ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gujarat Visit જાણો શું છે વડાપ્રધાન મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ વિગતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સ્મૃતિવનના લોકાર્પણ ઉપરાંત અનેક વિકાસકામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના બે દિવસના પ્રવાસ અંગે જીતુ વાઘાણીએ સંપૂર્ણ વિગતો આપી છે.PM Modi visit Gujarat, PM Modi programme in kutch

વડાપ્રધાનના બે દિવસના ગુજરાત પ્રવાસ અંગેની સંપૂર્ણ વિગતો જાણો
વડાપ્રધાનના બે દિવસના ગુજરાત પ્રવાસ અંગેની સંપૂર્ણ વિગતો જાણો

By

Published : Aug 24, 2022, 8:57 PM IST

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે ફરી ગુજરાત પ્રવાસે આવી (PM Modi visit Gujarat)રહ્યા છે. જીતુ વાઘાણીએ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા 27 અને 28 ઓગષ્ટ, 2022 દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. તેમણે પ્રવાસની વિગતવાર માહિતી આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન 27 ઓગષ્ટ, 2022 શનિવારે અંદાજે સાંજે 5.10 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે ત્યાર બાદ સાંજે 7.30 કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ખાદી ઉત્સવ કાર્યક્રમમાં હાજરી (Prime Minister Narendra Modi)આપશે. કાર્યક્રમ બાદ રાજભવન, ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.

આ પણ વાંચોPM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ

ભુજમાં વડાપ્રધાન જનસંબોધન કરશેપ્રવક્તાએ કહ્યું હતું કે, તા.28 ઓગષ્ટ 2022 રવિવારે સવારે 10 કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા સ્મૃતિ વન મેમોરિયલની મુલાકાત (Smriti One Memorial)લઈ તેનું ઉદઘાટન કરશે. આ મુલાકાત બાદ સવારે 11:30 કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.

આ પણ વાંચોવડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં સ્મૃતિવન સહિત અનેક વિકાસકામોનું કરશે લોકાર્પણ

વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્તઆ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:00 કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ વડાપ્રધાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે 5:00 કલાકે યોજાનાર ભારતમાં સુઝુકીના 40 વર્ષ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને અંદાજે સાંજે 6:40 કલાકે દિલ્હી જવા રવાના થશે એમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details