ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરના વાવોલ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવતી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય

કોરોનાની મહામારીને લઇને હાલ લોકડાઉન-3 જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગરના વાવોલ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવતી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી 8થી 10 મે સુધી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો છે. માત્ર દૂધ સિવાઇનની કોઇ પણ વસ્તુ મળી શકશે નહી.

વાવોલ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવતી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય
વાવોલ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવતી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય

By

Published : May 7, 2020, 9:45 AM IST

ગાંધીનગરઃ વાવોલ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હદમાં આવતી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામના દરેક નાગરિકને ઘરની બહાર નીકળતા માસ્ક ફરજિયાત પહેરવા માટેનો આદેશ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.

આગામી 8થી 10 મે સુધી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો છે. ઉપરાંત સવારના 7થી 11 કલાક દરમિયાન દૂધનું જ વિતરણ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમજ દવાનું વિતરણ કરતા મેડિકલ સ્ટોર્સ ચાલું રહેશે.

ગાંધીનગર નજીકના વાવોલ ગામમાં તાજેતરમાં એક કોરોના પોઝિટિવનો કેસ આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન થાય તેની તકેદારીના ભાગ રૂપે આજે ગ્રામ પંચાયતના સદસ્યોની બેઠક મળી હતી.

આ બેઠકમાં આગામી 8થી 10મી મે શુક્રવાર, શનિવાર અને રવિવાર સળંગ ત્રણ દિવસ માટે વાવોલ ગ્રામ પંચાયતની હદમાં સવારે 7થી 11 વાગ્યા સુધી માત્ર દૂધ વિતરણ સિવાય અનાજ, કરિયાણા, શાકભાજી, ફળફળાદિ સહિત તમામ દુકાનો-વેપાર બંધ રાખવામાં આવશે. જે દુક‍ાનધારક દૂધ વેચવા સાથે અન્ય ચીજચસ્તુ જેવી કે કરિયાણું કે, અન્ય કોઇપણ વસ્તુનો વેપાર ધરાવતો હશે તે પણ જો દૂધ સિવાય અન્ય કોઇ ચીજવસ્તુ આ ત્રણ દિવસ દરમિયાન વેચતો ઝડપાશે તો તેની પાસેથી દંડ વસુલવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

વાવોલ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ કરેલા ઠરાવ મુજબ ગામના તમામ વિસ્તારોમાં લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરવામાં આવે. તેથી ગામ પંચાયતના સદસ્યો તથા પંચાયત સ્ટાફ દ્વારા તમામ વિસ્તારોમાં તથા તમામ સોસાયટી વિસ્તારમાં સધન પણે ચેકીંગ કરવામાં આવશે.

સરકારના આદેશો જેવા કે, માસ્ક પહેરવું ફરજિયાત, સોશ્યલ ડિસ્ટંન્સ, દ્વિચક્રી વાહન પર ફકત એક વ્યક્તિ, જીવન જરૂરી ચીજો અને અતિ આવશ્યક મેડિકલ સેવા મેળવવા સિવાય બહાર ફરતા વ્યક્તિઓ સોસાયટી અને મહોલ્લામાં એકઠા થઇ બેસનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details