- આસામના કૃષિ નિયામક, પશુપાલન સચિવ કૃષિ પ્રધાન સાથે બેઠક કરશે
- અગાઉ આસામ સરકારે ટ્રાયલ બેઝ પર ૫હ ગીર ગાય ખરીદી હતી
- આસામ મુખ્યપ્રધાન ગીર ગાયોથી પ્રભાવિત થયા
ગાંધીનગર : જેવી રીતે ગીરના સિંહ પુરા એશિયામાં ફેમસ છે તેવી જ રીતે સિંહોની જેમ ગીર ગાયોની પણ સતત માગ વધતી જાય છે.ગીર ગાયોને(Gir cows) ખરીદવા માટે પણ અન્ય રાજ્યોમાં ઉત્સુકતા જોવા મળી છે. ગીર ગાયની ડિમાન્ડ(Demand for Gir cows) પણ ગીર સિંહની જેમ જ ધીમે ધીમે વધી રહી છે. અગાઉ આસામ સરકારે ટ્રાયલ બેઝ પર કેટલીક ગીર ગાયો ખરીદી હતી ત્યારે તેમને ગીર ગાયમાં વધુ રસ પડ્યો છે. ત્યારે આસામ સરકારે ગીર ગાય ખરીદવા ગુજરાતમાં ટીમ મોકલી છે. કેબિનેટ બેઠકમાં પણ કૃષિ પ્રધાનની ઉપસ્થિતિમાં ગીર ગાયના મુદ્દે ચર્ચા આગળ વધશે.
ગાય ખરીદી માટે આસામ પશુપાલન ટીમ ગુજરાત આવી
આસામના મુખ્યપ્રધાન(CM Assam) ગીર ગાયોથી પ્રભાવિત થયા છે. આસામના પશુપાલકોમાં ગીર ગાયોની માગ વધવા લાગી છે. વધતી માગને ધ્યાને રાખી ગાય ખરીદી માટે આસામ પશુપાલન ટીમ ગુજરાત આવી છે. આસામના કૃષિ નિયામક, પશુપાલન સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ કૃષિ પ્રધાન સાથે આગામી સમયમાં તેને લઈને બેઠક કરશે. પશુપાલકો પાસેથી ગીર ગાય ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવશે. જો કે એક સાથે વધુ ગાયો અહીંથી ખેરીદવામાં આવી શકે છે.