ગાંધીનગર : ગુજરાતના દરિયાકિનારે અને આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી વર્ષ 2022 દરમિયાન 2120.825 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો (Drugs seized at okha dwarka coast) ઝડપાયો છે, ત્યારે ગઈકાલે ગુજરાત ATS અને INDIA COST GARD દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને 40 કિલો હેરોઇનની કુલ આંતરરાષ્ટ્રીય બજાર કિંમતના 280 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 5 દિવસ સુધી ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સર્વેલન્સ કર્યા બાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું નિવેદન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આપ્યું છે. (DGP Ashish Bhatia on Drugs seized)
1992 પછી પ્રથમ વખત બની ઘટના રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1992 બાદ પ્રથમ વખત વર્ષ 2022માં પાકિસ્તાનથી હથિયાર સાથે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના જોઈન્ટ ઓપરેશનના કારણે ગુજરાતના ઓખા બંદર ખાતે આવનારી પાકિસ્તાની બોટને ગુજરાતના દરિયા કિનારે જ ઝડપી લેવામાં આવી છે. જ્યારે કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરીને બોટને આંતરી લેવાઈ હતી, પરંતુ બોર્ડ ખરાબ હોવાના કારણે બોટને ત્યાં છોડીને કોસ્ટગાર્ડે છ આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (Coastguard seized drugs from Okha port)
5 દિવસ પહેલા મળી હતી બાતમી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને પાંચ દિવસ પહેલા જ બાતમી મળી હતી. જેમાં પાકિસ્તાન સ્થિત હાજી સલીમ બલોચ વાળા નામનો ડ્રગ્સ માફિયા બલોચિસ્તાનથી પાકિસ્તાનના કરાચીની પાસે આવેલા પસ્તી બંદરથી અલ સોહેલી નામની પાકિસ્તાની બોટમાં ઈસ્માઈલ સરફાલ જેવો બલોચિસ્તાનનો રહેવાસી અને તે બોટનો ટંડેલ પણ છે. તે હિરોઈન અને ગેરકાયદેસર હથિયાર ભરી ગુજરાતના ઓખા દરિયા કિનારા મારફતે ગુજરાતમાં ઉતારી ભારતના કોઈ સ્થળે મોકલવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. (Okha port Pakistani boat)
ફાયરિંગની ઘટનાવધુમાં ભાટિયાએ જણાવ્યું હતું કે, જે અંતર્ગત ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ છેલ્લા પાંચ દિવસથી દરિયામાં તપાસ કરતા હતા, પરંતુ કોઈ નક્કર પરિણામ મળતું ન હતું, ત્યારે સતત પાંચ દિવસ સુધી દરિયામાં આવન જાવન હતી અને ઓખા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુક્ત ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં રવાના થઈને ભારતની ઇન્ટરનેશનલ બોર્ડરમાં બાદની વાળી જગ્યા પર બોટ સોહેલી મળી આવતા તેને રોકવામાં આવી હતી. તે બાદમાં ATS અને કોચગાર્ડના અધિકારીઓએ જઈ સર્ચ કરતા બોર્ડમાં 10 શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હથિયારની વાત કરવામાં આવે તો એક સિલેન્ડરમાં પ્લાસ્ટિકમાં પેક કરેલી ઇટાલિયન બનાવટની સેમી ઓટોમેટિક પીસ્ટલ નંગ 06, મેગેઝીન 12, કાર્ટુસ 120 નંગ મળી આવ્યા હતા, જ્યારે ઓપરેશન દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરતું સામે પાકિસ્તાનથી આવતી બોટ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું ન હતું. (Okha port Pakistani boat drugs with weapons)
આ પણ વાંચો1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર સાથે ડ્રગ્સ ઝડપાયું: DGP