પ્રાપ્ત માહિતી અનુસારદહેગામ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દીપક અમીનને ફરિયાદ મળી હતી કે, મારુતિ ફ્લોર નામની સ્કીમમાંથી ગંદુ પાણી રોડ તથા પોતાના ખુલ્લા પાડી રહેલા પ્લોટમાં ઢોળવામાં આવે છે. જેના લીધે માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ભારે ઉપદ્રવ થાય છે. બિલ્ડર દ્વારા યોગ્ય ખાર કૂવા ન બનાવતા અંડર ગ્રાઉન્ડ કુંડીઓમાં પાણી ભરાઈ જાય છે અને તે પાણીને પંપ વડે બહાર ઢોળી દેવામાં આવે છે.
દહેગામમાં ગંદા પાણીનો નિકાલ જાહેરમાં કરવા બાબતે પાલિકાએ બિલ્ડરને આપી નોટિસ - Gujarat news
ગાંધીનગરઃ દહેગામ નગરપાલિકા દ્વારા એક ખાનગી બિલ્ડરને ગટરના ગંદા પાણીનો નિકાલ રસ્તા પર કરાતો હોવાથી પાલીકાએ નોટિસ પાઠવી છે. ગટરના ગંદા પાણીને રોડ પર જાહેરમાં મોટર મૂકી છોડવામાં આવતું હતું. જાહેર આરોગ્યને નુકસાનકારક આ પ્રવૃત્તિને ડામવા અને નક્કર પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.
ફરિયાદ મળતાં જ પાલિકાની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી અને મળેલી હકીકત સાચી નીકળતા બિલ્ડરને નોટિસ આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 7 દિવસની અંદર યોગ્ય ખાર કૂવો નહિ બનાવવામાં આવ્યો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બિલ્ડર દ્વારા આપેલા વચનો પૈકી આ ખાર કુવાનું વચન પણ ઠગારું નીવડ્યું છે. સ્કીમમાં CCTV કેમેરા પણ નાખવાનું કહેવામાં આવ્યું હતુંછતાં પણ બિલ્ડર દ્વારા નાખવામાં આવ્યા નથી અને ખાર કુવા સહિત અન્ય સુવિધાઓ પણ પૂરી કરવામાં આવી નથી. ખાનગી બિલ્ડરો બુકિંગ થઇ ગયા બાદ બાદશાહ બની જતા હોય છે અને મધ્યમ વર્ગીય માણસો જે પાઈ પાઈ ભેગી કરીને પોતાના સપનાનું ઘર ખરીદતાં હોય છે તેને છેતરી લેવામાં આવતા હોય છે.