દહેગામ પોલીસ સ્ટેશનમાં કડાદરા ગામમાં રહેતા રણવીર સિંહ બિહોલાને ગામના જ શખ્સો દ્વારા એક વર્ષ પહેલા નવરાત્રીમાં છરી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગામના સરપંચ સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિષ્ણુભાઈ મફતભાઈ પટેલના બે પુત્ર પાર્થ અને વિશાલ સામે પણ આરોપીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્થ અને વિશાલના પિતા વિષ્ણુભાઈ મફતભાઈ પટેલને છરી મારનાર આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી.
જેમાં કડાદરાના સરપંચનો પણ સમાવેશ થાય છે. ત્યારે વિષ્ણુભાઈ પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં સરપંચ અને આરોપીની ધરપકડ કરવા દહેગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.પરતું દહેગામ પોલીસે વિષ્ણુભાઈની રજૂઆત સામે ધ્યાન નહીં આપતા આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.વિષ્ણુભાઈ પટેલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ નામદાર હાઈકોર્ટ દ્વારા દહેગામ પોલીસને આઠ સપ્તાહમાં તપાસ કરી તેની FRI દાખલ કરી તે અંગેના કારણો લેખિતમાં પિટિશનરને આપવા 10 એપ્રિલ 2019 ના રોજ હુકમ કરી જણાવ્યું હતું. તેમ છતાં હજુ દહેગામ પોલીસના અધિકારીઓ દ્વારા પિટિશનર વિષ્ણુભાઈ પટેલને આપી નથી. તેમજ પોલીસ પ્રોટેકશન પણ પુરુ પાડવામાં આવ્યું નથી.અને આરોપી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યા બાદ ભ્રષ્ટાચારમાં રાચતી દહેગામ પોલીસને 2 ઓગસ્ટ 19 ના રોજ હાઈકોર્ટમાં હાજર રહેવા નોટિસ કાઢી હતી.આ નોટિસ આપ્યા બાદ lCBના PSI રાઠોડ હાજર રહ્યા હતા.