દિલ્હી ખાતે રહેતી એક યુવતીએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી છે કે, ગુજરાતમાં નેશનલ રુરલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતાં IAS ગૌરવ દહિયા અવારનવાર સરકારી કામે દિલ્હી જતા હતા.
તે દરમિયાન સોશિયલ મીડિયા મારફતે દિલ્હી ખાતે MBBSમાં ભણતી એક યુવતી સાથે પરિચયમાં આવ્યા બાદ તેમની વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતનો દોર પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. તે દરમિયાન ગૌરવ દહિયાએ પોતાની પ્રથમ પત્નિને છુટાછેડા આપી દિલ્હીની આ યુવતિ સાથે લગ્ન કર્યા હતા.
ગાંધીનગર: IAS ગૌરવ દહિયા વિરુદ્ધ દિલ્હીની યુવતીએ કરી આક્ષેપ અરજી જો કે બાદમાં ગૌરવ દહિયાને અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનો અહેસાસ થતાં દિલ્હીની આ યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી યુવતીએ ગાંધીનગર પોલીસને લેખિત અરજી કરી છે. જો કે બીજી તરફ IAS ગૌરવ દહિયાએ પણ દિલ્હીની આ યુવતી દ્વારા માનસિક રીતે હેરાન કરાતો હોવાની અરજી સેક્ટર 7 પોલીસ મથકમાં અરજી કરાઈ છે. જો કે પોલીસ દ્વારા IAS દ્વારા કરાયેલી ફરિયાદ મુદ્દે જ વાતચીત કરવામાં આવી છે.
જ્યારે IAS ગૌરવ દહિયા હાલ કંઇ બોલવા તૈયાર નથી. IAS દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ઘટનાએ સમગ્ર IAS બેડામાં ચકચાર મચાવી છે. તો બીજી તરફ પોતાની હવસનો શિકાર બનાવવાની અનેક ફરિયાદોએ અત્યારે પાટનગરની હવામાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં પોલીસ પણ ક્યાંય સાથ આપતી હોય તેમ IAS દ્વારા કરાયેલી અરજી બાબતની જ માહિતી આપવામાં આવે છે. જ્યારે ભોગ બનનારી યુવતીની ફરિયાદ અંગે પોલીસ હરફ સુધ્ધા બોલવા તૈયાર નથી. ત્યારે ઘટનામાં પોલીસની નિષ્પક્ષ તપાસથી સત્ય બહાર આવે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.