ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેગામની શ્રીજી હોસ્પિટલમાં ગેરકાયદેસર રખાઇ રહ્યા છે કોરોનાના દર્દી, જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવારની માન્યતા નહીં હોવા છતાં અમદાવાદથી લાવવામાં આવતા હતા. જેને લઇને ગામના નાગરિકો દ્વારા પણ આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારીએ શ્રીજી હોસ્પિટલના સંચાલકને નોટિસ ફટકારી સંતોષ માન્યો છે.

ગાંધીનગરની દહેગામની શ્રીજી હોસ્પિટલમાં ગેરકાયદેસર રાખવામાં આવતા કોરોનાના દર્દી, જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો
ગાંધીનગરની દહેગામની શ્રીજી હોસ્પિટલમાં ગેરકાયદેસર રાખવામાં આવતા કોરોનાના દર્દી, જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો

By

Published : Jun 10, 2020, 8:21 PM IST

ગાંધીનગરઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે ડૉક્ટરોએ માનવતા મૂકી દીધી છે. ક્યાંક દર્દીઓની સારવારમાં ઉઘાડી લૂંટ કરવામાં આવી છે. તો ક્યાંક સરકારના નિયમો નેવે મૂકીને કામગીરી કરી છે. આવો જ એક કિસ્સો દહેગામ શહેરમાં બનવા પામ્યો છે. શહેરમાં આવેલી શ્રીજી હોસ્પિટલ પાસે કોરોના દર્દીઓની સારવાર કરવા માટેની માન્યતા નહીં હોવા છતાં અમદાવાદથી દર્દીઓને લાવવામાં આવતા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ બાબતે નાગરિકો અને શ્રીજી હોસ્પિટલના સંચાલક વચ્ચે હોબાળો થઈ રહ્યો હતો. જેની ફરિયાદ ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારીને મળતા આજે બુધવારે નોટિસ પાઠવી 2 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.

ગાંધીનગરની દહેગામની શ્રીજી હોસ્પિટલમાં ગેરકાયદેસર રાખવામાં આવતા કોરોનાના દર્દી, જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો

શ્રીજી હોસ્પિટલના તબીબ દ્વારા પાટણ અને અમદાવાદથી કોરોના દર્દીને લાવવામાં આવ્યા હતા. જેને લઈને નાગરિકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દહેગામના એક આરોગ્ય વિભાગના કર્મચારીના પત્નીના નામે આ હોસ્પિટલ કાર્યરત છે. જેનો સીધો ફાયદો ખાનગી તબીબોને મળી રહ્યો છે. હાલ તો આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે. પરંતુ દહેગામમાં આવી અનેક હોસ્પિટલો છે, જ્યાં નર્યું ધુપ્પલ ચાલી રહ્યું છે.

દહેગામની શ્રીજી હોસ્પિટલમાં ગેરકાયદેસર રાખવામાં આવતા કોરોનાના દર્દી

ABOUT THE AUTHOR

...view details