ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવિડ-19ની મહામારીમાં શિક્ષણ વિભાગે પેપર રિચેકિંગની ફી 50 ટકા ઘટાડી - શિક્ષણ વિભાગે રિચેકિંગની ફી 50 ટકા ઘટાડી

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડના પેપરની ફરીથી ચકાસણી કરવા માટેની જે ફી હોય છે. તે ફીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા ઉત્તરવહીના અવલોકન માટે 300 રૂપિયા ફી લેવામાં આવતી હતી. જે હવે ફક્ત 150 જ ફી લેવામાં આવશે.

કોવિડ 19 મહામારીમાં શિક્ષણ વિભાગે રિચેકિંગની ફી 50 ટકા ઘટાડી
કોવિડ 19 મહામારીમાં શિક્ષણ વિભાગે રિચેકિંગની ફી 50 ટકા ઘટાડી

By

Published : May 27, 2020, 5:51 PM IST

ગાંધીનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તરવહી અવલોકન માટેની ફીમાં કરાયેલા ઘટાડા બાબતે શિક્ષણ બોર્ડ સચિવ ડી.એસ.પટેલ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયમાં આ વર્ષે વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા માટે ઉત્તરવહી અવલોકનની ફીમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કોવિડ 19 મહામારીમાં શિક્ષણ વિભાગે રિચેકિંગની ફી 50 ટકા ઘટાડી

ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેટલાય વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન માટેની 300 રૂપિયા ફી ભરી દીધી છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને પણ વધારાની રકમ રિફંડ કરવાની પ્રક્રિયા પણ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આમ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા દસ વર્ષથી ઉત્તરવહી અવલોકન ફી 300 રૂપિયા દેવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે વાલી અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો ન પડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 50 ટકા ફી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details