ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: વાવાઝોડા-વરસાદના જોખમને ધ્યાને લઈ 95000 લોકોનું સ્થળાંતર, સરકારે કહી આ વાત - cyclone biporjoy live news

વાવાઝોડા પ્રભાવિત જિલ્લા કલેક્ટર પણ વિડિઓ કોંફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાશે. સ્થળાંતર, રાહત કેમ્પ, NDRF ટિમોનું ડિપ્લોઈમેન્ટ, સંભવિત લેન્ડ ફોલ થવાનો સમય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વાવાઝોડાની હાલની સ્થિતીને લઈને પણ સમીક્ષા કરવામાં આવી હતી.

Cyclone Biparjoy: વાવાઝોડા-વરસાદના જોખમને ધ્યાને લઈ 95000 લોકોનું સ્થળાંતર, સરકારે કહી આ વાત
Cyclone Biparjoy: વાવાઝોડા-વરસાદના જોખમને ધ્યાને લઈ 95000 લોકોનું સ્થળાંતર, સરકારે કહી આ વાત

By

Published : Jun 15, 2023, 1:41 PM IST

Updated : Jun 15, 2023, 4:40 PM IST

ગાંધીનગર:ગુજરાતના માથે વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યા હતા. વાવાઝોડા બાબતની સરકારની કામગીરીને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આજે સાંજે વાવાઝોડું ટકરાશે. જેને લઈને તમામ તૈયારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાશે બિપરજોય વાવાઝોડાને લઈને હાઈ લેવલ મીટીંગ યોજાઈ હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ, હવામાન, ઉર્જા, મહેસુલ, હેલ્થ, આરએનબી, ડિઝાસ્ટર, NDRF, આર્મી, નેવી, કોસ્ટગાર્ડ સહિતના વિભાગોના અધિકારીઓએ ખાસ હાજરી આપી છે.

કંટ્રોલરૂમમાં CM: સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રીવ્યૂ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતના નકશા પર વાવાઝોડાની સ્થિતિ જોઈને જે તે જિલ્લાઓના અધિકારીનો સંપર્ક કર્યો હતો. સાવચેતીના પગલાં અને એનડીઆરએફની ટીમ અંગે જવાબ માંગ્યો હતો. આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક થતા રીપોર્ટિંગ અંગે પણ સમિક્ષા કરી છે. જ્યારે કાઠાળા વિસ્તારના ગામડાનો સીધો સંપર્ક કરીને સરપંચ સાથે વાત કરી હતી. ખાસ કરીને કચ્છના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે ખાસ માધ્યમથી વાત કરી હતી.

જિલ્લાઓમાંથી સ્થળાંતરઃ કચ્છ જિલ્લાના સાત તાલુકામાંથી 35822 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે 120 ગામનો સર્વે કરાયો હતો. રાજકોટ જિલ્લાના બે સેન્ટરમાંથી 6889 લોકોનું સ્થળાંતર કરાયું છે. જામનગર શહેરમાંથી 5500 લોકોનું અને ગ્રામ્ય વિસ્તારમાંથી 3042 લોકોનું સ્થળાંતર કરાયું છે. અમરેલી જિલ્લામાંથી રાજુલા અને જાફરાબાદમાંથી 20 ગામના 3000 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. મોરબી જિલ્લાના 14 ગામમાંથી 9492 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જૂનાગઢ શહેરના ચાર જિલ્લામાંથી 2750 લોકોને ખસેડાયા છે. જ્યારે દ્વારકા જિલ્લામાંથી 10,030 લોકોને સલામત સ્થળે લઈ જવાયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાંથી 31 ગામના 3500 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.

રાત્રે 9 થી 10 વચ્ચે લેન્ડ ફોલ:સીએમ પટેલની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં આલોક કુમાર પાંડેએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં વાવાઝોડું રાત્રે 9 થી 10 વચ્ચે લેન્ડ ફોલ થશે.હવાની ગતિમાં ઘટાડો થયો છે.115કિલોમીટર પ્રતિ કલાકે પવન ગતિ થી વાવાઝોડું જખૌમાં ટકરાશે.ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ થશે, આ અંગે એલર્ટ પણ અપાયું છે. હાલમાં સવારે 10 વાગ્યા સુધીમાં 9 એમ.એલ. સુધીનો વરસાદ નોઁધાયો છે. કચ્છ, દ્વારકા માં હાલમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક પવન ની ઝડપ ફૂંકાયો છે.

95,000 લોકોનું સ્થળાંતર:જે જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર, તાલુકામાંથી જે છે દરિયાઈ કાઠાળા વિસ્તારમાં આવેલા છે.જેમાં રાજ્યભરમાંથી 1200 સગર્ભા મહિલાઓ, 10,000 બાળકો નો સમાવેશ થાય છે. વન વિભાગ ની 180 ટીમ બનાવીને સેંચ્યુરી વિસ્તાર માં રાખવામાં આવી છે.પાણી પુરવઠા વિભાગને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. Imd મુજબ પવન ની ગતિ ઓછી થઈ છે, પણ હાલ ચિંતાનો માહોલ છે.હવે 6 કિલોમીટર પ્રતિ કલાકે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. પહેલા જખૌ બંદેરે વાવાઝોડું ચક્રવવાનું હતું પણ જખો બંદર ની થોડું આગળ ટકરાશે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 46,823 લોકોનું કચ્છમાં દ્વારકામાંથી 10,000 લોકોનું સ્થળાંતર કરાયું છે.

  1. Cyclone Biparjoy updates: નાગરિકોની સલામતી માટે સજ્જ, મુખ્યપ્રધાન પટેલ બાદ ગૃહપ્રધાને કરી સમીક્ષા
  2. Cyclone biparjoy photos: ગુજરાતને સતત ભય આપતા બિપરજોયની ભયાનકતાની તસવીરો જૂઓ
Last Updated : Jun 15, 2023, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details