ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂ આહ્વાન કર્યું હતું. જેમાં દેશના તમામ નાગરિકોએ ભરપૂર સમર્થન આપ્યું હતું. ત્યારે ફરીથી એકવાર રાત્રે 9:00 નવ મિનિટ સુધી પોતાના ઘરની લાઇટ બંધ કરીને દીપક પ્રગટાવવાનું સૂચન કર્યું હતું.
હિરાબાએ પણ દીપ પ્રજ્જવલીત કરી કોરોના સામેની લડાઈમાં આપ્યુ યોગદાન
દેશવાસીઓ કોરોના વાઈરસની બીમારીને લઇને મુસીબતનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ મુસીબતને દૂર કરવા માટે વડાપ્રધાન દ્વારા 9 મિનિટ દિપક પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું. ત્યા જેમાં વડાપ્રધાનની માતા હીરાબા પણ જોડાયા હતા.
કોરોના ભગાડવા દેશભરમાંં દીપ પ્રગટાવી દિવાળી મનાવી, વડાપ્રધાનના માતા પણ જોડાયા
જેને ગાંધીનગર વાસીઓએ સમર્થન આપ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં દિવા પ્રગટાવીને જન સમર્થન માટે આહવાન કર્યુ હતું. આ સંદર્ભે તેમના માતા હીરાબાએ રાયસણમાં આવેલા નરેન્દ્ર મોદીના નાના ભાઈના ઘરે દીવો પ્રગટાવીને પ્રકાશપૂંજ થકી દેશના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે પ્રાર્થના કરી હતી.
Last Updated : Apr 6, 2020, 5:57 PM IST