ગુજરાત

gujarat

ETV Bharat / state

Dholera Airport : 2026ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે : ઉદ્યોગ પ્રધાન - Gandhinagar news

ગાંધીનગર ઉદ્યોગ પ્રધાનના અધ્યક્ષ સ્થાને રાજ્યના વિકાસ માટે મહત્વની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2026ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે તેવી માહિતી મળી છે. તેમજ લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગને (MSME) સ્પર્શતા તમામ પ્રશ્નોનો નિકાલ કરવા અંગેની વિચારણા કરવામાં આવી છે.

Dholera Airport : 2026ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે : ઉદ્યોગ પ્રધાન
Dholera Airport : 2026ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે : ઉદ્યોગ પ્રધાન

By

Published : Jun 6, 2023, 10:39 PM IST

ગાંધીનગર : ગાંધીનગર ખાતે આજે રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય, ઝીરો પેન્ડન્સીનો લક્ષ્યાંક, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહિતની અનેક બાબતે પર હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક અને હર્ષ સંઘવી સહિત અનેક ધારાસભ્ય હતા. જેમાં ગુજરાતમાં એરપોર્ટને લઈને બહુ ચર્ચિત ધોલેરા એરપોર્ટનું કાર્ય વર્ષ 2026ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે તેવા સંકેત મળ્યા છે.

ધોલેરા એરપોર્ટનું કાર્ય :જેમાં ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. રાજ્યના માળખાકીય વિકાસમાં ઉદાહરણરૂપ એવા ધોલેરા એરપોર્ટનું કાર્ય આગામી વર્ષ 2026ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જેના માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગને (MSME) સ્પર્શતા તમામ પ્રશ્નોનો નિકાલ કરવા આગામી સપ્તાહમાં 'ઝીરો પેન્ડન્સી'નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે સરાહનીય કામગીરી છે. તેમણે શ્રમ અને રોજગારની યોજનાઓ તમામ ધારાસભ્યોને પહોંચે તે માટે વિભાગને સૂચન કર્યું હતું.

મીઠા ઉદ્યોગને વધુ વેગ :રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્માએ રાજ્યના મીઠા ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે અગરિયાઓની સુવિધાઓમાં હજુ વધારો કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા અનુબંધમ પોર્ટલ રોજગાર પ્રદાતા અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે કડીરૂપ છે. આ પોર્ટલ પર વધુને વધુ સેક્ટર સ્પેસિફિક ઉદ્યોગોને જોડવા માટે તેમણે સૂચના આપી હતી.

હકારાત્મક ચર્ચા-વિચારણા :આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉદ્યોગ કમિશનરની કચેરી, કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી તેમજ શ્રમ અને રોજગારની વિવિધ કચેરીઓ દ્વારા જુદા-જુદા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત વિભાગની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી, જેના અનુસંધાને દ્વિપક્ષીય હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

રોજગારીની તકો ઊભી કરવા સૂચન :પરામર્શ સમિતિના સભ્ય સંસદસભ્ય-ધારાસભ્યઓ દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં, નવી જીઆઈડીસી કાર્યાન્વિત કરવા, નાગરિક ઉડ્ડયન અંતર્ગત રાજ્યના એરપોર્ટ્સનું સુદ્રઢીકરણ કરવા, સ્માર્ટ સિરામિક પાર્ક સ્થાપવા, લઘુત્તમ વેતન, કામકાજના કલાકો સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી. સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા મહિલાઓ માટે અલાયદી ડ્રાઈવિંગ સ્કુલ ઊભી કરી રોજગારીની તકો ઊભી કરવા અંગે સૂચન કરવામાં આવ્યા હતાં.

કોણ કોણ આ બેઠકમાં રહ્યું હાજર :આ બેઠકમાં આમંત્રિત સભ્ય તરીકે સંસદસભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્યો સર્વે અનિકેત ઠાકર, મુકેશ પટેલ, દુર્લભજી દેથરીયા, ભગવાનજી કરગટીયા, કનૈયાલાલ કિશોરી, ચૈતન્યસિંહ ઝાલા, ઈમરાન ખેડાવાલાએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆત અન્વયે વિચાર-વિમર્શ કર્યો હતો. તેમજ આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ હરીત શુક્લા, જીઆઈડીસીના એમ.ડી. રાહુલ ગુપ્તા, કુટિર અને ગ્રામોદ્યોગના સચિવ પી. કે. સોલંકી, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, નાગરિક ઉડ્ડયન નિયામક નીતિન સાંગવાન તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

  1. Surat News : શા માટે સુરત એરપોર્ટ પર બે વાર બે ફ્લાઇટ રનવે પર આમને સામે જોવા મળી, જાણો કારણ...
  2. Dholera Airport project : 1305 કરોડ મંજૂર કરતાં પીએમ મોદી, જૂઓ શું થશે ફાયદો
  3. ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે, ફેઝ-1નું ટેન્ડર જાહેર કરાયું

ABOUT THE AUTHOR

...view details