને પ્રીમિયમ પેટે અંદાજે 2104 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે.

રાજ્યમાં શરૂ થશે પ્રિકોશન ડોઝ -કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પ્રીકોસન ડોઝ મફતમાં આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજની કેબિનેટ બેઠકમાં પણ આ બાબતે ખાસ તૈયારીઓ અને ચર્ચા કરવામાં આવી હતી ત્યારે રાજ્યના પ્રવક્તા પટેલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 18 થી 59 વર્ષના વહી જૂથના નાગરિકોના વિના મૂલ્ય કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવશે. આમ આવતીકાલથી એટલે કે 15 જુલાઈ થી 75 દિવસ સુધી તમામ જિલ્લા અને કોર્પોરેશન ખાતે સરકારી કોરોના રસીકરણ કેન્દ્ર પર રસીના પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચોઃCabinet Meeting in Gandhinagar : પીવાના પાણી બાબતે 7 દિવસમાં 1416 ફરિયાદ મળી, સરકારે શું કર્યું જાણો

નવી રેલ યોજનાનું કેબીનેટ બેઠકમાં ચર્ચા -કેન્દ્રીય કેબિને બેઠકમાં ગુજરાતમાં અંબાજી અને આબુરોડની નવી રેલ પરી યોજનાની મંજૂરી આપવામાં આવી છે. અંબાજી આબુરોડ નવી રેલવે પરી યોજનાને કેન્દ્રીય કેબિનેટ મંજૂરી આપી જે સમગ્ર ગુજરાતની જનતા વતી આજે કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત સાથે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનો આભાર માનવામાં આવ્યો છે. આ 116 km લાંબી રેલવે પર યોજનામાં મહેસાણાની તારંગા ટેકનીકલ પ્રસિદ્ધ અજીત નાથ જૈન તીર્થ શક્તિપીઠ અંબાજી મંદિર અને આબુરોડ જતા પ્રવાસીઓને સીધો ફાયદો થશે જ્યારે આ સમગ્ર પ્રોજેક્ટ વર્ષ 2026 માં રૂપિયા 2798 કરોડના ખર્ચે પૂર્ણ થશે.

Last Updated : Jul 16, 2022, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details