ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેગામમાં જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટને દુર કરવા બાર એસોસિએશને ઠરાવ કર્યો, હાઇકોર્ટ ચીફ જસ્ટિસને ફરીયાદ કરશે - latest news updates of gandhinagar

ગાંધીનગર: દહેગામ બાર એસોશિએશન દ્વારા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જજ આર.બી. પારેખનાં વર્તને લઇને 21 સપ્ટેમ્બરના રોજ સર્વ સહમતિથી તેમના વિરૂદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા વકીલ અને અસીલ સાથે સતત ગેરવર્તુણૂંક કરવામાં આવે છે.

દહેગામ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ વિરુધ્ધ હાઇકોર્ટ ચીફ જસ્ટિસને ફરીયાદ

By

Published : Sep 22, 2019, 7:34 PM IST

Updated : Sep 22, 2019, 11:51 PM IST

દહેગામ બાર એસોશિએશનનાં પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં બારના સભ્ય બી.કે ઝાલાએ તેમજ અન્ય વકીલોએ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ આર.બી પારેખ દ્વારા કોર્ટમાં વકીલો સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે. તેમજ તેમના દ્વારા કરવામાં આવેલા જોહૂકમી અને આપખુદશાહીથી મનસ્વીપણે કાયદાની વિરુદ્ધ હૂકમો કરેલા હોઇ તેની સામે કાયદેસરની તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. બારની બેઠકમાં આ એકઠા થયેલા તમામ વકીલોએ એક સૂરે આ અંગેની ફરિયાદ કરતા આ હકિકત જણાતા બારના સભ્યોએ બી.કે ઝાલાની અરજીને સમર્થન આપ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસને ફરિયાદ કરવાની મંજૂર આપી હતી.

જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સામે અન્ય એક ફરિયાદમાં જજ દ્વારા લોક અદાલતમાં બે પક્ષકારો વચ્ચે સમાધાન ન થાય તે રીતનું વર્તન કરવામાં આવતુ હોવાની ફરિયાદ ઉભી થઇ હતી. હાઇકોર્ટ દ્વારા અરસપરસ પક્ષકારો વચ્ચે અને તેમના કામમાં સમાધાન થાય તેમ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. તેના દ્વારા પરિવારો, પક્ષકારો વચ્ચે સુમેળ થાય અને વૈમનશ્ય મટી જાય તેવો ઇરાદો હોય છે. પરંતુ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા સતત તારીખો આપવામાં આવતી નથી.

જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ પારેખ વિરુદ્ધ સમજાવટ કરવા પ્રયાસ કરેલ પરંતુ જજ દ્વારા એવી શેખી મારવામા આવી હતી કે, આ પહેલા હું જામનગર અને ગાંધીનગર તેમજ ચેરીટી કમીશ્નરની કચેરીમાં ફરજ બજાવતો હતો. ત્યાં તપાસ કરી લેજો જામનગરમાં બાર એસોશિએશન વિરોધમાં હોવા છતા મારુ કશુ બગાડી શક્યુ નથી. તો તમે શુ બગાડી લેશો તેમજ ચાલુ કોર્ટમાં આવેશમાં આવીને સામાન્ય રીતે ન વપરાય તેવા અસભ્ય શબ્દોનો પણ ઉપયોગ કરતા હોવાનો ઠરાવ કરીને હાઇકો્ર્ટના ચીફ જસ્ટીસને ફરિયાદ કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

Last Updated : Sep 22, 2019, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details