વાવાઝોડાની અસર કચ્છના ભાગમાં સૌથી વધારે થશે ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે જેમ દિવસ વીતી રહ્યો છે તેમ સંકટમાં વધારો થઈ રહ્યો છે. બિપરજોય નામનુ વાવાઝોડા હાલમાં જખૌથી 100 કિલોમીટર દૂર દરિયામાં 6 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પર આગાહી કરી હતી કે જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ તેમ દરિયાના પાણી રસ્તા પર આવશે.
શું કહ્યું અંબાલાલ પટેલે:વાવાઝોડા બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાની અસર કચ્છના ભાગમાં સૌથી વધારે થશે. જેથી કચ્છના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં પણ આ ચક્રવાતની અસર જોવા મળશે. જ્યારે પોરબંદર, જામનગરમાં પણ ભારે પવન ફુંકાશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયાના પાણી રસ્તા ઉપર આવી જશે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ જેવા વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદ નોંધાશે. વાવાઝોડું ભારેખમ વરસાદી આફત લઈને આવી રહ્યા હોવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
તંત્રને કામગીરીમાં સહયોગ આપો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનની અને વાવાઝોડાની આગાહી સાથે રાજકીય નેતાઓને પણ વિનંતી કરી હતી કે ગુજરાતમાં જે રીતે કુદરતી પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે. તેને ધ્યાનમાં લઈને આવી પરિસ્થિતિમાં તમામ લોકોએ પક્ષાપક્ષીથી દૂર રહીને રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સહકાર આપવો જોઈએ. જ્યારે યુવાનોએ પણ આ બાબતે સહકાર આપવો જોઈએ તેવી વિનંતી અંબાલાલ પટેલ કરી હતી.
સાંજે અથવા મોડી રાતે લેન્ડફોલ થશે બિપરજોય: ગુજરાતના દરિયાકિનારે આજે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. ત્યારે રાજ્યના ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી હતી. વાવાઝોડું ખરેખર ક્યારે અને કેટલા વાગે ટકરા છે તે બાબતની વિગતો અને ટકરાયા બાદ સરકારની કામગીરીની આયોજનની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક બાદ રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું કે વાવાઝોડાની ટેરી ટેરી જખો બંદરે ટચ થઈ છે એટલે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફુકાવવાની શરૂઆત થઈ છે અને આજે રાત્રે 9થી 10 કલાક વચ્ચે આ વાવાઝોડું લેન્ડફોલ થશે.
- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જખૌથી 100 કિલોમીટર દૂર, CM ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીની કરી સમીક્ષા
- Cyclone Biparjoy : માંડવી બીચ પર દરિયો ગાંડોતૂર બન્યો, પોલીસ દ્વારા લોકો માટે નો-એન્ટ્રી કરવામાં આવી
- Cyclone Biparjoy: કચ્છના અબડાસામાં વરસાદ સાથે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ