વાવાઝોડું છેલ્લા 6 કલાકથી મધદરિયે સ્થિર ગાંધીનગર: ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદરે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવવાની શકયતાઓ છે. ત્યારે વાવાઝોડાને લઈને સોશિયલ મીડિયામાં કેટલીક અફવાઓ વહેતી થઈ છે. જેમાં વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું હોવાની અફવાઓ વાયરલ થતાં મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે વાવાઝોડાએ હજી તેની દિશા બદલી નથી. માત્ર તેની ઝડપ ઘટી છે.
છેલ્લા 6 કલાકથી વાવાઝોડું દરિયામાં સ્થિર: હવામાન વિભાગના ડાયરેક્ટ મનોરમા મોહંતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં બીપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદર થી 260 km દૂર છે. અને હજુ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયા કિનારે વાવાઝોડુ ટક્કર આવવાની સંભાવના છે, જ્યારે 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું ટકરાશે પરંતુ હાલની માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકથી વાવાઝોડું એક જ જગ્યા ઉપર સ્થિર થયું છે અને આવતીકાલ સાંજ સુધીમાં વાવાઝોડું જખાવો બંદર પાસે ટકરવાની શક્યતાઓ છે.
ખૂબ જ ખતરનાક વાવાઝોડું: ગુજરાત રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મુખ્યપ્રધાન પટેલ સાથેની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ ખતરનાક વાવાઝોડું છે. જ્યારે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેન્ડફોલ કરશે. જ્યારે લેન્ડ ફોલ થયા બાદ સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, કચ્છ, દ્વારકા સહિત આઠ જિલ્લાઓ અને આસપાસના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. જ્યારે આ વાવાઝોડું 135 kmની સ્પીડ થી લેન્ડફોલ કરશે હવાની સ્પીડ પણ 130 પ્રતિ કિલોમીટર કલાકની રહેશે.
200 કિલોમીટરની ત્રિજ્યમાં એક સરખી અસર: બીપરજોય વાવાઝોડાની વાત કરવામાં આવે તો વાવાઝોડાની જે આંખ એટલે કે મુખ્ય કેન્દ્ર છે તેનો ઘેરાવો 200 kmનો છે ત્યારે જખૌ બંદર ખાતે વાવાઝોડું લેન્ડફોલ કરશે. તે દરમિયાન 200 kmની ત્રિજ્યાના વિસ્તારમાં એક સરખી અસર થશે.
- Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
- Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ
- Biporjoy Cyclone: વાવાઝોડાની અસર શરૂ થતાં દરિયા કિનારે ભારે કરંટ, વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર