ગુજરાત

gujarat

By

Published : May 18, 2021, 9:40 AM IST

Updated : May 19, 2021, 2:14 AM IST

ETV Bharat / state

LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર

CYCLONE TAUKTAE
CYCLONE TAUKTAE

02:12 May 19

સાવરકુંડલાની નાવલી નદીમાં કાર સાથે 2 લોકો તણાયા

  • અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની ઘટના
  • તૌકતે વાવાઝોડાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી
  • કારના પ્રવાસી બે લોકો પૈકી એકને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયો
  • બીજા વ્યક્તિની શોધખોળ હાલમાં પણ ચાલુ

02:09 May 19

આગામી 6 કલાકમાં તૌકતે ચક્રવાત ડિપ્રેશનમાં પરિણમી શકે છે: હવામાન વિભાગ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 18 મે ના રોજ રાત્રે 11:30 કલાકે તૌકતે વાવાઝોડાનો મુખ્ય ભાગ અમદાવાદથી 110 કિ.મી ઉત્તર-પૂર્વ દૂર પહોંચ્યો છે. ચક્રવાત આગામી 6 કલાકમાં નબળુ પડી શકે છે અને ડીપ ડિપ્રેશનમાંથી માત્ર ડિપ્રેશનમાં પરિણમી શકે છે.

01:12 May 19

અમરેલીમાં તૌકતે વાવાઝોડાથી નુક્સાન

  • તૌકતે વાવાઝોડાની અમરેલી જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલને પહોંચી અસર
  • અગાઉથી કરેલા આયોજનના કારણે કોઈ જાનહાનિ કે દુર્ઘટના નહીં
  • અમરેલી જિલ્લાના તમામ 603 ગામો અંધારપટમાં
  • જિલ્લાના 73 પૈકી 43 સબ સ્ટેશનો ખોરવાયા
  • જિલ્લામાં 2600થી વધારે વીજ થાંભલાઓને નુક્સાન
  • UGVCLની વધારાની 15 ટીમ બોલાવાઈ, જાફરાબાદ અને ઉના પંથકના ગામોમાં કામ કરશે
  • જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
  • શેત્રુંજી નદીમાં પાણી વધતા કાંઠાના ગામોના લોકોમાં ભયનો માહોલ
  • કાબૂ બહાર જઈ રહેલી પરિસ્થિતિને લઈને અમર ડેરીનો પ્લાન્ટ બંધ કરાવાયો

01:11 May 19

તૌકતેની અમરેલીમાં તબાહી, રાજુલામાં દિવાલ પડતા એક જ પરિવારના 4 સભ્યો દટાયા, બાળકીનું મોત

  • રાજુલાના તવક્કલનગરની ઘટના
  • દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા
  • પરિવારના 4 સભ્યો પૈકી બાળકીનું સારવાર દરમિયાન મોત
  • પરિવારના અન્ય 3 સભ્યો હાલમાં સારવાર હેઠળ

23:46 May 18

વડોદરામાં તૌકતે વાવાઝોડાથી નુક્સાન

શહેર જિલ્લામાં કુલ 11 કાચા/પાકા મકાનો ધરાશાયી
  • કુલ 85 વીજ થાંભલા પડ્યા, જે પૈકી 59 થાંભલા રિપેર કરાયા
  • ભારે પવનના કારણે 163 વૃક્ષો ધરાશાયી
  • વરસાદ અને ઝાડ પડવાથી 13 રસ્તાઓને નુક્સાન, તમામ રિપેર કરી દેવાયા
  • 195 સોસાયટીઓ/ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે પૈકી 82માં યથાવત
  • શહેરના કુલ 21 ફીડરો પૈકી 13 ફીડરમાં ઈલેક્ટ્રીસિટી રિસ્ટોર કરાઈ
  • 9 કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો, જે તાત્કાલિક પૂર્વવત કરાયો
  • ગ્રામ્ય વિસ્તારના 96 પૈકી 24 ફીડરમાં ઈલેક્ટ્રીસીટી રિસ્ટોર કરાઈ
  • ગ્રામ્ય વિસ્તારના 11 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો, તમામ સ્થળોએ યથાવત કરાયો
  • ગ્રામ્ય વિસ્તારમાં 78 વીજ થાંભલાઓ ધરાશાયી, 27 થાંભલા પુનઃ નંખાયા
  • શહેર જિલ્લામાં કુલ 11 કાચા/પાકા મકાનો ધરાશાયી

20:12 May 18

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે ગુજરાત

દિલ્હી થી સીધા પહોંચશે ગુજરાત

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે લેશે મુલાકાત

 બુધવારે 19 મે 2021ના  નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે અને ત્યાંથી તેઓ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તૌકતે અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે,

અમદાવાદ આવીને દિલ્હી જવા રવાના થશે

19:54 May 18

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ લીધો આરામ

  • ગ્રામ્યમાં વરસાદ બંધ થતાં જ પોલીસ લાગી કામે
  • ઓલપાડ પોલીસ દ્વારા ધરાશાયી થયેલા વુક્ષો હટાવાની કામગીરી હાથ ધરી
  • તૌકતે વાવઝોડા દરમિયાન વૃક્ષો ધરાશાયી થતા ઘણા રસ્તા થયા હતા બંધ
  • પોલીસની કામગીરીને વાહનચાલકોએ બિરદાવી

19:49 May 18

તૌકતે વાવાઝોડાના પગલે ઉનાળુ પાક અને બાગાયતી પાકને નુકસાન

ઉનાળુ પાક, તલ, બાજરી, મગના પાકોનું નુકસાન અને કેરી અને નાળિયેરીમાં નુકસાન થયું છે, 

પશુઓ પણ મૃત્યુ પામ્યા છે તેના માટેની સહાયતા અપાશે

જે લોકો સ્થળાંતર કર્યા છે, તેમને ઘરવખરી અપાશે

મત્સ્ય બંદરો, માછીમારોના નુકસાનનો સર્વે, ખેતીનો સર્વે કરાશે વગેરેને સહાયતા અપાશે

વ્યવસ્થાઓના કારણે કર્મચારીઓએ કામ કર્યું છે તેના કારણે કોરોના દર્દીને તકલીફ નથી પડી

19:43 May 18

મોટાભાગની અસર વીજળી પુરવઠો ખોરવાતા થઈ

5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો, 2101 ગામમાં પૂર્વવત ખોરવાયો

3850 ગામમાં કામગીરી થઈ રહી છે, 5 માથી એક સબસ્ટેશન ચાલુ કરાયું

915 ટુકડીઓ ઈલેક્ટ્રીસીટી કંપનીની કાર્યરત છે, 4200 થી વધુ લોકો જોડાયા છે

425 કોરોના હોસ્પિટલ માથી 122 અસરગ્રસ્ત વિસ્તારમાં આવી, 83માં વીજપુરવઠો શરૂ કરાયો

19:32 May 18

મુખ્યપ્રધાન વિજય રુપાણીની પત્રકાર પરિષદ

તંત્રની અગમચેતીના પગલે ત્રણ દિવસથી કામ કર્યું હોવાથી મોટી ઘટના ટળી-રુપાણી

અસરગ્રસ્ત જિલ્લાના કલેકટર, સચિવ સાથે કોન્ફરન્સ કરી,વાવાઝોડાના કારણે મૃત્યુ લગભગ નહિવત છે

રાજ્યમાં એક્સિડન્ટલ 13 લોકોના મૃત્યુ થયા 

19:16 May 18

પંચમહાલ જિલ્લામાં તૌકતે વવાઝોડાનું જોર વધ્યું

  • પંચમહાલમાં ફૂંકાય રહ્યો છે તેજ પવનો
  • જિલ્લાના કાલોલ ખાતે મકાનો પરના છાપરા ઉડ્યા

19:14 May 18

અમદાવાદમાં સાયકલોનની અસર

  • વાસણા બેરેજના 6 દરવાજા ખોલાયા
  • વાસણા બેરેજના લેવલ 129. ફૂટ કરાયું
  • હજુ પણ ક્રમશ: લેવલ ઘટાડવાની કાર્યવાહી શરૂ

19:11 May 18

મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો

  • વહેલા 12 કલાકમાં 6.37 ઇંચ વરસાદ ખાબક્યો
  • છેલ્લા 6 કલાકમાં વધુ વરસાદ વરસ્યો
  • સતલાસણા, કડી, વિજાપુર, વિસનગર, જોટાણા અને મહેસાણા સહિતના પંથકમાં વરસાદ
  • ભારે પવન સાથે દિવસ દરમિયાન વરસાદનું આગમન

18:06 May 18

ગાંધીનગર શહેરમાં ગઈ કાલ રાતથી અત્યાર સુધીમાં 22 વૃક્ષો ધરાશાયી થયા

  • તમામ ઝાડને ખસેડી સાઈડમાં કરી રસ્તો ખુલ્લો કરાયો
  • 26 ફોરેસ્ટની ટીમમાં 26નો સ્ટાફ, 50 મજૂર, 2 જીસીબી, 2 ટ્રેકટર સ્ટેન્ડબાય રખાયા
  • આ પહેલા ઘ 4 પાસેનો એક રસ્તો વુક્ષો પડવાથી બ્લોક હતો તે પણ ક્લિયર કરાયો
  • આ સિવાય એક પણ રસ્તો ગાંધીનગર સિટીમાં અત્યારે બ્લોક નહીં,
  • પવનની ગતિ વધી રહી હોવાથી વધુ વૃક્ષો પડવાની શક્યતા

17:41 May 18

વાવાઝોડથી બોટાદ કોટ બિલ્ડિંગને નુકસાન

  • કોટ બિલ્ડિંગના પાક્રિગનું ડોમ ધરાશયી થયું અને છત ઉપરના પતરાં ઉડ્યા
  • જિલ્લામાં વાવાઝોડાને લઈ નાનું મોટું નુકસાન થયુ છે

17:37 May 18

બોટાદ જિલ્લામાં જોવા મળી તૌકતે વાવાઝોડાની અસર

  • વાવાઝોડાના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં વિજપુરવઠો બંધ
  • ગત રાત્રીથી બોટાદ શહેર અને અનેક વિસ્તારોમાં અને જિલ્લાના અનેક ગામોમાં વીજપુરવઠો બંધ
  • વીજપુરવઠો બંધ રહેતા લોકોને પડી રહી છે હાલાકી

17:14 May 18

પાટણ તૌકતે વાવાઝોડાની અસરને પગલે જિલ્લામાં અષાઢી માહોલ સર્જાયો

પાટણ જિલ્લામાં બે દિવસથી વાતાવરણમા આવ્યો પલટો

આજે વહેલી સવારથી ઘટાટોપ વાદળો ઉમટયા

બપોર બાદ ધીમી ધારે મેઘરાજાની પધરામણી  

વરસાદથી સમગ્ર પાટણ જિલ્લો પાણીથી તરબોળ 

એક ઇંચ વરસાદનું પ્રાથમિક અનુમાન

17:06 May 18

કચ્છમાં વાવાઝોડાનું જોખમ ટળ્યુ

કચ્છના કંડલા બંદર પર 8 નંબરનું સિગ્નલ હટાવાયુ

બંદર પર 3 નંબરનુ સિગ્નલ લાગ્યુ

તૌકતેની નહિવત અસર રહેશે

17:02 May 18

વાવાઝોડાની તીવ્રતામાં વધારો 22 કિમી. પ્ર.કલાકે આગળ વધી રહ્યું છે

ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે 

ડીસાથી 190 અને અમદાવાદથી 55 કિમી દૂર છે તૌકતે

16:59 May 18

તૌકતે વાવાઝોડાના કારણે દહેગામમાં 1 કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ

ગઇકાલ રાતથી જ વરસાદ પડી રહ્યો છે

સવારથી બપોર સુધીમાં ધોધમાર વરસાદ 

ગાંધીનગર જિલ્લાની અંદર દહેગામ તાલુકામાં વધુ વરસાદ નોંધાયો

વરસાદની સાથે સાથે પવનની પણ ગતિ વધી

તૌકતેના કારણે હજૂ વધુ વરસાદ પડવાની શક્યતા

16:56 May 18

અમદાવાદમાં તૌકતે વાવાઝોડુ સાંજે 5થી 7 વચ્ચે પસાર થશે

ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી 

શહેરમાં આજે વહેલી સવારથી પડી રહ્યો છે વરસાદ 

નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી 

હાલ વરસાદ ઓછો પણ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે

16:46 May 18

ગાંધીનગર ધીમીધારે પડેલા વરસાદે 4 અંડરપાસની નબળી કામગીરીની તંત્રની પોલ ખોલી

ગાંધીનગર ધીમીધારે પડેલા વરસાદે 4 અંડરપાસની નબળી કામગીરીની તંત્રની પોલ ખોલી

ઉદઘાટન કર્યાને 1 મહિના જેટલો સમય થયો છેને બ્રિજ નીચે ભુવા પડ્યા

અંડર પાસ 35 કરોડના ખર્ચે બન્યો છે પરંતુ અત્યારથી રોડ પણ બ્રિજ નીચે તૂટી ગયો

લોકોએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ

આટલા ઓછા સમયમાં અને ઓછા વરસાદમાં આંધા કરીને રોડ ચલાવવો પડી રહ્યો છે તો ચોમાસમાં વધુ વરસાદથી શું હાલત થશે?

16:22 May 18

વડોદરા હોસ્પિટલના 7માં માળે ગ્રીલ સાથે કાંચ તુડી પડતા નર્સ ઇજાગ્રસ્ત થઇ

વડોદરા હોસ્પિટલના 7માં માળે ગ્રીલ સાથે કાંચ તુડી પડતા નર્સ ઇજાગ્રસ્ત થઇ 

રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા એમ બે મોરચે યુદ્ધ લડી રહી છે

તૌકતેની અગાહીને પગલે કોરોનાના દર્દીઓને અન્યત્રે સુરક્ષિત જગ્યાઓ પર ખસેડી દેવામાં આવ્યા

પવન સાથે વરસાદ પડવાને કારણે GMERS હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ 

કાચ તૂટતા ઇજાગ્રસ્ત નર્સને ટુ વહીલર પર લોહી નીતરતી હાલતમાં સારવાર માટે ખસેડી

16:18 May 18

તૌકતે વાવાઝોડાની અસર સાવલી પંથકમાં પણ વર્તાઈ

તૌકતે વાવાઝોડાની અસર સાવલી પંથકમાં પણ વર્તાઈ

 સાવલી તાલુકામાં મોડી રાતથી પવન સાથે વરસાદ ચાલુ,

 સાવલી નગરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો,

 સાવલી એસ.ટી, દ્વારા તમામ એસ.ટી.ના રૂટો બંધ કરવામાં આવ્યા

 તૌકતે વાવાઝોડાને પગલે સાવલી નગર માં નીચાણવાળા વિસ્તારમાં ભરાયાં પાણી

ગત મોડી રાત થી વરસતા વરસાદ ને કારણે વાતાવરણ ઠંડુગાર

 બજાર દુકાનો સંપૂર્ણ બંધ

15:51 May 18

તૌકતે વાવાઝોડાને લઈને ભારે વરસાદમાં અમદાવાદમાં હાટકેશ્વવર સર્કલ બેટમાં ફેરવાયું

તૌકતે વાવાઝોડાને લઈને ભારે વરસાદમાં અમદાવાદમાં હાટકેશ્વવર સર્કલ બેટમાં ફેરવાયું

ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતોમાં માગોઁ પાણીમાં ગરકાવ થયા

સતત પડી રહેલા વરસાદને લઈને પૂર્વ વિસ્તારની બગડતી જતી સ્થિતિ

આસપાસની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા

હાટકેશ્વર સર્કલ પર કોરોના ટેસ્ટિગ ડોમ હવામા ફંગોળાઈને થયો ધરાશયી

15:39 May 18

જામનગર પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો

જામનગર પરથી વાવાઝોડા નો ખતરો ટળ્યો

નવા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

પહેલા 8 નંબરનું સિગ્નલ હતું

15:37 May 18

અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

AIMS, પાલડી, નારણપુરા પાસે ભરાયા પાણી

ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ જામ્યો

15:32 May 18

ઓલપાડના કુડસદ ગામે વૃક્ષ થયું ધરાશાહી

ઓલપાડ ના કુડસદ ગામે વૃક્ષ થયું ધરાશાહી

ભારે પવન ને કારણે ગ્રામ પંચાયત નજીક વૃક્ષ ધરાશાહી

જિલ્લા માં ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ

ઘટના માં કોઈ જાનહાની નહીં

વૃક્ષ ધરાશય થતાં ગામમાં જવા માટેનો રસ્તો થયો બંધ

15:11 May 18

તૌકતે વાવાઝોડાની સુરત ગ્રામ્યમાં અસર

તૌકતે વાવાઝોડાની સુરત ગ્રામ્યમાં અસર

તરસાડી નગરમાં આવેલા મંદિરમાં ભરાયું પાણી

તરસાડી નગરપાલિકા વિસ્તારમાં આવેલા હનુમાનજી દાદાના  મંદિરમાં  ઘૂસ્યા વરસાદી પાણી

મંદિર નું થઈ રહ્યું છે જીનોદ્ધારનું કામ

ભારે વરસાદને કારણે હનુમાનજી દાદાની મૂર્તિ પણ પાણીમાં ગરકાવ....

15:07 May 18

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ

ગુરુકુળ,  વસ્ત્રાપુર,  મેમનગર,  ઘાટલોડિયા, ભુયંગદેવ ચાર રસ્તા ઉપર વરસાદ

પવન સાથે વરસાદ પડવાથી વુક્ષો ધરાશાઈ થવાની ઘટનાઓ યથાવત

બે દિવસમાં ફાયર વિભાગને કુલ 39 ઝાડ પાડવાના કોલ આવ્યાં

14:17 May 18

સુરતના ઓલપાડ તાલુકામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી

  • સુરતના ઓલપાડ તાલુકામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી.
  • મોડી સાંજે પવન સાથે વરસાદ શરૂ થતાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
  • ઓલપાડ કુદીયાણા રોડ પર અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.
  • વાવાઝોડાના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું હતુ.

14:08 May 18

તૌકતે વાવાઝોડાની અસર રાજકોટમાં પણ જોવા મળી છે

તૌકતે વાવાઝોડાની અસર રાજકોટમાં પણ જોવા મળી છે

રાજકોટમાં સોમવારે રાત્રે 8 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. 

અહીં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. 

તો કેટલાક વિસ્તારમાં વીજળી પણ જતી રહી હતી. 

આ ઉપરાંત રાજમાર્ગો પર અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા. 

રાજકોટ શહેરમાં એક રાતમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

14:08 May 18

તૌકતે વાવાઝોડાને લઈને વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો હતો

તૌકતે વાવાઝોડાને લઈને વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો હતો. 

જેને લઈને નવસારીમાં ભારે પવન સાથે અવિરત વરસાદ શરૂ થયો હતો. 

જલાલપોર તાલુકામાં 21 મિ.મી. અને નવસારીમાં 18 મિ.મી. વરસાદ નોંધાયો હતો તેમજ જિલ્લામાં ઠેર-ઠેર વૃક્ષો અને વીજ થાંભલા પડવાની ઘટના બની હતી.

13:59 May 18

ગાંધીનગર આગામી 24 કલાક ગુજરાતમાં વાવાઝોડાની અસર રહેશે: હવામાન વિભાગ

  • ગાંધીનગર આગામી 24 કલાક ગુજરાતમાં વાવાઝોડાની અસર રહેશે - હવામાન વિભાગ
  • અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું 'તૌકતે' વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે
  • તૌકતે વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે
  • આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે
  • જો કે, પવનની ઝડપ ઘટીને 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે

13:58 May 18

અંબાજી મંદિર બંધનો સમય લંબાવાયો

અંબાજી મંદિર બંધનો સમય લંબાવાયો 

અંબાજી મંદિર આજ 19 મે ખુલનારુ હતુ 

હવે 21 મે સુધી અંબાજી મંદિર બંધ રહેશે 

વધુ 3 દિવસ અંબાજી મંદિર બંધ રાખવા માટે સમય લંબાવાયો 

કોરોનાના વધતા સંક્રમ઼ણને લઈ બંધનો સમય લંબાવાયો 

અંબાજી મંદિરના ભોજનાલય સહીત ટ્રસ્ટની તમામ સંસ્થાઓ બંધ 

એક મહીના ઉપરાંતથી બંધ છે અંબાજી મંદિર

13:57 May 18

મહેસાણા ST ડિવિઝનના તમામ રુટો કરાયા બંધ

મહેસાણા ST ડિવિઝનના તમામ રુટો કરાયા બંધ 

તૌકતે વાવાઝોડાની તકેદારીના ભાગ રૂપે લેવાયો નિર્ણય મહેસાણા 

ડિવિઝનના 300 રુટોની બસ સેવા કરાઈ બંધ 

300 રુટોની બસોના પૈડા ગયા થંભી 

વાવાઝોડા દરમિયાન કોઈ જાનહાની ન થાય તે હેતુથી લેવાયો નિર્ણય

13:42 May 18

બનાસકાંઠા જિલ્લામાં તોકતે વાવાજોડાની અસર

બનાસકાંઠા જિલ્લામાં તોકતે વાવાજોડાની અસર

ડીસા સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ

ડીસામાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

13:40 May 18

“તૌકતે” વાવાઝોડુ : બુલેટિન-26 (તા. 18 મે, 2021), (હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થવાનો સમય : બપોરે 12: 40 કલાક)

“તૌકતે” વાવાઝોડુ : બુલેટિન-26 (તા. 18 મે, 2021)

(હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થવાનો સમય : બપોરે 12: 40 કલાક)

ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે

તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે  11:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે

જે અમદાવાદથી દક્ષિણપશ્ચિમે  180 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 105 કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વ-ઉત્તરપૂર્વે 40 કિલોમીટરના અંતરે સ્થિત છે.  

''તૌકતે'' વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 07 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે

આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 80 થી 90  કિ.મી./કલાક રહેશે

આ ઝડપ 100 કિ.મી./કલાક સુધી વધી શકે છે.

13:37 May 18

ખેડા વાવાઝોડાની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી

  • ખેડા વાવાઝોડાની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી
  • ખેડાના યાત્રાધામ ડાકોરની યમુના પાર્ક સોસાયટીમાં વૃક્ષ થયું ધરાશાયી
  • સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી પર વૃક્ષ થયું ધરશાય
  • ઘટનામાં કોઈ જાનહાની નહીં

13:31 May 18

અમદાવાદ કલેક્ટર: વાવાઝોડું અમદાવાદમાં પ્રવેશી ચૂક્યું છે

અમદાવાદ કલેક્ટર: વાવાઝોડું અમદાવાદમાં પ્રવેશી ચૂક્યું છે.

ધોલેરામાં 100 km અને ધંધુકામાં 75 અને વિરંનગયામમાં 60 kmની સ્પીડ

4600થી વધારે લોકોનું સ્થળાંતર

આરોગ્ય અને રહેવા-જમવાની સુવિધા

સોલા-સિવિલ ખાતે સ્પેશિયલ વોર્ડ

હોસ્પિટલમાં ઓક્સિજનનો બફર સ્ટોક

શહેરમાં વાહન-વ્યવહારના તમામ માર્ગ ખુલ્લા

આગામી 06-08 કલાક ઝોરથી પવન ફુકાંશે, ઘરે રહેવું

13:31 May 18

NDRFની બે ટીમ અમદાવાદમાં

NDRFની બે ટીમ અમદાવાદમાં 

કાર્યરત ધોલેરા અને ધંધુકામાં દરેક વિસ્તારમાં ફાયરની ટિમ સ્ટેન્ડબાય 

આશ્રિતો માટે 35 સ્થળ કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો જાળવવા ugvclને સૂચના

13:30 May 18

ઉસમાનપુરામાં મકાન ધરાશાયી

ઉસમાનપુરામાં મકાન ધરાશાયી 

બે માળનું જર્જરિત મકાન ધરાશાયી 

ફાયરવિભાગ પહોંચ્યું ઘટનાસ્થળે

13:29 May 18

બનાસકાંઠા આયોજન અધિકારીએ વાવ પંથકની લીધી મુલાકાત

બનાસકાંઠા આયોજન અધિકારીએ વાવ પંથકની લીધી મુલાકાત

વાવ TOD તેમજ વિસ્તરણ અધિકારી તેમજ ચોથાનેસડા તલાટી રહ્યા હાજર

વાવાજોડાને લઈને આગોતરું કરાયું આયોજન

150 લોકોને ચોથાનેસડા માધ્યમિક શાળામાં સ્થળાંતર

આર.એમ.જાલા.આયોજન અધિકારી અને વાવ તાલુકવિકાસ અધિકારીએ લોકોને વાવજોડામાં સાચવેટ રહેવા કરી અપીલ

રાધાનેસડા ગામે ચાલતો સોલાર પ્લાન્ટના લેબરોને કર્યા સ્થળાતર

400થી વધારે મજૂરોને સ્થળાંતર કરવામાં આવ્યા

13:27 May 18

ખેડા જિલ્લાના ST બસના તમામ રૂટ બંધ કરાયા

ખેડા જિલ્લાના ST બસના તમામ રૂટ બંધ કરાયા 

ખેડા જિલ્લાના તમામ ડેપોની બસો બંધ કરવામાં આવી 

વાવાઝોડાને લઈ ST વિભાગ દ્વારા લેવાયો નિર્ણય 

આગામી સૂચના ન મળે સુધી ખેડા જિલ્લાની તમામ ST બસ રહેશે બંધ

13:22 May 18

યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આગામી 21 તારીખ સુધી બંધ

  • યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આગામી 21 તારીખ સુધી બંધ
  • ભગવાન દ્વારકાધીશ ના દર્શન માટે ભક્તો મંદિર અંદર પ્રવેશ નહિ કરી શકે.
  • આગામી 21 મેં બાદ સરકાર દ્વારા કરવામાં આવનાર નિર્ણય બાદ મંદિર ખોલવામાં આવશે
  • દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો
  • મંદિર અંદર ભગવાન દ્વારકાધીશની સેવા પૂજા નિત્ય ક્રમ મુજબ યથાવત રહેશે

13:20 May 18

સુરત: બારડોલીના સિલ્વર પ્લાઝાના ધાબા પર મૂકેલ ઈન્ટરનેટ ટાવર તૂટ્યું

સુરત: બારડોલીના સિલ્વર પ્લાઝાના ધાબા પર મૂકેલ ઈન્ટરનેટ ટાવર તૂટ્યું 

ટાવર તૂટી ધાબા પર લટકતું થતા સ્થાનિક લોકોના જીવ થયા અધ્ધર 

અત્યારે પડું પછી પડું ની સ્થિતિમાં છે હાલ ઈન્ટરનેટ ટાવર 

સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રની કરવામાં આવી જાણ

13:18 May 18

અમદાવાદ કલેક્ટર: વાવાઝોડું અમદાવાદમાં પ્રવેશી ચૂક્યું છે.

અમદાવાદ કલેક્ટર: વાવાઝોડું અમદાવાદમાં પ્રવેશી ચૂક્યું છે. 

ધોલેરામાં 100 km અને ધંધુકામાં 75 અને વિરંનગયામમાં 60 kmની સ્પીડ 4600થી વધારે લોકોનું સ્થળાંતર 

આરોગ્ય અને રહેવા-જમવાની સુવિધા સોલા-સીવિલ ખાતે સ્પેશિયલ વોર્ડ હોસ્પિટલમાં ઓક્સિજનનો બફર સ્ટોક શહેરમાં વાહન-વ્યવહારના તમામ માર્ગ ખુલ્લા આગામી 06-08 કલાક ઝોરથી પવન ફુકાંશે, ઘરે રહેવું

13:18 May 18

રાજ્યમાં તૌકતે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં માર્ગો પર તુટી પડેલા વૃક્ષો, વીજ થાંભલાઓ દૂર કરીને કમ્પ્યુનિકેશન નેટવર્ક ફરીથી પૂર્વવત કરવાની તેમજ રિસ્ટોરેશનની કામગીરી માર્ગ મકાન વિભાગ તેમજ અન્ય વિભાગોએ પૂર-જોશમાં ઉપાડી છે.

13:17 May 18

અમદાવાદ તૌકતે વાવાઝોડાને લઈ વનવિભાગ અને પક્ષી-પશુ બચાવો સંસ્થા પણ એક્શનમાં

અમદાવાદ તૌકતે વાવાઝોડાને લઈ વનવિભાગ અને પક્ષી-પશુ બચાવો સંસ્થા પણ એક્શનમાં 

અમદાવાદ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વનવિભાગ અને સ્થાનિક NGO સ્ટેન્ડ બાય 

કોઈ પણ જગ્યાએ પશુ-પક્ષી અથવા વન્યપ્રાણી અંગે ઇજાગ્રસ્ત અથવા દેખાય તો તુરંત સંપર્ક કરવા લોકોને અપીલ 

અમદાવાદમાં વૃક્ષ ધરાશાયી અને વાવાઝોડામાં પશુ-પક્ષીઓને ઇજા થાય તો તુરંત સારવાર માટે પહોંચવા NGO એક્શનમાં 

અમદાવાદ NGO સંપર્ક 07878171727 08128257004

13:13 May 18

તૌકતે વાવાઝોડુ : બુલેટિન-25 (તા. 18 મે 2021), (હવામાન ખાતા દ્વારા ઇસ્યુ થવાનો સમય : સવારે 11: 30 કલાક)

ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌકતે '' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે

તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે  10:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે

જે અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે  200 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 115 કિલોમીટર જયારે અમરેલીથી પૂર્વ-ઉત્તરપૂર્વે 20 કિલોમીટરના અંતરે સ્થિત છે.  

''તૌકતે '' વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 06 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે

આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 95 થી 105  કિ.મી./કલાક રહેશે

આ ઝડપ 115 કિ.મી./કલાક સુધી વધી શકે છે.

12:52 May 18

બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાની અસર શરૂ

  • બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાની અસર શરૂ
  • બનાસકાંઠાના અનેક ભાગોમાં ઝરમરીયો વરસાદ શરૂ
  • પવનના સુસવાટા સાથે ઝરમરીયો વરસાદ
  • વરસાદના આગમનને લઈને તંત્ર એલર્ટ

12:33 May 18

તૌકતે વાવાઝોડાને કારણે ત્રણ લોકોના મૃત્યું

તૌકતે વાવાઝોડાને કારણે ત્રણ લોકોના મૃત્યું

વાપી, રાજકોટ અને ગારિયાધરના ત્રણ લોકોના થયાં મૃત્યું

12:21 May 18

અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાની ગતિમાં વધારો

  • અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાની ગતિમાં વધારો
  • અમદાવાદ શહેરમાં પવનની ગતિમાં જોવા મળ્યો વધારો
  • બપોરે તૌકતે વાવાઝોડા અમદાવાદ શહેરને સ્પર્શ કરીને જાય તેવું શકયતા
  • હાલ પવનની ગતિમાં થઈ રહ્યો છે વધારો
  • ભારે પવન સાથે વરસાદ યથાવત

12:08 May 18

પાટણ તૌકતે વાવાઝોડાની અસર શરૂ

  • પાટણ તૌકતે વાવાઝોડાની અસર શરૂ
  • હવામાન વિભાગની અપડેટ મુજબ
  • વાવાજોડું પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, સરસ્વતી, સિદ્ધપુર તાલુકામાંથી પસાર થશે
  • સાંજના 7 વાગ્યા થી વાવાઝોડું પસાર થશે
  • વહીવટી તંત્ર એલર્ટ મોડ પર પાટણ કલેકટર સતત મોનીટરીંગ કરી રહ્યા છે
  • ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં બેઠકોનો દોર સતત ચાલુ
  • હાલમાં જિલ્લામાં 20થી 25 પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે
  • સાંજે પાટણ, ચાણસ્મા, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાઓમાં 80થી 100ની ઝડપે પવન ફૂંકાશે
  • જિલ્લાવાસીઓને ઘરમાં રહેવા વહીવટીતંત્રે કરી આપી

12:07 May 18

ગત રાત્રીથી સુરત શહેરમાં ભારે વરસાદ શરૂ

  • ગત રાત્રીથી સુરત શહેરમાં ભારે વરસાદ શરૂ
  • સમગ્ર સુરતમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની ઘટના સામે આવી
  • અમરોલી વિસ્તારમાં પાણી ભરવાના દ્રશ્યો સામે આવ્યા
  • પાણી ભરતાની સાથે SMC દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી
  • અમરોલી મનીષા ગરનાળામાં પાણી ભરાતા સીટી બસ બગડતાં મનીષા ગરનાળુ બંધ
  • અમરોલી ટેસ્ટિંગ સેન્ટર વાવાઝોડાના મંડપ તૂટી ગયો

12:05 May 18

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મેળવ્યો સ્થિતિનો તાગ

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મેળવ્યો સ્થિતિનો તાગ
  • મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન, ગુજરાત-રાજસ્થાન, દમણ, દાદરા નગર હવેલીના પ્રશાસનો સાથે વાત કરી અને કેન્દ્રીય સહાયતા અંગે આશ્વાસન આપ્યું

12:00 May 18

સુરત: તૌકતે વાવઝોડાના ભયાનક દ્રશ્યો

સુરત: તૌકતે વાવઝોડાના ભયાનક દ્રશ્યો

ઓલપાડના કુડિયાના ગામે પરિવાર થયું બેઘર

વહેલી સવારે ભારે પવન કારણે ઘર તેમજ દુકાનના પતરા ઉડ્યા

હજુ સુધી પરીવારને પ્રશાશન તરફથી નથી મળી કોઈ મદદ

પરિવાર ચાલુ વરસાદે ઘરમાં રહેવા મજબૂર

11:39 May 18

મહેસાણા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ

મહેસાણા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ 

વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ અને વાવઝોડાની અસર વર્તાઈ 

વાવઝોડું અને વરસાદની અસરથી જિલ્લામાં કોઈ નુક્સાની સામે આવી નથી 

જિલ્લામાં બેચરાજી, સતલાસણા, કડી, જોટાણા પંથકમાં વરસાદ 

24 કલાકમાં 6 તાલુકાનો મળી કુલ 43mm વરસાદ નોંધાયો 

  • કડીમાં 8 mm
  • સતલાસણામાં 12 mm
  • જોટાણામાં 14 mm
  • બેચરાજીમાં 6 mm
  • વડનગરમાં 2 mm
  • મહેસાણામાં 1 mm

11:37 May 18

તૌકતે વાવાઝોડાની અસર વેકસિનેશન સેન્ટર પર

તૌકતે વાવાઝોડાની અસર વેકસિનેશન સેન્ટર પર

અલથાન  વેકસિનેશન સેન્ટર બહાર મુકવામાં આવેલી ખુરશીઓ હવામાં ઉડીને પડી.

સેન્ટર બહારના વૃક્ષો ધરાશાયી

11:36 May 18

તૌકતે વાવાઝોડાને લઈ AMC તંત્ર સજ્જ

તૌકતે વાવાઝોડાને લઈ AMC તંત્ર સજ્જ

બે થી ત્રણ કલાકમાં અમદાવાદમાં ટકરાશે વાવાઝોડું  

સાબરમતી નદીનું લેવલ ઓછું કરાયું  

વાસણા બેરેજના 2 દરવાજા ખોલ્યા  

20 અને 23 નંબરના દરવાજા ખોલ્યા  

133માંથી 130 ફૂટ કરવાની આપવામાં આવી સૂચના

11:35 May 18

બારડોલીના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક કાર પર વૃક્ષ પડ્યું

બારડોલીના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક કાર પર વૃક્ષ પડ્યું 

કાર ચલાકનો ચમત્કારિક બચાવ 

બારડોલી નગરપાલીકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી

11:31 May 18

તાપીમાં તૌકતે વાવાઝોડાની અસર યથાવત

તાપીમાં તૌકતે વાવાઝોડાની અસર યથાવત

જિલ્લામાં ઠેર-ઠેર પવન સાથે વરસાદી ઝાપટું  શરૂ થયું

સુસવાટા મારતા પવન સાથે વરસાદ

તાપી જિલ્લાના વ્યારા,સોનગઢ , વાલોડ, ડોલવણ,નિઝર,કુકરમુંડા,ઉચ્છલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

11:29 May 18

આજી-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો

  • આજી-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો.
  • રાજકોટ નજીક આવેલા આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એફ ફૂટ ખોલવામાં આવેલો છે.
  • ડેમના નીંચાણવાળા વિસ્તારના અડબાલકા, બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલ્ડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

11:27 May 18

પાટણ જિલ્લામાં તોકતે વાવાઝોડાની અસર શરૂ

પાટણ જિલ્લામાં તોકતે વાવાઝોડાની અસર શરૂ 

આજે વહેલી સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો ઉમટયા 

આખરે મેઘરાજાનું થયું આગમન 

ઝરમર ઝરમર વરસાદની આવન જાવન

11:26 May 18

બોટાદ: તૌકતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ

બોટાદ: તૌકતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ

સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે પવન સાથે રાતભર વરસતો રહ્યો વરસાદ.

રાત્રીના 10 કલાક થી સવાર ના 10 કલાક સુધી માં. જિલ્લા ના

ગઢડા માં..6 ઈચ

બરવાળા..2.5 ઈચ

બોટાદ..5 ઈચ

રાણપુર..2 ઈચ વરસાદ પડ્યો

11:25 May 18

લીંબડી તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે તમામ ST બસો બસ સ્ટેન્ડમાં જ રોકી દેવામાં આવી

લીંબડી તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે તમામ ST બસો બસ સ્ટેન્ડમાં જ રોકી દેવામાં આવી 

સાવચેતી રૂપે લીંબડી ST બસ સ્ટેન્ડમાં આવતી અને જતી તમામ ST બસો સહીત મુસાફરોને બસ સ્ટેન્ડમાં જ રાખવામાં આવ્યા

 વાવાઝોડા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ કે દુર્ધટના ન બને તેના માટે સાવચેતી રૂપે પગલાં લેવામાં આવ્યાં

11:25 May 18

રાજકોટમાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ પડ્યો

રાજકોટમાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ પડ્યો

ધીમીધારે આખા શહેરમાં હતો વરસાદ

11:19 May 18

સુરેન્દ્રનગર: લીંબડી તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે તંત્ર દ્વારા સાવચેતી રૂપે પગલાં લેવામાં આવ્યા

સુરેન્દ્રનગર: લીંબડી તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે તંત્ર દ્વારા સાવચેતી રૂપે પગલાં લેવામાં આવ્યા 

લીંબડી નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા 

તૌકતે વાવાઝોડા‌ની અસરને પગલે કોઈ જાનહાનિ કે દુર્ધટના ન થાય તે માટે તંત્ર સતકૅ બન્યું

11:18 May 18

વાવાઝોડાને લઈ ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ

વાવાઝોડાને લઈ ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ 

ભારે પવનને કારણે વિજપોલ નમ્યા 

ઓલપાડ કીમ રાજ્ય ધોરી માર્ગ પર વીજ પોલ નમ્યા 

વાહન ચાલકો જોખમી રીતે રોડ પરથી પસાર થવા મજબૂર 

એક વાહન ભર વરસાદમાં રોડ પર ઉભો રહી અન્ય વાહન ચાલકોને કરી રહ્યો છે મદદ 

જો કે, પ્રશાશન નથી પહોંચ્યું રાજ્ય ધોરી માર્ગ પર

11:17 May 18

તૌકતે વાવાઝોડાની તૈયારીને લઇ અમદાવાદ ફાયર સજ્જ

તૌકતે વાવાઝોડાની તૈયારીને લઇ અમદાવાદ ફાયર સજ્જ 

દરેક ફાયર સ્ટેશન ઉપર એક એક ટીમ રાખવામાં આવી સ્ટેન્ડ ટુ 

કુલ 16 ટીમ ફાયર વિભાગે રેસ્ક્યુ માટે સ્ટેન્ડ ટુ રાખી 

દરેક હોસ્પિટલમાં પણ કોઈ અનિંચનીય બનાવ ન બને તે માટે જુદી ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ

11:16 May 18

બારડોલી : સુરત જિલ્લામાં આખી રાત પવન સાથે વરસાદ

બારડોલી : સુરત જિલ્લામાં આખી રાત પવન સાથે વરસાદ  

તૌકતે વાવાઝોડાને લઈ તમામ તાલુકાઓમાં થયો વરસાદ  

વાવાઝોડાને કારણે કેળ, ડાંગર અને શેરડીના પાકને નુકસાન  

છેલ્લા 12 કલાક દરમ્યાન નોંધાયેલો વરસાદ (સોમવાર સાંજે 6 થી મંગળવાર સવારે 6)

  • બારડોલી 10મિમી
  • ચોર્યાસી 16મિમી
  • કામરેજ 46 મિમી
  • મહુવા 9 મિમી
  • માંડવી 4 મિમી
  • માંગરોળ 4 મિમી
  • ઓલપાડ 54 મિમી
  • પલસાણા 14 મિમી
  • ઉમરપાડા 7

11:16 May 18

સુરત: ઓલપાડ તાલુકામાં વાવાઝોડાની અસર

સુરત: ઓલપાડ તાલુકામાં વાવાઝોડાની અસર 

મોડી સાંજે પવન સાથે વરસાદ શરૂ થતાં અનેક વૃક્ષો થયા ધરાશાયી 

ઓલપાડ કુદીયાણા રોડ પર અનેક વૃક્ષ થયા ધરાશાયી 

વાવાઝોડાના પગલે ખેડૂતોને ભારે નુકશાન

11:15 May 18

સાબરકાંઠા: હિંમતનગર પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

સાબરકાંઠા: હિંમતનગર પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ

પવન સાથે વહેલી સવારથી શરૂ થયો વરસાદ

તૌકતે વાવાઝોડાની અસરથી શરુ થયો વરસાદ

જુવારm બાજરીના પાકને નુકશાન થવાની શક્યતા

ખેડુતોમાં ચિંતા

11:14 May 18

સુરત: શહેરમાં હજી પણ વરસાર સાથે પવન ફૂંકાય રહ્યો છે.

સુરત: શહેરમાં હજી પણ વરસાર સાથે પવન ફૂંકાય રહ્યો છે.

તૌકતે વાવાઝોડાની અસર હજી પણ જોવામાં આવી રહી છે.

સતત વરસાદ વરસવાને કારણે શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

પવન હોવાને કારણકે હજી પણ બોર્ડ, બેનરો, મોટા પોસ્ટેરો, કાચા મકાનના પતરાઓ હવામાં ઉડી રહ્યા છે.

હજી પણ કેટલા કે વિસ્તારોમાં વૃક્ષ ધરાશય થઇ રહ્યા છે.

શહેર ફાયર વિભાગને ગઈકાલે રાતથી જ સતત કંટ્રોલરૂમમાં કોલ આવી રહ્યા છે: દિપક શકપાલ ( સુરત ફાયર વિભાગ ઓફિસર )

11:12 May 18

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કમોસમી વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કમોસમી વરસાદ  

ગઈકાલ સવારના 06 વાગ્યા થી આજે સવારના 06 વાગ્યા સુધી

  • ચોટીલા - 25 મીમી
  • ચુડા - 34 મીમી
  • દસાડા - 09 મીમી
  • ધ્રાંગધ્રા - 04 મીમી
  • લખતર - 12 મીમી
  • લીંબડી - 15 મીમી
  • મુળી - 07 મીમી
  • સાયલા - 16 મીમી
  • થાન - 23 મીમી
  • વઢવાણ - 16 મીમી

11:09 May 18

આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે

  • આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે.
  • આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે
  • કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ન નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે
  • લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે
  • કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે એ લોકોને અપીલ કરી છે

11:06 May 18

નવસારી: જલાલપોર તાલુકામાં ભારે પવન ફૂંકાવાનું યથાવત.

નવસારી: જલાલપોર તાલુકામાં ભારે પવન ફૂંકાવાનું યથાવત.

ઉભરાટ-મરોલી રોડ ઉપર ભારે પવન ફૂંકાતા માર્ગના કિનારે વૃક્ષ ધરાશાયી થયું

વૃક્ષ ધરાશાયી થતાં બાજુમાં શ્રમજીવીઓએ બનાવેલા ઝુપડાઓને થયું નુકસાન

ઝુંપડામાં રહેલા લોકો સમય રહેતા બહાર આવી જતા કોઇ જાનહાની નહીં

11:04 May 18

તૌકતેની અસર હજુ પણ નવસારી જિલ્લામાં

  • તૌકતેની અસર હજુ પણ નવસારી જિલ્લામાં
  • નવસારી જિલ્લામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ
  • નવસારીના ગણદેવી, ચીખલી, જલાલપોર તાલુકામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ
  • નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ

11:01 May 18

નવસારી: જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાની શરૂઆત

  • નવસારી: જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાની શરૂઆત
  • પવન સાથે સતત વરસાદ
  • ઓજલ માછીવાડ ગામમાં ભારે પવનથી વૃક્ષો ધરાશાયી
  • NDRFની ટીમે તાત્કાલિક ગામ પહોંચી કટરથી મશીન વડે ઝાડને દૂર કર્યું
  • જિલ્લાના દરિયાઈ કાંઠે NDRFની રાઉન્ડથી ક્લોક રેકી

10:58 May 18

બોટાદ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની જોવા મળી અસર

  • બોટાદ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની જોવા મળી અસર
  • જિલ્લાના ઢસામાં ત્રણ અને બોટાદમાં બે વૃક્ષો થયા ધરાશયી
  • બોટાદમાં સ્ટેશન રોડ અને ભાવનગર રોડ ફાટક ઉપર વૃક્ષો ધરાશયી
  • જિલ્લામાં ગત રાત્રીથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ

10:58 May 18

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસર

  • અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસર
  • બે દિવસમાં અમદાવાદમાં 37 ઝાડ પડ્યા
  • એલિસ બ્રીજ પાસે પાણીના ખાબોચિયા ભરાવવાની શરૂવાત
  • વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરાઈ
  • લોકો મે મહિનામાં રેઇનકોટ પહેરી ઘરથી બહાર નીકળ્યા
  • અમદાવાદમાં પવન સાથે વરસાદ

10:56 May 18

તૌકતે વાવાઝોડાની ચેતવણીને કારણે પાલનપુર- જોધપુર, ભીલડી- જોધપુર, મહેસાણા- આબુરોડ ડેમુ તથા અમદાવાદ- કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

  • તૌકતે વાવાઝોડાની ચેતવણીને કારણે પાલનપુર- જોધપુર, ભીલડી- જોધપુર, મહેસાણા- આબુરોડ ડેમુ તથા અમદાવાદ- કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

10:55 May 18

ભાવનગર જિલ્લાનો દરિયો બન્યો તોફાની, 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા

  • ભાવનગર જિલ્લાનો દરિયો બન્યો તોફાની
  • 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા
  • જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
  • વાવાઝોડાના પગલે ઘોઘાનો દરિયો તોફાની બન્યો
  • દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે
  • વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર યથાવત જોવા મળી

10:54 May 18

તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદ શહેર પર

  • તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદ શહેર પર
  • શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ
  • કાળા ડિબાંગ વાદળો છવાયા
  • આકાશમાં વરસાદી માહોલ બનતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

10:53 May 18

ધંધુકા વિસ્તારમાં તૌકતે વાવાઝોડાની અસર

  • ધંધુકા વિસ્તારમાં તૌકતે  વાવાઝોડાની અસર
  • રાત્રિ 10 વાગ્યાથી પવન  સાથે ધીમી ધારે વરસાદ યથાવત
  • સવારથી પવનની ગતિમાં થયો વધારો

10:52 May 18

અમદાવાદમાં ધીમી ધારે વરસાદ અને વાતાવરણમાં ઠંડક

  • અમદાવાદમાં ધીમી ધારે વરસાદ અને વાતાવરણમાં ઠંડક

10:52 May 18

અમદાવાદ: ધોળકા તૌકતે વાવાઝોડાની અસર ધોળકામાં પણ દેખાઈ

  • અમદાવાદ: ધોળકા તૌકતે વાવાઝોડાની અસર ધોળકામાં પણ દેખાઈ
  • ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ સામાન્ય પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોલેરા તથા ધોળકા વિસ્તારમાં સવારે 11થી 12 વાગ્યાની આસપાસ વાવાઝોડું પહોંચે તેવી સંભાવના
  • તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી

10:51 May 18

બોટાદ જિલ્લામાં લાગુ 144 કલમ લાગુ કરાઈ

  • બોટાદ જિલ્લામાં લાગુ  144 કલમ લાગુ કરાઈ
  • તૌકતે વવાજોડાના પગલે નાયબ કલેકટર મુકેશ પરમારે જાહેરનામું બહાર પાડ્યું.
  • કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા કર્યો આદેશ જારી
  • ઈમરજન્સી સેવા આપનાર વ્યક્તિ તેમજ વાહનોને લાગુ નહિ પડે જાહેરનામું
  • આજે રાત્રે 12 કલાક સુધી જાહેરનામું રહેશે
  • જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર કરાશે કાયદેસરની કાર્યવાહી

10:01 May 18

તૌકતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ

તૌકતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ

સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે પવન સાથે રાતભર વરસતો રહ્યો વરસાદ

રાત્રીના 10 કલાકથી સવારના 6 કલાક સુધીમાં

  • ગઢડા માં 4 ઈચ
  • બરવાળા 1.5 ઈચ
  • બોટાદ 2 ઈચ
  • રાણપુર 1 ઈચ વરસાદ પડ્યો

09:59 May 18

સુરેન્દ્રનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો

  • સુરેન્દ્રનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો
  • સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ
  • જિલ્લાના ચોટીલા, થાન, લખતર, મુળી, પાટડી, ચુડા, લીંબડી, ધ્રાંગધ્રા, સાયલા સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદ શરૂ
  • કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટાપાયે નુકશાન થવાની શક્યતાઓ

09:55 May 18

ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈને જિલ્લાના પાલિતાણા તાલુકામાં છેલ્લા 24 કલાક માં 158 mm વરસાદ વરસ્યો

  • ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈને જિલ્લાના પાલિતાણા તાલુકામાં છેલ્લા 24 કલાક માં 158 mm વરસાદ વરસ્યો
  • પાલિતાણા શહેરમાં તળેટી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાઈ થયા છે
  • નગરપાલિકાની રાહત કામગીરી ગઈ કાલ રાતની હાથ ધરવામાં આવી છે

09:55 May 18

અમદાવાદમાં તૌકતે વાવાઝોડા સંદર્ભે કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

  • અમદાવાદમાં તૌકતે વાવાઝોડા સંદર્ભે કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
  • જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકે ક્લાસ-1 અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે સતત મોનીટરીંગ અને લાઈઝનની કામગીરી કરવામાં આવી રહી છે.

09:49 May 18

તૌકતે વાવાઝોડા સંદર્ભે જિલ્લાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી તૈયારીઓ અંગેની સમીક્ષા કરતાં સાંસદ પૂનમબેન માડમ

જામનગર: તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિભાગોના સંકલનામાં રહી પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે.

જે તૈયારીઓની સમીક્ષા કરવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા મોડી રાત્રે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વીપીન ગર્ગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.

તેમજ ઉપસ્થિત રહેલ અધિકારીઓ સાથે સાંસદે વાવાઝોડાની સ્થિતિ અને તેની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી

તેમજ વાવાઝોડા સંદર્ભે વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની છેવટની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક દીપન ભદ્રન, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, ડી.આર.ડી.એ. ડાયરેકટર રાયજાદા, નાયબ ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, કાર્યપાલક ઈજનેર, નાયબ માહિતી નિયામક સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

09:42 May 18

આણંદ: તૌકતે વવાઝોડાની અસર ખંભાતમાં વધી

આણંદ: તૌકતે વવાઝોડાની અસર ખંભાતમાં વધી

ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ની થઈ શરૂઆત

ભારે વરસાદ થી વીજ પુરવઠો ખોરવાયો

વહીવટી તંત્ર બન્યું સતર્ક

09:22 May 18

તૌકતે વાવાઝોડાને લઈને પાલિતાણાના વાતાવરણમાં પલટો

તૌકતે વાવાઝોડાને લઈને પાલિતાણાના વાતાવરણમાં પલટો

  • ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે પાલિતાણા તાલુકામાં છેલ્લા 24 કલાક માં 158 એમ. એમ. વરસાદ વરસ્યો
  • પાલિતાણા શહેરમાં તળેટી વિસ્તારમાં અનેક વૃક્ષો ધારાશયી થયા
  • નગરપાલિકાની રાહત કામગીરી ગઈ કાલ રાતથી હાથ ધરવામાં આવી

07:43 May 18

LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી પરિસ્થિતિનું સતત મોનિટરિંગ

અમદાવાદ જિલ્લામાં તૌકતે વાવાઝોડા સંદર્ભે કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો પર ક્લાસ-૧ અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે સતત મોનીટરીંગ અને લાઈઝનિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Last Updated : May 19, 2021, 2:14 AM IST

ABOUT THE AUTHOR

...view details