ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાતના પહેલા દિવસે ગાંધીનગરથી વડાપ્રધાન મોદીએ ડિફેન્સ એક્સપોને (Defence Expo 2022) ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરથીતેમણે સૈન્યની શક્તિ અને સૈન્ય ક્ષેત્ર થઈ રહેલા (Gandhinagar Defence Expo 2022) નવા ઉપકરણ તથા ઉત્પાદ વિષય પર અહેવાલ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રનો વિકાસ અને રાજ્યનો સહભાગ છે.
સ્વદેશી ઉપકરણઃ યુવાનોની શક્તિ, સપના, સાહસ, સંકલ્પ અને સામર્થ્ય પણ છે. આમાં વિશ્વ માટે એક આશા છે. મિત્ર દેશો માટે એક સહયોગના અનેક અવસર પણ છે. આપણા દેશમાં ડિફેન્સ એક્સપો પહેલા પણ થતા પણ આ વખતેનો એક્સપો અભૂતપૂર્વ છે. એક નવી શરૂઆતનું પ્રતીક છે. આ દેશનું પહેલું એવું એક્સપો છે. જેમાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહ્યા છે. તમામ ઉપકરણ મેઈડ ઈન ઈન્ડિયા છે. પહેલી વખત ભારતની માટી અને લોકોના પરસેવાથી તૈયાર થયેલા ઉપકરણ છે. આપણા વિજ્ઞાનીઓ અને યુવાનોની સમજ આજે આપણે લોખંડી પુરૂષ પટેલની ધરતી પરથી પરીચય આપી રહ્યા છે. 1300થી વધારે એક્ઝિબિટર્સ છે. જેમાં ભારતીય ઉદ્યોગો અને એની સાથે જોડાયેલા વેન્ચર, MSME અને સ્ટાર્ટ અપ છે. આ નવી શરૂઆત ની પ્રતિક છે. દેશનો પ્રથમ ડિફેન્સ એકપોજેમાં ફક્ત ભારતીય કંપનીઓ ભાગ લઈ રહી છે.
એક્સ્પોમાં વિલંબ થયોઃક્ષમતા અને સંભાવના બન્નેની ઝલક એક સાથે ગાંધીનગરમાં જોવા મળી છે. જેને સાકાર કરવા માટે પહેલી વખત 450 થી વધારે Mou સાઈન થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમય પહેલા આ આયોજન કરવા માંગતા હતા. પણ કેટલીક સ્થિતિને કારણે સમય બદલાવો પડ્યો. જેના કારણે મોડું થયું છે. એક નવા ભવિષ્યની શરૂઆત થઈ છે. આનાથી કેટલાક દેશને અસુવિધા થઈ છે. પણ મોટી સંખ્યામાં જુદા જુદા દેશ સકારાત્મક વિચાર સાથે અમારી સાથે આવ્યા છે. મને ખુશી છે કે, ભારત જ્યારે ભવિષ્યના અવસરને આકાર આપી રહ્યા છે. ત્યારે 53 આફ્રિકાના મિત્ર દેશ ભારતની સાથે ઊભા છે. ખભેથી ખભા મિલાવી રહ્યા છે. આ અવસર પર ભારત આફ્રિકા ડિફેન્સ ડાયલોગ શરૂ થવા જઈ રહ્યું છે.
જૂના સંબંધો છેઃપ્રથમ વખત આ એક્સ્પો ભારતની માટી અને ભારત ના પરસેવે થી બનેલ વસ્તુઓ સાધનો જોવા મલી રહ્યા છે. સરકાર ની. ધરતી પરથી આપણે સામર્થ્યનો પરિચય આપી રહ્યા છે. 1300 જેટલા એકઝીબિટર છે. 100 જેટલા સ્ટાર્ટ અપ છે. ક્ષમતા અને સંભાવના બંને ની જલક એક સાથે જોઈ રહ્યા છે. 450 થી વધુ mou એગ્રિમેંટ થઈ રહ્યા છે. ભારત અને ફ્રિકા વચ્ચે સંબંધ જૂના વિશ્વાસ પર ટકેલા છે. જે સમય સાથે મજબુત બની રહ્યા છે. નવા આયામોને સ્પર્શી રહ્યું છે. આફ્રિકાથી આવેલા લોકોને કહેવા માંગીશ કે, આજે ગુજરાતની જે ધરતી પર આવેલા છો એનો આફ્રિકા સાથે જૂનો સંબંધ છે. જે ખૂજ આત્મિય છે. આફ્રિકામાં જે પહેલી ટ્રેન ચાલું થઈ હતી. એના નિર્માણમાં આ ગુજરાત કચ્છના લોકો આફ્રિકા ગયા હતા. કચ્છના કામદારોએ જીવ રેડીને આફ્રિકામાં આધુનિક રેલવે ચાલું કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
આફ્રિકામાં ગુજરાતીઃ દુકાન શબ્દ આફ્રિકામાં કોમન છે. રોટી, ભાજી, આ બધા ગુજરાતી શબ્દો છે. ગાંધી માટે ગુજરાત જન્મભૂમિ હતી તો આફ્રિકા કર્મભૂમિ હતી. આફ્રિકાના સંબંધો વિદેશનીતિના કેન્દ્રમાં છે. ભારતે આફ્રિન મિત્ર દેશને વેક્સીન આપી છે. આફ્રિકા સાથે ખભેથી ખભા મિલાવીને ચાલવાનો પ્રયાસ કર્યો છે. હવે રક્ષા ક્ષેત્રમાં આફ્રિકા સાથેના સંબંધોને નવી ઊંચાઈ આપી રહ્યો છે. 46 મિત્ર દેશ ડિફેન્સ કોન્ક્વેમાં ભાગ લઈ રહ્યો છે. મેરિટાઈમ સિક્યુરિટી એક ગ્લોબલ પ્રાથમિકતા છે. 2015માં મોરેશિયસમાં સિક્યુરિટી એન્ડ ગ્રોથ એટલે કે સાગરનું વિઝન મૂક્યું હતું. સિંગાપોરમાં ઈન્ડો પેસિફિક રીજનમાં આફ્રિકાથી અમેરિકા સુધી ભારતનું એક પ્રદાન રહ્યું છે. વૈશ્વિક સ્તર પર મર્ચન્ટ નેવીનો વિસ્તાર થયો છે.