જિલ્લાના દશેલા ગામથી ધણપ ગામ તરફ જતા રોડ ઉપર આવેલા તળાવમાંથી શિહોલી ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ ગામના આગેવાનોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારે ચિલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ગાંધીનગર તાલુકાના શિહોલી મોટી ગામમાં રહેતો પાર્થ પ્રફુલભાઈ જોશી ખાનગી ફેક્ટરીમાં નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો. ત્યારે રવિવારની રાત્રે ઘરેથી ભોજન કર્યા બાદ નીકળી ગયો હતો.
તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો બીજા દિવસે દશેલા ગામની સીમ તરફ જતા રોડ પાસેના તળાવમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોને આ બાબતની જાણ પડતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો પોલીસે મૃતક યુવકના કપડા તપાસ કરતા પેન્ટના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના ઉપરથી શિહોલીમોટી ગામનો આ યુવાન પાર્થ જોશી હોવાનું ખુલ્યું હતું. શરીર ઉપર લિસોટા પણ જોવા મળ્યા હતા. હાલ તો પોલીસે મૃતદેહને સાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પરંતુ યુવકના મોતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.