રાજ્યના 11 પોલીસ અધિકારીઓને અપાયા DGP ચંદ્રક, પદક આપનારું ગુજરાત 7મું રાજ્ય બન્યું
રાજ્યના પોલીસ દળમા સારી કામગીરી કરનાર તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ માટેના આ ખાસ પોલીસ ચંદ્રકને ડી.જી.પી. કમન્ડેશન ડીસ્ક ( “ DGP's commendation Disc ” ) તરીકે ઓળખવામાં આવે છે . દેશના આસામ , હિમાચલ પ્રદેશ , પંજાબ , ત્રિપુરા , ઉત્તર પ્રદેશ , અને કેરાલા જેવા રાજ્યો તથા સીમા સુરક્ષા બળ અને સી.આર.પી.એફ જેવા પેરામીલટરી દળોમાં આવો પદક આપવામાં આવે છે . હવે ગુજરાત પણ આવો ચંદ્રક આપનાર 7મું રાજ્ય બન્યુ છે. પોલીસની આવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા એક નવો પદક આપવાની પહેલ કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓને આ ચંદ્રક આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો . જેમાં ચાલુ વર્ષ માટે જે 110 પોલીસ અધિકારીઓને ડી.જી.પી. ડિસ્ક રૂપે આ એવોર્ડ આપવામાં આવેલ હતો. યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે કરાઈ ખાતેના વિશાળ ઓડીટોરીયમમાં અલગ - અલગ ટીમમાં વિજેતા અધિકારીઓને હાજર રાખીને, પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા દરેક વિજેતાને આ ચંદ્રક તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું . કોવિડ 19 ને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમમાં કોઇ મહેમાનો અથવા પોલીસ અધિકારીઓના પરિવારજનોને હાજર રાખવામાં આવેલ ન હતા.